Thu Apr 16 2026

Logo

ઈરાન સામેની જંગમાં ટ્રમ્પે આપી ધમકી, કહ્યું આજની રાત કયામતની રાત હશે

Tehran   2026-04-07 19:26:54
Author: Mumbai Samachar Team
Article Image

તેહરાનઃ મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી લડાઈમાં ટ્રમ્પ હવે પતાવવાના મૂડમાં નહીં પણ તાકાત બતાવવાના મૂડમાં હોય એવું લાગી રહ્યું છે. ઈરાનમાં મંગળવારે થયેલા હુમલામાં કુલ 35 લોકોના મૃત્યું થયા છે. અલ્બોર્જ પ્રાતમાં 18 લોકોના મૃત્યું થયા છે. રિપોર્ટ અનુસાર અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ યુદ્ધ ખતમ કરવા માગે છે પણ ઈરાન કોઈ રીતે માનવા તૈયાર નથી. હોર્મુઝ ક્રીક ન ખોલવા પર ઈરાનને બરબાદ કરવાની ધમકી અમેરિકાએ આપી છે. 

ઈરાનનો નાશ કરીશુ
અમેરિકાના રાષ્ટ્રપતિએ ધમકી આપી છે કે, ઈરાન માનશે નહીં તો ઈરાનનો નાશ કરી દઈશું. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરતા ટ્રમ્પે કહ્યું હતું કે, આજની રાત્રે સભ્યતાની મોત થશે. આજની રાત ઈરાન માટે કયામતની રાત હશે. આ જે સભ્યતા મરશે એને પાછી લાવી શકાશે નહીં. હું નથી ઈચ્છતો કે આવું થાય.પણ શક્યતાઓ પૂરેપૂરી છે. અત્યારે અમેરિકા પાસે પૂર્ણ અને સંપૂર્ણ સત્તા પરિવર્તન કરવા માટેનો મોકો છે.આજની રાત્રે અમે દુનિયાના સૌથી લાંબા અને જટિલ ઈતિહાસના સૌથી મહત્ત્વપૂર્ણ ક્ષણને તૈયાર કરવા જઈ રહ્યા છીએ. 47 વર્ષ સુધી જબરદસ્તીથી વસુલી, ભ્રષ્ટાચાર ને આખરે નિર્ણય થવા જઈ રહ્યો છે. ઈશ્વર ઈરાનના મહાન લોકોની સુરક્ષા કરે.

આજની રાત કયામતની
ઈરાન માટે આજની રાત કયામતની રાત હશે. ઈરાન પર હુમલો કરવાનો સમય પણ નક્કી થઈ ગયો છે. આજે રાત્રે 8 વાગ્યે ઈરાને કોઈ રીતે ડીલ ન માની તો ઈરાનમાં બરબાદીનો ચિત્ર ઊભું થશે. પુલ, પ્લાન્ટ અને તેલ ટર્મિનલનો ખાતમો બોલાવીશું.ઈરાનમાં એકપણ પાવરપ્લાન્ટ નહીં બચે. ઈરાન જો એવું ઈચ્છતું હોય કે, આવું કંઈ ન થાય તો 8 વાગ્યા પહેલા તે ડીલ કરી લે. કારણ હવે દસ દિવસ પૂરા થઈ ગયા છે. હવે ભયાનક યુદ્ધ થશે અને હુમલા પણ સતત થશે. હોર્મુઝ ક્રીક નહીં ખોલે તો ઈરાનમાં સર્વનાશ થશે. માત્ર 4 કલાકમાં એવા હુમલા કરીશુ કે માત્ર ધુમાડાં જ દેખાશે. 

હુમલાનો જવાબ આપશે
ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાધચીએ કહ્યું હતું કે, અમે આ યુદ્ધનો અંત લાવવા માગીએ છીએ. પણ હુમલો થશે તો જડબાતોડ જવાબ દેવામાં આવશે. જેથી અમેરિકા ભવિષ્યમાં પણ ક્યારેય હુમલો ન કરી શકે.ઈરાન પાસેથી અમેરિકા ઘણું શીખ્યું હશે એટલે એમને ખ્યાલ આવી ગયો હશે. ઈરાન હુમલાનો જવાબ આપશે અને કાર્યવાહી પણ કરશે