Sat Oct 03 2026

Logo
Todays horoscope

આજનું રાશિફળ (17-09-2026): કઈ રાશિઓ પર થશે ધનવર્ષા અને કોણે રહેવું પડશે સાવધાન? જોઈ લો તમારા માટે કેવો રહેશે દિવસ?

2026-09-17 00:01:00
Author: Darshana Visaria
આજનું રાશિફળ (17-09-2026): કઈ રાશિઓ પર થશે ધનવર્ષા અને કોણે રહેવું પડશે સાવધાન? જોઈ લો તમારા માટે કેવો રહેશે દિવસ?

મેષઃ

મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ તમારા માટે ઉર્જા અને ઉત્સાહથી ભરેલો રહેશે. કાર્યક્ષેત્રે અટકેલા કામો પૂરા કરવામાં સહકર્મીઓનો સારો સાથ મળશે. વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને અચાનક મોટો આર્થિક લાભ થવાની શક્યતા છે. પારિવારિક વાતાવરણ શાંત અને ખુશનુમા રહેશે. જીવનસાથી સાથે કોઈ નવી યોજના પર ચર્ચા થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં એકાગ્રતા જાળવવાનો સારો સમય છે. વાહન ચલાવતી વખતે ઉતાવળ ન કરવી. સાંજનો સમય જૂના મિત્રો સાથે આનંદમાં વીતશે. લાંબા સમય બાદ આજે કોઈ જૂના મિત્ર સાથે તમારી મુલાકાત થઈ રહી છે. 

વૃષભઃ

વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ સમાજસેવાના કાર્યો સાથે જોડાઈને નામ કમાવાનો રહેશે. આજે તમારે તમારા ખર્ચ પર વિશેષ નિયંત્રણ રાખવાની જરૂર પડશે. નાણાકીય લેવડ-દેવડમાં સાવધાની રાખવી જરૂરી છે, નહીં તો નુકસાન થઈ શકે. ઓફિસમાં વિરોધીઓ તમારી છબી ખરાબ કરવાનો પ્રયાસ કરી શકે છે, તેથી પોતાના કામ પર જ ધ્યાન આપો. પારિવારિક બાબતોમાં વડીલોની સલાહ અત્યંત ઉપયોગી સાબિત થશે. સ્વાસ્થ્યને લઈને પેટ સંબંધિત નાની-મોટી તકલીફો જણાઈ શકે છે. સંતાનોની પ્રગતિ જોઈને મન પ્રસન્ન રહેશે. અચાનક ટૂંકી મુસાફરીના યોગ બની રહ્યા છે. દિવસના અંતે માનસિક શાંતિ મળશે.

મિથુનઃ 

મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ અપરંપાર લાભની તક લઈને આવી રહ્યો છે. સામાજિક અને વ્યાવસાયિક સ્તરે તમારો માન-મોભો વધશે. વેપારમાં નવી ભાગીદારી અથવા નવા કરાર થવાના મજબૂત સંકેતો છે. અટવાયેલા પૈસા પાછા મળવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. પરિવારના સભ્યો સાથે તાલમેલ સારો રહેશે અને માંગલિક પ્રસંગની યોજના બનશે. પ્રેમ જીવનમાં પરસ્પર વિશ્વાસ અને સ્નેહ વધશે. કાર્યસ્થળ પર તમારી વાણી અને વર્તનથી અન્ય લોકો પ્રભાવિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે પરિણામ અનુકૂળ આવી શકે છે.

કર્કઃ

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ જીવનમાં સફળતા અને સકારાત્મક્તા લઈને આવી રહ્યો છે. નોકરી અને કરિયરમાં નવી તકો પ્રાપ્ત થવાથી મન ઉત્સાહિત રહેશે. ઓફિસમાં અધિકારીઓ તમારી કામગીરીની પ્રશંસા કરશે. ઘર-પરિવારમાં કોઈ વાતને લઈને નાની ગેરસમજ થઈ શકે છે, તેથી મૌન રહેવું હિતાવહ છે. આવકના નવા સ્ત્રોત ખુલશે, પરંતુ બિનજરૂરી ખરીદીથી બચવું જોઈએ. સ્વાસ્થ્યમાં આંખ અથવા માથાનો દુખાવો પરેશાન કરી શકે છે, પૂરતો આરામ લેવો. ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે અને કોઈ પવિત્ર સ્થળની મુલાકાત લઈ શકો છો. મિત્રો તરફથી મુશ્કેલ સમયમાં સંપૂર્ણ સહયોગ મળશે.

