મેષ:
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો મિશ્ર ફળદાયી રહેવાનો છે. નોકરી કરી રહેલાં જાતકોને આજે કામના સ્થળે કામનું ભારણ વધુ રહેવા છતાં તમે તમારી સૂઝબૂઝથી સફળતા મેળવશો. રવિવાર હોવાથી પરિવાર સાથે સારો સમય વિતશે, પરંતુ કોઈ જૂની બાબતે વિવાદ ન થાય તેનું ધ્યાન રાખવું. આર્થિક બાબતોમાં સાવધાની રાખવી અને બિનજરૂરી ખર્ચ ટાળવો. સ્વાસ્થ્ય બાબતે થોડી નરમાશ અનુભવી શકો છો, તેથી પૂરતો આરામ લેવો હિતાવહ છે. જીવનસાથી સાથે કોઈ જગ્યાએ શોપિંગ પર જવાનું બપ્લાનિંગ કરી શકો છે. સ્વાસ્થ્ય થોડું નરમ ગરમ રહેશે.
વૃષભ:
આજનો દિવસ વૃષભ રાશિના જાતકોને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. જો કોઈ કામ લાંબા સમયથી અટકી પડ્યું હશે તો આજે એ પણ પૂરું થઈ રહ્યું છે અને એને કારણે તમારી ખુશીનો પાર નહીં રહે. સામાજિક પ્રસંગોમાં તમારી હાજરી નોંધપાત્ર રહેશે અને માન-સન્માનમાં વધારો થશે. વેપારીઓ માટે દિવસ લાભદાયક છે, નવી ડીલ ફાઈનલ થઈ શકે છે. જીવનસાથી સાથેના સંબંધોમાં મધુરતા આવશે અને તમે ક્યાંક બહાર ફરવા જવાની યોજના બનાવી શકો છો. વિદ્યાર્થીઓ માટે દિવસ મહેનત માગી લે તેવો છે. સંતાનની સંગત પર આજે ખાસ ધ્યાન આપવું પડશે, નહીં તો તે ખોટી સંગતમાં ફસાઈ શકે છે.
મિથુનઃ
મિથુન રાશિના જાતકોએ આજે પોતાની વાણી અને વર્તન બંને પર સંયમ રાખવો ખૂબ જ જરૂરી છે, નહીંતર નજીકના સંબંધીઓ સાથે અણબનાવ થઈ શકે છે. માનસિક ચિંતાઓને કારણે તમે થોડા અશાંત રહી શકો છો, તેથી ધ્યાન કે યોગનો સહારો લેવો. નાણાકીય લેવડ-દેવડમાં છેતરાવાની શક્યતા હોવાથી સાવચેત રહેવું. સાંજનો સમય બાળકો સાથે વિતાવવાથી મન હળવું થશે. કરિયરમાં કોઈ મોટો નિર્ણય લેતા પહેલા અનુભવીની સલાહ લેવી. મોસાળ તરફથી આજે તમને અપરંપાર લાભ થઈ રહ્યો છે. કોર્ટ-કચેરીના કેસમાં પણ રાહત મળી રહી છે.
કર્ક:
કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેવાનો છે. આજે તમારી રચનાત્મક શક્તિ ખીલી ઉઠશે અને તમે કોઈ નવું કાર્ય શરૂ કરી શકશો. પરિવારના સભ્યોનો પૂરો સહકાર મળશે, જેનાથી ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે. આર્થિક રીતે સ્થિતિ મજબૂત બનશે અને જૂના દેવામાંથી મુક્તિ મળી શકે છે. લવ લાઈફમાં નવો ઉત્સાહ જણાશે. સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ બહારનું ખાવા-પીવાનું ટાળવું જોઈએ. મુસાફરીના યોગ બની રહ્યા છે. સમાજમાં તમારા માન-સન્માનમાં આજે વૃદ્ધિ થઈ રહી છે. જીવનસાથી તમારા માટે કોઈ સરપ્રાઈઝ પ્લાન કરી શકે છે.
