તેહરાનઃ મિડલ ઈસ્ટના વર્તમાન સંકટમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ગજગ્રાહ ચરમસીમાએ છે.અમેરિકા આ ક્ષેત્રમાં પોતાના હિતો અને ઈઝરાયેલ જેવા સાથી દેશોના સહારે ઈરાનને લલકાર્યું હતું. હવે રાજદ્વારી દબાણ અને આર્થિક પ્રતિબંધો દ્વારા ઈરાનને રોકવાનો પ્રયાસ કરી રહ્યું છે. ટેરિફની ધમકી આપ્યા બાદ આ યુદ્ધમાં દરરોજ નવા વળાંક જોવા મળે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે ટેલિફોનિક વાતચીત કરી લેબનાન પર હુમલાઓ ઘટાડવા વિનંતી કરી છે. આ વાતચીત મધ્ય-પૂર્વમાં વધી રહેલા તણાવને ડામવા માટે મહત્વપૂર્ણ અપીલ મનાય છે.
સીઝફાયરને સફળ બનાવી શકાય
રાષ્ટ્રપતિ ટ્રમ્પે નેતન્યાહુને જણાવ્યું હતું કે લેબનોન પર હુમલા ઘટાડવાથી અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી સીઝફાયર વાટાઘાટોને સફળ બનાવવામાં મોટી મદદ મળશે. ટ્રમ્પનું માનવું છે કે, જો હુમલા ઘટશે તો રાજકીય સ્તરે ચાલી રહેલી પ્રક્રિયામાં વધુ સાનુકૂળ વાતાવરણ ઊભું થશે. વાતચીતથી સમાધાન તરફ આગળ વધી શકાશે.બન્ને નેતાઓ વચ્ચે વાતચીત એવા સમયે થઈ રહી છે જ્યારે ઈઝરાયલે લેબનાન પર હુમલો કર્યો હતો. જેને સીઝફાયરનું ઉલ્લંઘન છે. નેતન્યાહુએ જાહેરમાં કહ્યું હતું કે, ઈઝરાયલ લેબનાન પર પૂરી તાકાતથી હુમલા કરશે.આ નિવેદન બાદ વૈશ્વિક સ્તરે ચિંતાનો માહોલ છે. ખાસ કરીને યુરોપ અને મિડલ ઈસ્ટમાં માહોલ તણાવગ્રસ્ત છે.
ઈરાનની ધમકી પણ નોંધનીય
ઈરાન તરફથી પણ જવાબી હુમલો થતા માહોલ ગરમાયો હતો. ઈરાને કહ્યું હતું કે, સીઝફાયર જાહેર કર્યા બાદ પણ હુમલો એ નિયમનો ભંગ છે. ઈરાનના સૈનિકોની આંગળી પણ ટ્રિગર પર છે અને આ એક ગંભીર ચેતવણી છે. ટ્રમ્પ અને નેતન્યાહુની વાતચીત બાદ એવું માનવામાં આવી રહ્યું છે કે, હવે શાંતિ સ્થપાશે. હુમલા બંધ થશે.નેતન્યાહુએ પણ કહ્યું હતું કે, લેબનાન તરફથી પણ અનેકવાર વાતચીત મુદ્દે અપીલ કરવામાં આવી છે. ટૂંક સમયમાં વાર્તાલાપ શરૂ કરવામાં આવે એવી અપીલ આવી છે.
શાંતિના પ્રયાસની વાત
નેતન્યાહુએ લેબનાનના વડાપ્રધાનના એ નિવેદનનું પણ સ્વાગત કર્યું જેમા તેમણે બૈરૂતને સૈન્ય પ્રવૃતિઓથી મુક્ત કરવાની વાત કરી હતી. લેબનાનના વડાપ્રધાન નવાફ સલામે કહ્યું હતું કે, સંયુક્ત રાષ્ટ્રમાં ઈઝરાયલની સામે ફરિયાદ દાખલ કરાશે. એમના તરફથી થયેલા હુમલાઓમાં 200 લોકોનાં મોત થયા છે. આવા હુમલાઓ શાંતિ સ્થાપવા માટેના પ્રયાસને નબળા કરે છે. સરકારે સુરક્ષા હેતું બૈરૂતમાં સૈન્યની સાથે વધારાની બીજી સૈન્ય ટુકડીઓને હથિયાર સાથે તૈયાર રાખી હતી.