સિંહઃ

સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ એક પછી એક સારા સમાચાર લઈને આવી રહ્યો છે. આજે તમને આ રાશિના જાતકો માટે ભાગ્યનો પૂરો સાથ મળવાથી મુશ્કેલ કાર્યો પણ સરળતાથી પૂર્ણ થશે. રોકાણ માટે આજનો દિવસ શુભ છે, લાંબા ગાળે સારો નફો મળશે. વેપારમાં પ્રગતિ અને વિસ્તરણના નવા દરવાજા ખુલશે. પિતા અથવા વડીલો સાથેના સંબંધો મજબૂત બનશે અને તેમના આશીર્વાદ ફળશે. પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે અને લગ્નની વાત આગળ વધી શકે છે. સ્વાસ્થ્ય એકંદરે ઉત્તમ રહેશે અને મનમાં સકારાત્મક વિચાર રહેશે. સામાજિક કાર્યોમાં સક્રિય ભાગીદારીથી તમારી પ્રતિષ્ઠા વધશે.

કન્યાઃ 

કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ આજે માનસિક તણાવ અને કામના બોજથી બચવું જરૂરી છે. કાર્યક્ષેત્રે કોઈ પણ ઉતાવળિયો નિર્ણય નુકસાનકારક સાબિત થઈ શકે છે. નાણાકીય દ્રષ્ટિએ દિવસ સામાન્ય રહેશે, પરંતુ ઉધાર આપેલા નાણાં પાછા મેળવવામાં વિલંબ થશે. પરિવારમાં કોઈ સભ્યના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહી શકે છે. જીવનસાથી સાથે વિવાદ ટાળવા માટે તેમની લાગણીઓને માન આપો. વિદ્યાર્થીઓએ પોતાના લક્ષ્ય પરથી ધ્યાન ભટકવા ન દેવું. સાંજે શાંત વાતાવરણમાં ધ્યાન અથવા પૂજા કરવાથી માનસિક રાહત મળશે. સંતાનને કોઈ જવાબદારી સોંપશો તો આજે તે તમારી જવાબદારી સોંપશે. 

તુલાઃ 

તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો કાળજીપૂર્વક કોઈ પણ કામમાં આગળ  વધવાનો રહેશે. ભાગીદારીના વ્યવસાયમાં સારો ફાયદો જોવા મળશે અને નવા ગ્રાહકો જોડાશે. દાંપત્ય જીવનમાં સુખ-શાંતિ રહેશે અને બંને વચ્ચે સારો તાલમેલ જોવા મળશે. લાંબા સમયથી અટકેલા સરકારી કામો સરળતાથી ઉકેલાઈ જશે. આવકમાં વધારો થતાં બચત કરવાની સારી તક મળશે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે અને તમે તાજગી અનુભવશો. કલા, સંગીત કે સર્જનાત્મક ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને ઉત્કૃષ્ટ તકો મળશે. સાંજનો સમય પરિવાર સાથે બહાર જમવા કે ફરવામાં વિતાવી શકો છો. 

વૃશ્ચિકઃ

વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ નોકરીયાત વર્ગ માટે પરિણામે ખૂબ જ સારો રહેશે, પ્રમોશન અથવા નવી જવાબદારી મળી શકે છે. ગુપ્ત શત્રુઓ પરાજિત થશે અને તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે. આર્થિક રીતે સ્થિતિ મજબૂત બનશે, પરંતુ લોન કે ઉધાર લેવાથી દૂર રહેવું. ખાવા-પીવાની ટેવો પર ધ્યાન આપવું જરૂરી છે, જેથી મોસમી બીમારીથી બચી શકાય. પરિવારમાં ભાઈ-બહેનોનો સહકાર મળશે. કોઈ જૂના કાનૂની વિવાદમાં તમારા પક્ષમાં નિર્ણય આવી શકે છે. દિવસના અંતે અપેક્ષિત પરિણામો મળવાથી સંતોષ રહેશે. જીવનસાથી સાથે આજે શોપિંગ પર જશો, પરંતુ તમારે બજેટનું ખાસ ધ્યાન રાખવું પડશે. 

