જ્યોતિષશાસ્ત્રમાં એક જ રાશિમાં ગ્રહોનું ગોચર અને તેમની યુતિને ખૂબ જ મહત્વપૂર્ણ ઘટનાઓ માનવામાં આવે છે. દ્રિક પંચાંગ અનુસાર, આવો જ એક દુર્લભ અને શુભ સંયોગ પાંચમી ઓગસ્ટ, 2026ના રોજ સર્જાવા જઈ રહ્યો છે. હાલમાં સૂર્ય અને ગુરુ પહેલાથી જ કર્ક રાશિમાં બિરાજમાન છે, અને હવે પાંચમી ઓગસ્ટના રોજ બુદ્ધિ અને વેપારના દાતા બુધ પણ કર્ક રાશિમાં પ્રવેશ કરશે, જેને કારણે ત્રિગ્રહી યોગનું નિર્માણ થઈ રહ્યું છે.
જ્યોતિષશાસ્ત્રમાં અ ત્રિગ્રહી યોગને ખુબ જ ખાસ માનવામાં આવ્યો છે અને ઓગસ્ટ મહિનામાં રચાઈ રહેલાં આ વિશેષ સંયોગની અસર તમામ 12 રાશિઓ પર જોવા મળશે, પરંતુ ચાર એવી ભાગ્યશાળી રાશિઓ છે જેમના માટે આ સમયગાળો અત્યંત લાભદાયી અને પ્રગતિશીલ સાબિત થવાનો છે. ચાલો જાણીએ કઈ ચાર રાશિઓ માટે આ ત્રિગ્રહી યોગ વરદાનરૂપ સાબિત થશે-
વૃશ્ચિકઃ
વૃશ્ચિક રાશિના જાતકો માટે આ ત્રિગ્રહી યોગ તેમની કુંડળીના નવા ભાવ (ભાગ્ય સ્થાન) માં બનવા જઈ રહ્યો છે. ભાગ્યના સંપૂર્ણ સમર્થનને કારણે તમારા લાંબા સમયથી અટકેલા કાર્યોને વેગ મળશે. ધાર્મિક અથવા વ્યવસાયિક યાત્રાઓના યોગ છે જે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણ મેળવવાના નવા માર્ગો ખુલશે અને આવકના નવા સ્ત્રોતો ઊભા થશે.
મિથુનઃ
મિથુન રાશિના જાતકો માટે આ શુભ યુતિ તેમના ધન ભાવ (વાણી અને નાણાકીય સ્થાન)માં રચાશે. તમારી આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો જોવા મળશે અને અટકેલા કે ફસાયેલા પેમેન્ટ્સ પાછા મળી શકે છે. તમારી વાણી વધુ મધુર અને પ્રભાવશાળી બનશે, જેનાથી તમે વ્યવસાયિક વ્યવહારો અને વાતચીતમાં અન્ય લોકોને સફળતાપૂર્વક પ્રભાવિત કરી શકશો.
મેષઃ
મેષ રાશિના જાતકો માટે આ ત્રિગ્રહી યોગ ચોથા ભાવ (સુખ અને વાહન સ્થાન)માં બનશે, જે ભૌતિક સુખ-સુવિધાઓનો કારક છે. નવું મકાન, મિલકત અથવા વાહન ખરીદવાનું તમારું સ્વપ્ન આ સમયગાળામાં સાકાર થઈ શકે છે. કાર્યસ્થળ પર તમારી મહેનત અને પ્રદર્શનની ઉચ્ચ અધિકારીઓ દ્વારા પ્રશંસા થશે, સાથે જ પ્રમોશનની પ્રબળ સંભાવનાઓ છે.
કર્કઃ
સૂર્ય, ગુરુ અને બુધની આ ત્રિગ્રહી યુતિ તમારી પોતાની જ રાશિ (કર્ક) માં રચાવા જઈ રહી છે, તેથી તમે આ સંયોગના સૌથી વધુ અને શુભ પ્રભાવોનો અનુભવ કરશો. સમાજમાં તમારું માન, આદર અને પ્રતિષ્ઠા શિખર પર પહોંચશે. તમારા આત્મવિશ્વાસમાં જબરદસ્ત વધારો થશે. તમારી કારકિર્દી અને વ્યવસાયમાં એકદમ નવી અને સુવર્ણ તકો ઊભી થશે, જે તમને ભવિષ્યમાં મોટી સફળતા અપાવશે.