સિંહ:
સિંહ રાશિના જાતકોએ આજે કોઈ પણ નિર્ણય ઉતાવળમાં લેવાથી બચવાનો રહેશે. આજે શત્રુઓ પર વિજય મેળવશો અને તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે. સરકારી કામકાજમાં આવતા અવરોધો દૂર થશે અને ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળશે. મિલકતને લગતા વિવાદોનો સુખદ અંત આવી શકે છે. રવિવાર હોવાથી તમે કોઈ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો. ખર્ચ પર કાબૂ રાખવો જરૂરી છે, નહીંતર ભવિષ્યમાં મુશ્કેલી પડી શકે છે. દાંપત્ય જીવનમાં સુખ જળવાઈ રહેશે. સંતાનને તમે આજે કોઈ જવાબદારી સોંપશો તો તે તેને સારી રીતે પૂરી કરશે.
કન્યા:
કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ અને સકારાત્મક પરિણામો લઈને આવશે. તમારી વ્યવસ્થિત કાર્યશૈલીને કારણે આજે તમે જટિલ પ્રશ્નોનો ઉકેલ લાવી શકશો. આર્થિક આયોજન સફળ થશે અને રોકાણ માટે દિવસ ઉત્તમ છે. સંતાનોના કરિયરને લઈને જે ચિંતા હતી તે દૂર થશે. ઓફિસમાં તમારા કામની પ્રશંસા થશે, જે પ્રમોશન તરફ દોરી શકે છે. મિત્રો સાથેની મુલાકાત યાદગાર રહેશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે, પરંતુ જૂના રોગોમાં બેદરકારી ન રાખવી. આજે કામની વ્યસ્તતા વચ્ચે પણ તમારે માતા-પિતાની સાથે બેસીને વાતચીત કરવા તેમને સમય આપવો પડશે.
તુલા:
તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ અપરંપાર લાભની તક લઈને આવી રહી છે. આજે તમારે તમારી લાગણીઓ પર કાબૂ રાખવો પડશે, કોઈની વાતોમાં આવીને ઉતાવળિયો નિર્ણય ન લેવો. જમીન-મકાન કે વાહનના સોદામાં કાગળોની બારીકાઈથી તપાસ કરવી. કૌટુંબિક જીવનમાં થોડી ઉથલપાથલ રહી શકે છે, પરંતુ ધીરજથી કામ લેવું. અચાનક નાણાકીય ખર્ચ આવી શકે છે, જેનાથી બજેટ ખોરવાય. વિદ્યાર્થીઓએ એકાગ્રતા વધારવાની જરૂર છે. ઈષ્ટદેવની આરાધનાથી શાંતિ મળશે. લાંબા સમય બાદ આજે કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે અને તમે એમની સાથે હસી-ખુશી સમય પસાર કરી શકો છો.
વૃશ્ચિક:
વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ લઈને આવી રહ્યો છે, જેને કારણે તમે મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર આવી શકશો. ભાઈ-બહેનોનો સાથ મળતા તમે કોઈ મોટું પારિવારિક કાર્ય પૂરું કરી શકશો. ટૂંકી મુસાફરીના યોગ છે, જે મનોરંજક રહેશે. આવકના નવા સ્ત્રોત ઊભા થશે, જે તમારી આર્થિક સ્થિતિને વેગ આપશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને સારા સમાચાર મળી શકે છે. પ્રેમ સંબંધોમાં વિશ્વાસ વધશે. આજે આકસ્મિક ધનલાભ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. વિદેશ જઈને ભણવા માંગતા વિદ્યાર્થીઓની કોઈ ઈચ્છા આજે પૂરી થઈ શકે છે.
