Sat Sep 05 2026

Logo
IPL 2026:

IPL 2026ના 5 સૌથી યુવા ખેલાડી, વૈભવ સૂર્યવંશી સહિત આની પર રહેશે નજર

2026-03-18 10:31:00
Author: Mayur Patel
IPL 2026ના 5 સૌથી યુવા ખેલાડી, વૈભવ સૂર્યવંશી સહિત આની પર રહેશે નજર

નવી દિલ્હીઃ ક્રિકેટનો મહાકુંભ ગણાતી ઈન્ડિયન પ્રીમિયર લીગના 19મી સિઝનની શરૂઆત 28 માર્ચથી થશે. પ્રથમ મુકાબલો સનરાઈઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રમાશે. આ સિઝનમાં આ 5 સૌથી યુવા ખેલાડીઓ પર રહેશે નજર.

વૈભવ સૂર્યવંશીઃ આઈપીએલ 2026માં વૈભવ સૂર્યવંશી સૌથી યુવા ખેલાડી તરીકે ઉતરશે. તેની ઉંમર હાલ માત્ર 14 વર્ષ છે. ગત સિઝનમાં વિસ્ફોટક બેટિંગથી તેણે તમામને પ્રભાવિત કર્યા હતા. ગત સિઝનમાં તેણે તોફાની બેટિંગથી તમામને પ્રભાવિત કર્યા હતા. ગુજરાત ટાઈટન્સ સામે રમાયેલી મેચમાં તેણે આઈપીએલ ઈતિહાસથી બીજી સૌથી ઝડપી સદી ફટકારી હતી.

આયુષ મ્હાત્રે: 16 જુલાઈ 2007ના રોજ જન્મેલા ચેન્નાઈ સુપર કિંગ્સના બેટ્સમેન આયુષ મ્હાત્રે આઈપીએલ 2026માં રમનારો બીજો સૌથી યુવા ખેલાડી હશે. હાલમાં આયુષની ઉંમર 18 વર્ષ અને 160 દિવસ છે. આયુષ માટે ગત સીઝન શાનદાર રહી હતી. તેણે 7 મેચોમાં 188ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરતા 240 રન બનાવ્યા હતા. ચેન્નાઈ સુપર કિંગ્સને આ સિઝનમાં આયુષ પાસેથી દમદાર પ્રદર્શનની આશા રહેશે.

સાહિલ પારેખ: આઈપીએલ 2026માં ભાગ લેનારા સાહિલ પારેખ ત્રીજા સૌથી યુવા ખેલાડી હશે. સાહિલની ઉંમર હાલમાં 18 વર્ષ અને 199 દિવસ છે. દિલ્હી કેપિટલ્સ દ્વારા હરાજી  માં 30 લાખ રૂપિયાની બોલી લગાવીને સાહિલને પોતાની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ  સિઝનમાં દિલ્હીને સાહિલ પાસેથી સારા પ્રદર્શનની અપેક્ષા રહેશે.

સાત્વિક દેસવાલ: આઈપીએલ 2026 માટે યોજાયેલી હરાજીમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ સાત્વિક દેસવાલને 30 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. સાત્વિક આ સિઝનમાં રમનારો ચોથો સૌથી યુવા ખેલાડી હશે. તેની ઉંમર 18 વર્ષ અને 275 દિવસ છે. સાત્વિક ડાબા હાથનો સ્પિન બોલર છે. જો સાત્વિકને પ્લેઈંગ ઈલેવનમાં તક મળશે, તો તે પોતાની બોલિંગથી ચોક્કસપણે પ્રભાવ પાડવા માંગશે.

વિહાન મલ્હોત્રા: અંડર-19 વર્લ્ડ કપમાં પોતાની બેટિંગથી સૌને પ્રભાવિત કરનાર વિહાન મલ્હોત્રા આઈપીએલ 2026માં ભાગ લેનારો પાંચમો સૌથી યુવા ખેલાડી હશે. વિહાનની હાલની ઉંમર 18 વર્ષ અને 356 દિવસ છે. વિહાનને પણ આરસીબીએ 30 લાખ રૂપિયામાં ખરીદ્યો છે.