Wed Aug 19 2026

Logo

નંદુરબારના તોરણમલમાં 3,500 ફૂટ ઊંડી ખીણ પર ઝીપલાઇનમાં ફસાયો પ્રવાસી, સ્ટાફે મહામહેનતે બચાવ્યો જુઓ વીડિયો

2026-07-30 21:21:00
Author: Mumbai Samachar Team
Article Image

નંદુરબાર: મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના જાણીતા હિલ સ્ટેશન તોરણમલમાં સમયસર બચાવકાર્ય હાથ ધરવામાં આવતા એક મોટી દુર્ઘટના થતા અટકી ગઈ હતી. ઘટનામાં નંદુરબારના સીતાખાઈ પોઇન્ટ પર 3,500 ફૂટ ઊંડી ખીણ પર શરૂ થયેલી ઝીપલાઇન પર રોમાંચક અનુભવ લેવા પહોંચેલા એક ટૂરિસ્ટ અચાનક જ અડધા રસ્તે ફસાઈ જતા અટકી ગયા હતા. ટેક્નિકલ ખામીના લીધે ઝીપલાઇન અધવચ્ચે રોકાઈ જતા ટુરિસ્ટ ઊંડી ખીણ ઉપર હવામાં લટકી ગયો હતો. 

આ બનાવ બાદ થોડા સમયમાં જ તે સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જે ઝીપલાઇન પર પર્યટક રોમાંચક સફરનો આનંદ લેવા નીકળ્યો હતો. ત્યાં જ અચાનક તેની મુશ્કેલીઓ વધી ગઈ હતી. નીચે આશરે 3,500 ફૂટ ઊંડી ખીણ અને ઉપર હવામાં અટકેલા ટૂરિસ્ટ મદદ માટે રાહ જોઈ રહ્યા હતા. સ્થિતિની ગંભીરતાને જોતા ઝીપલાઇન સ્ટાફ તરત જ હરકતમાં આવી ગયા હતા. 

ઘટનાસ્થળે હાજર ઝીપલાઇન કર્મચારીઓએ સમય વેડફ્યા વિના બચાવ અભિયાન હાથ ધર્યું હતું. સ્ટાફે અત્યંત સાવધાની અને કુશળતાથી જીપલાઇન પર ફસાયેલા પર્યટકો સુધી પહોંચવાના પ્રયત્નો કર્યા હતા. રાહત અને બચાવ અભિયાન દરમિયાન પર્યટકને સુરક્ષિતરીતે બહાર કાઢવા માટે જરૂરી પગલાં ઉઠાવવામાં આવ્યા હતા.  આખરે સ્ટાફની મહેનત સફળ ગઈ અને ટૂરિસ્ટને કુશળતાથી બચાવી લેવામા આવ્યો હતો. 

3500 ફૂટ ઊંડી ખીણ ઉપર અટક્યો હતો ટૂરિસ્ટ 

તોરણમલ મહારાષ્ટ્રના મુખ્ય પર્યટન સ્થળોમાં સામેલ છે અહીં મોટી સંખ્યામાં પર્યટકો કુદરતી સૌંદર્યનો આનંદ લેવા આવતા હોય છે. તેના લીધે પર્યટકો માટે એડવેન્ચર સ્પોર્ટ્સની સુવિધાઓ પણ વિકસાવવામાં આવી રહી છે. સીતાખાઈ પર શરૂ કરવામાં આવેલી નવી ઝીપલાઇન પણ આ એડવેન્ચરની પ્રવૃત્તિઓનો ભાગ છે. 
વિગતો અનુસાર ટુરિસ્ટ આ નવી ઝીપલાઇન પર રોમાંચક અનુભવ મેળવવા માટે સવારી લઇ રહ્યો હતો. ઝીપલાઇન દ્વારા તે ખીણ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક ટેક્નિકલ સમસ્યા સામે આવતા ઝીપલાઇન વચ્ચે જ થંભી જતા પર્યટક ફસાઈ ગયો હતો. 

સ્થિતિ એટલા માટે ગંભીર બની હતી કારણકે આ ઝીપલાઇન આશરે 3 હજાર 500 ફૂટ ઊંડી ખીણ ઉપર હતી. એવામાં કોઈપણ પ્રકારની ઉતાવળ કે ભૂલના લીધે મોટી દુર્ઘટના બની શકી હોત, જો કે ઝીપલાઇન સ્ટાફની સજાગતાના લીધે સમયસર બચાવ અભિયાન હાથ ધરતા પર્યટકને સલામત રીતે બચાવી લેવાયો હતો. 

સતર્ક સ્ટાફે મોરચો સંભાળ્યો 

ઘટનાની જાણકારી મળતા જ જીપલાઇન કર્મચારીઓ સક્રિય બન્યા હતા. સ્ટાફે ફસાયેલા ટુરીસ્ટને સુરક્ષિત બચાવવા માટે બચાવ અભિયાન શરૂ કર્યું હતું જ્યા તેમણે ઊંચાઈ અને ઊંડી ખીણ જોતા ખૂબ સાવધાનીપૂર્વક અભિયાન પૂર્ણ કર્યું હતું. દરમિયાન પર્યટકને કોઈપણ પ્રકારની મુશ્કેલી ના પડે તે જમીન પર સુરક્ષિત પહોંચી શકે તેનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. આખરે સફળતા પણ મળી હતી. 

બચાવ કાર્ય પૂર્ણ થતા હાજર લોકોએ રાહતના શ્વાસ લીધા હતા. બચાવ અભિયાન બાદ સ્થળની સ્થિતિ પણ સામાન્ય બની હતી. ઝીપલાઇન સ્ટાફની તત્પરતા અને સુજ્બુજના લીધે એક મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.