ધન:
ધન રાશિના જાતકો માટે આજનો દિવસ જીવનમાં સકારાત્મક પરિવર્તન લઈને આવશે. આજે તમે તમારી બોલવાની છટાથી આજે તમે લોકોના દિલ જીતી શકશો. રોકાણ કરેલા નાણાંમાં સારું વળતર મળવાની શક્યતા છે. સામાજિક અને ધાર્મિક કાર્યોમાં તમારી રુચિ વધશે, જેનાથી આત્મસંતોષ મળશે. પરિવારમાં કોઈ માંગલિક પ્રસંગનું આયોજન થઈ શકે છે. આંખો અને દાંતની સમસ્યા પરેશાન કરી શકે છે, તેથી સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. ઉધાર આપેલા નાણાં પરત મળવાના યોગ છે. દૂર રહેતાં કોઈ સંબંધી આજે તમને મળવા આવી શકે છે. નોકરી કરી રહેલાં જાતકોને આજે કામના સ્થળે પરિવારનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે.
મકર:
મકર રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈ પણ નિર્ણય ઉતાવળમાં લેવાથી બચવાનો રહેશે. આજે તમારી અંદર નવી ઉર્જા અને આત્મવિશ્વાસનો સંચાર થશે. લાંબા સમયથી ચાલી આવતી કાયદાકીય મુશ્કેલીઓનો ઉકેલ આવશે. વિદેશ જવાની તક શોધી રહેલા લોકો માટે અનુકૂળ સમાચાર મળી શકે છે. બિઝનેસમાં નવી ભાગીદારી ફાયદાકારક સાબિત થશે. જીવનસાથીનો પૂરો ટેકો મળશે, જેનાથી મન પ્રસન્ન રહેશે. અહંકારથી બચવું, નહીંતર નજીકના મિત્રો સાથે વિવાદ થઈ શકે છે. આજે તમારી ભૂતકાળની કોઈ ભૂલ પરિવાર સામે આવી શકે છે. જેને કારણે તમારે નીચા જોણું થઈ શકે છે.
કુંભ:
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ સાવધાની સાથે આગળ વધવાનો રહેશે. આજે બિનજરૂરી દોડધામ અને ખર્ચમાં વધારો થઈ શકે છે, તેથી શાંતિ જાળવવી. કોઈ અજાણ્યા વ્યક્તિ પર વધુ પડતો વિશ્વાસ ન કરવો, નહીંતર છેતરાવાની શક્યતા છે. કાર્યસ્થળ પર વિરોધીઓ તમારી વિરુદ્ધ કાવતરાં કરી શકે છે, પરંતુ તમારી બુદ્ધિથી તમે બચી જશો. રાત્રે વહેલા ઊંઘવાની આદત પાડવી, જેનાથી માનસિક તાજગી જળવાઈ રહેશે. આધ્યાત્મિક પુસ્તકોનું વાંચન લાભદાયી રહેશે. જીવનસાથી સાથે કોઈ જગ્યાએ શોપિંગ પર જઈ શકો છો, પણ તમારે બજેટનું ખાસ ધ્યાન રાખવું પડશે.
મીન:
મીન રાશિના જાતકો માટે આજનો દિવસ તમારા માટે અત્યંત લાભદાયી રહેવાનો છે. અટકેલા નાણાં અચાનક પરત મળી શકે છે, જેનાથી આર્થિક બોજ હળવો થશે. નોકરીમાં તમારી બદલી કે બઢતીના સમાચાર મળી શકે છે. સામાજિક ક્ષેત્રે તમારું માન વધશે અને નવા પ્રભાવશાળી લોકો સાથે ઓળખાણ થશે. લવ લાઈફમાં મધુરતા જળવાઈ રહેશે. શેરબજાર કે લોટરી જેવી બાબતોમાં જોખમ લેતા પહેલા વિચારવું પડશે, નહીં તો નુકસાન થવાની શક્યતા છે. માતા-પિતાના આશિર્વાદથી આજે કોઈ અટકી પડેલું કામ પૂરું થઈ રહ્યું છે. ધનલાભ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે.