Mon Oct 05 2026

Logo

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું, રાજકારણનો નિયમ એક રૂપિયાનું કામ કરો અને 10 રૂપિયાની પબ્લિસિટી

2026-05-18 22:33:27
Author: Chandrakant Kanoja
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું, રાજકારણનો નિયમ એક રૂપિયાનું કામ કરો અને 10 રૂપિયાની પબ્લિસિટી

નાગપુર: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી હંમેશા તેમના સ્પષ્ટ નિવેદનના લીધે ચર્ચામાં રહે  છે. ત્યારે આજે તેમણે ફરી એક વાર રાજકારણ અંગે મોટી વાત કરી છે. તેમણે નાગપુરમાં કહ્યું હતું કે રાજકારણનો નિયમ છે કે એક રૂપિયાનું કામ કરો અને 10 રૂપિયાની પબ્લિસિટી કરો. 

એક રૂપિયાનું કામ કરો અને દસ રૂપિયાની પબ્લિસિટી કરો

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ  નાગપુરમાં આયોજિત બે દિવસીય 'જલ ક્રાંતિ પરિષદ'  ને સંબોધતા, પાણી સંરક્ષણ અને પાણી વ્યવસ્થાપનને ગ્રામીણ સમૃદ્ધિની ચાવી ગણાવી હતી. તેમણે ગામનું પાણી ગામની અંદર, ખેતરનું પાણી ખેતરની અંદર અને ઘરનું પાણી ઘરમાં રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમના સંબોધન દરમિયાન  ટિપ્પણી કરી હતી કે "રાજકારણનો નિયમ એ છે કે એક રૂપિયાનું કામ કરો અને દસ રૂપિયાની પબ્લિસિટી કરો.

એક રૂપિયાની પણ પબ્લિસિટી નથી કરી

 જોકે, અમે દસ રૂપિયાનું કામ કર્યું પણ એક રૂપિયાની પણ પબ્લિસિટી નથી કરી. આ અમારી ખામી હતી. જળ એ જીવન છે અને આ અભિગમને આગળ ધપાવીને પૂર્તિ સિંચન સમૃદ્ધિ કલ્યાણ સંગઠને છેલ્લા 25 વર્ષોમાં જળ સંરક્ષણ અને ભૂગર્ભજળ રિચાર્જ સંબંધિત કાર્ય નિષ્ઠાપૂર્વક કર્યું છે. 

પાણીમાં ખેડૂતના જીવનમાં પરિવર્તન લાવવાની શક્તિ

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, ગામનું પાણી ગામની અંદર, ખેતરનું પાણી ખેતરની અંદર અને ઘરનું પાણી ઘરની અંદર રહેવા દો. જો આપણે આ અભિગમ અમલમાં મૂકીશું તો ગ્રામીણ ગરીબી નાબૂદ થશે. ગામડાંઓ હવે બે પાક અને કેટલાક વિસ્તારોમાં તો ત્રણ પાક પણ ઉગાડવાનું શરૂ કરી દીધું છે. આનાથી સામાજિક-આર્થિક પરિદૃશ્ય બદલાઈ ગયું છે. ખરેખર, ફક્ત પાણી જ ખેડૂતના જીવનમાં પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે.