Tue Oct 06 2026

Logo

મહારાષ્ટ્રના ભંડારામાં લગ્નથી પરત ફરી રહેલા પરિવારના 5 સભ્યોના કરુણ મોત

2026-04-24 21:31:03
Author: Mumbai Samachar Team
મહારાષ્ટ્રના ભંડારામાં લગ્નથી પરત ફરી રહેલા પરિવારના 5 સભ્યોના કરુણ મોત

ભંડારાઃ મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં લગ્ન માણી મહેમાનોને પાછા લઈ જતી કાર સાથે ઝડપી ગતિએ આવતી ટ્રક અથડાતાં ચાર મહિલા સહિત પાંચ લોકોના મૃત્યુ થયા હતા અને ચાર જણને ઈજા થઈ હોવાનું પોલીસે શુક્રવારે જણાવ્યું હતું. 

ગુરુવારે રાત્રે 9 વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો. લગ્નમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે વિરુદ્ધ દિશામાંથી આવતી ઝડપી ટ્રકે કારને ટક્કર મારી હતી. અકસ્માતમાં એક દંપતી અને માતા-પુત્રી સહિત પાંચ લોકો મૃત્યુ પામ્યા હતા. 

ટ્રક અને કાર વચ્ચે એટલી ભયાનક ટકરાઈ હતી કે ટક્કર સાથે કાર ચકનાચૂર થઈ ગઈ હતી. કારમાં ચાર મહિલા અને એક પુરુષનું ઘટનાસ્થળે મૃત્યુ થયા હતા. આ અકસ્માતમાં ત્રણ લોકો ઘાયલ થયા હતા. 

અકસ્માત પછી ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મૃતકમાં શ્વેતા નગરે, પ્રભાકર ચાચરકર અને તેમની પત્ની મુન્ની ચાચરકર સાથે નયના નગરે અને દુર્ગા નગરે (માતા દીકરી)નો સમાવેશ થાય છે. ઘાયલ લોકોમાં વરપક્ષના સંબંધીઓનો સમાવેશ થાય છે.

પોલીસે ટ્રક ડ્રાઈવર દુર્ગેશ યાદવ (૪૦)ની ધરપકડ કરી તેની સામે ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ અને મોટર વાહન અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.