Sat Aug 22 2026

Logo

નર્મદાના 11 ગામોના 18 હજાર લોકોને મોટી રાહત, રૂ. 302.40 કરોડના ખર્ચે બનશે બે નવા બ્રિજ

2026-02-24 21:33:29
Author: Mayur Patel
Article Image

ગાંધીનગરઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે 302.40 કરોડના ખર્ચે બનનારા બે નવા બ્રિજના બાંધકામનને મંજૂરી આપી હતી. જેનાથી નર્મદા જિલ્લાના 11 ગામડના 18,000થી વધુ લોકોને જિલ્લા અને તાલુકા મથકે આવવાની સરળતા રહેશે. મળતી વિગત પ્રમાણે, નર્મદા જિલ્લાના રેંગણ ઘાટથી રામપુરા ઘાટ ઉપર પૂલ માટે 123.13 કરોડ અને શહેરાવ ઘાટથી તિલકવાડા ઘાટને જોડતા પૂલ માટે 179.27 કરોડ રૂપિયા મંજૂર કર્યા હતા 

આદિજાતિ ક્ષેત્ર નર્મદા જિલ્લામાં આ બે પૂલના નિર્માણથી ઉત્તર અને દક્ષિણ વિસ્તારના તિલકવાડા, વાસણ, રેંગણ, રામપુરા, માંગરોલ અને શહેરાવ સહિતના ગામોમાં વસતા ગ્રામ જનોને પણ અવર-જવર માટે સુગમતા રહેશે તથા આ વિસ્તારમાંથી શાળા-કોલેજોમાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓને ચોમાસાના સમય દરમિયાન પણ આવવા-જવામાં સુવિધાયુક્ત રસ્તાની સવલત મળશે.

એટલું જ નહિ, નાંદોદ અને તિલકવાડા તાલુકામાં દર વર્ષે ચૈત્ર માસ દરમિયાન યોજાતી ઉત્તરવાહિની પરીક્રમામાં આવતા લાખો પરીક્રમા વાસીઓને ભવિષ્યમાં આ બંન્ને પૂલોનો લાભ મળવાથી કુલ 17 કિલોમીટરનો ફેરાવો ઘટશે અને સમય તથા ઈંધણની પણ બચત થશે.