Mon Sep 07 2026

Logo

બાંગ્લાદેશમાં આતંકી હુમલાની દહેશત, પોલીસે એલર્ટ જાહેર કર્યું

dhaka   2026-04-25 18:56:43
Author: Chandrakant Kanoja
બાંગ્લાદેશમાં આતંકી હુમલાની દહેશત, પોલીસે એલર્ટ જાહેર કર્યું

Reuters


ઢાકા: બાંગ્લાદેશ પોલીસે દેશના મુખ્ય સ્થળો પર સંભવિત આતંકી હુમલા અંગે એલર્ટ જાહેર કર્યું છે. જેમાં સંસદ સંકુલ, પૂજા સ્થળો, મનોરંજન સ્થળો અને લશ્કરી અને પોલીસ મથકોને નિશાન બનાવવામાં આવે તેવી શક્યતા છે.  ગુપ્તચર અહેવાલોના આધારે આ ચેતવણી આપવામાં આવી છે. 

અબુ બકરની ધરપકડ બાદ આ ચેતવણી જાહેર

આ અંગે મળતી માહિતી મુજબ પ્રતિબંધિત આતંકવાદી સંગઠનના સભ્ય ઇસ્તિક અહેમદ સામી ઉર્ફે અબુ બકરની તાજેતરમાં ધરપકડ બાદ આ ચેતવણી જાહેર કરવામાં આવી છે.  પોલીસ પાસે સંભવિત હુમલો કરનાર  બે કથિત  હુમલાખોરની પ્રોફાઇલ પણ ઉપલબ્ધ છે. જોકે કોઈ ચોક્કસ સંગઠનનું નામ આપવામાં આવ્યું નથી. 

પોલીસને સતર્કતા વધારવાનો નિર્દેશ આપ્યો

પોલીસ મુખ્યાલયે ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ, સ્પેશિયલ બ્રાન્ચ અને કાઉન્ટર ટેરરિઝમ એન્ડ ટ્રાન્સનેશનલ ક્રાઇમ યુનિટ સહિત વિશેષ પોલીસ એકમોને તેમની સતર્કતા વધારવાનો નિર્દેશ આપ્યો છે. દેશભરના નિયમિત પોલીસ દળોને પણ હાઇ એલર્ટ પર રહેવાનું કહેવામાં આવ્યું છે. પશ્ચિમી જિલ્લાના પોલીસ વડાએ આ નિર્દેશ મળ્યાની પુષ્ટિ કરી અને જણાવ્યું કે તેમના અધિકારક્ષેત્રમાં આવતા સ્ટેશનો પર સુરક્ષા સધન કરવામાં આવી છે.