Fri Aug 28 2026

Logo

ઉદ્ધવ ઠાકરે જૂથમાં સોલાપુરમાં આંતરિક વિવાદ વધી રહ્યો છે

2026-04-25 19:16:11
Author: Vipul Vaidya
ઉદ્ધવ ઠાકરે જૂથમાં સોલાપુરમાં આંતરિક વિવાદ વધી રહ્યો છે

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
સોલાપુર અને સાંગલી પછી હવે સોલાપુરમાં રાજકીય સંઘર્ષ જોવા મળ્યો છે. ઉદ્ધવ ઠાકરે જૂથમાં આંતરિક વિવાદ સામે આવતાં સોલાપુર ચર્ચાનો વિષય બની ગયું છે. શિવસેના (યુબીટી)માં આંતરિક મતભેદોનો મોટો વિસ્ફોટ થયો છે. પાર્ટીના આંતરિક પદાધિકારીઓની પસંદગીને લઈને શરૂ થયેલો આ વિવાદ હવે સીધો વ્યક્તિગત આરોપ-પ્રત્યારોપ સુધી પહોંચી ગયો છે અને સોલાપુર એકમ બે જૂથોમાં વહેંચાયેલું જોવા મળી રહ્યું છે.

સુષ્મા અંધારેની કાર્યપદ્ધતિઓને નિશાન બનાવતા સોલાપુરના ભૂતપૂર્વ જિલ્લા વડા અજય દસારીએ અંધારેની કાર્યપદ્ધતિઓ પ્રત્યે જાહેર નારાજગી વ્યક્ત કરી છે. અંધારેના મનસ્વી સંચાલનને કારણે પક્ષને નુકસાન થઈ રહ્યું હોવાનો આરોપ લગાવતા, દસારીએ તેમને તાત્કાલિક સંપર્ક વડા પદ પરથી દૂર કરવાની માગણી કરી છે. દસારીના આ વલણથી જિલ્લામાં વર્ષોથી કાર્યરત કાર્યકરોમાં અસ્વસ્થતા ફેલાઈ છે.

બીજી તરફ વાતાવરણને ઉશ્કેરવાના આરોપોને અંધારેએ નકારી કાઢ્યા છે, અને તેના બદલે પાર્ટી નેતૃત્વ પાસેથી આ લોકો સામે શિસ્તભંગના પગલાં લેવાની માગણી કરી છે. અંધારેના સમર્થકોએ ‘પદ માટે પાર્ટીને ઘેરવી ખોટી છે’ એવું વલણ અપનાવતા હવે વિવાદ વધ્યો છે.

એક તરફ, મહા વિકાસ આઘાડી ભાજપ સામે તાકાત બનાવવાનો પ્રયાસ કરી રહી છે, ત્યારે સોલાપુરમાં, તેના પોતાના લોકોમાં ‘જંગ’ ચાલી રહી છે. જિલ્લા સ્તરે આ વિવાદનો ઉકેલ આવવાના કોઈ સંકેત ન મળતા, શું પાર્ટીના વડા ઉદ્ધવ ઠાકરે હવે આ વિવાદમાં મધ્યસ્થી કરશે? એવા અનેક સવાલ ઉપસ્થિત થઈ રહ્યા છે.