ધનઃ

ધન રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈ પણ નિર્ણય ખૂબ જ સમજી વિચારીને નિર્ણય લેવાનો રહેશે. બૌદ્ધિક કાર્યો અને રચનાત્મક પ્રવૃત્તિઓમાં ઉત્તમ સફળતા મળશે. વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ અભ્યાસના માર્ગ ખુલશે અને ઉત્સાહ જળવાઈ રહેશે. શેરબજાર કે જોખમી રોકાણથી હાલ પૂરતું દૂર રહેવું વધુ સલાહભર્યું છે. સંતાનો તરફથી કોઈ સારા સમાચાર મળવાથી મન પ્રફુલ્લિત રહેશે. પ્રેમ સંબંધોમાં વધુ નિકટતા આવશે અને સાથી સાથે સારો સમય પસાર થશે. કામના સ્થળે સહકર્મીઓ સાથે દલીલબાજીથી બચવું. સાંજનો સમય આધ્યાત્મિક કે પુસ્તક વાંચન જેવી શાંત પ્રવૃત્તિઓમાં વિતાવશો.

મકરઃ

મકર રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ પરિણામદાયી રહેશે. ઘર અથવા જમીન-મકાન સંબંધિત મામલાઓમાં મહત્વના નિર્ણયો લઈ શકાય છે. પરિવારના સભ્યોની જરૂરિયાતો પૂરી કરવામાં સમય અને નાણાં ખર્ચાશે. કાર્યસ્થળ પર વધારે પડતા કામના ભારણને કારણે થાક અનુભવાઈ શકે છે. માતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું અને તેમની સાથે સમય વિતાવવો. નાણાકીય દ્રષ્ટિએ દિવસ સંતુલિત રહેશે, પરંતુ અણધાર્યા ખર્ચ આવી શકે છે. વ્યાવસાયિક સ્પર્ધકોથી સાવધ રહેવું અને ગોપનીય બાબતો શેર ન કરવી. દિવસના અંતે મનોરંજન દ્વારા દિવસભરનો થાક દૂર થશે.

કુંભઃ

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ અન્ય દિવસની સરખામણીએ સારો રહેશે. તમારા સાહસ, પરાક્રમ અને આત્મવિશ્વાસમાં સારો એવો વધારો જોવા મળશે. નાના ભાઈ-બહેનો સાથેના સંબંધોમાં સુધારો થશે અને તેમનો સહયોગ મળશે. ટૂંકા અંતરની વ્યાવસાયિક યાત્રા લાભદાયક સાબિત થશે. નવી યોજનાઓ અમલમાં મૂકવા માટે આ યોગ્ય સમય છે. મિત્રો સાથે મળીને કોઈ નવું કામ શરૂ કરવાની વિચારણા થઈ શકે છે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે, ફક્ત ઊંઘ પૂરી લેવા પર ધ્યાન આપવું. સામાજિક વર્તુળનો વિસ્તાર થશે અને લોકો તમારા વિચારોની કદર કરશે. સંતાનોની સંગત પર આજે ખાસ ધ્યાન આપો. 

મીનઃ

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ એક પછી એક સારા સમાચાર લઈને આવી રહ્યો છે. જીવનસાથી તમારા માટે સરપ્રાઈઝ પાર્ટી પ્લાન કરશે. આજે વાણીમાં મધુરતા રાખવાથી બગડેલા કામ પણ સુધરી જશે. આર્થિક રીતે લાભ થવાના મજબૂત યોગ છે અને અણધારી ધનપ્રાપ્તિ થઈ શકે છે. પરિવારમાં કોઈ ઉત્સવ કે મેળાવડો યોજાઈ શકે છે, જેથી આનંદનું વાતાવરણ રહેશે. રોકાણ માટે દિવસ અનુકૂળ છે, ખાસ કરીને સ્થાવર મિલકતમાં લાભ થશે. કાર્યસ્થળે તમારી સલાહ અન્ય લોકો માટે ઉપયોગી સાબિત થશે. ખાનપાનમાં સાવધાની રાખવી જેથી પેટની તકલીફ ન થાય. જીવનસાથી સાથે ભવિષ્યની બચત વિશે મહત્વપૂર્ણ ચર્ચા થઈ શકે છે.