Thu Apr 30 2026

Logo

આજનું રાશિફળ (10-04-26): આજે કઈ રાશિ પર વરસશે લક્ષ્મીજીની કૃપા? વાંચો 10મી એપ્રિલનું મેષથી મીન રાશિનું રાશિફળ...

2026-04-10 00:00:47
Author: Darshana Visaria
Article Image

મેષ: 
આજનો દિવસ મેષ રાશિના જાતકો માટે અન્ય દિવસની સરખામણીએ થોડો સારો રહેશે. ઘર-પરિવારમાં હસી-ખુશીનો માહોલ જોવા મળશે. સાસરિયામાં આજે તમારે કોઈ સાથે બોલાચાલી થઈ શકે છે. આજે તમારા અટકેલા સરકારી કામોમાં ગતિ આવશે અને અધિકારીઓનો સહયોગ મળશે. વેપારમાં નવી યોજનાઓ અમલમાં મૂકવા માટે ઉત્તમ સમય છે, પરંતુ ભાગીદારીમાં પારદર્શકતા રાખવી. પરિવાર સાથે ધાર્મિક યાત્રાનું આયોજન થઈ શકે છે. સામાજિક માન-સન્માન વધશે અને જૂના રોકાણમાંથી વળતર મળવાની શક્યતા છે. સ્વાસ્થ્ય બાબતે બેદરકારી ન રાખવી, આંખની તકલીફ થઈ શકે છે.

વૃષભ: 
વૃષભ રાશિના જાતકો માટે શુક્રવારનો દિવસ આર્થિક લાભની નવી નવી તક લઈને આવી રહ્યો છે. માતા-પિતા સાથે કોઈ બાબતે આજે બોલચાલ થઈ શકે છે, પણ તમારે મન મોટું રાખવું પડશે. નાણાકીય દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે અત્યંત શુભ છે. અણધારી રીતે ધનલાભ થવાના યોગ બની રહ્યા છે અને નવી પ્રોપર્ટી ખરીદવાની ઈચ્છા પૂર્ણ થઈ શકે છે. પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે અને જીવનસાથી તરફથી કોઈ સરપ્રાઈઝ ગિફ્ટ મળી શકે છે. કાર્યસ્થળ પર તમારી આવડતની પ્રશંસા થશે. વિદેશ જવા ઈચ્છતા લોકો માટે પ્રગતિના દ્વાર ખુલશે. સાંજનો સમય પરિવાર સાથે આનંદમાં વિતશે.

મિથુન:
મિથુન રાશિના જાતકોએ આજે વાણી પર સંયમ રાખવો પડશે, નહીંતર નજીકના સંબંધોમાં તિરાડ પડી શકે છે. ઓફિસમાં કામનો બોજ વધવાથી માનસિક તણાવ અનુભવાશે. આર્થિક લેવડ-દેવડમાં દસ્તાવેજોની ચકાસણી ચોક્કસથી કરવી. સંતાનોના શિક્ષણને લઈને ચિંતા રહી શકે છે. જૂના મિત્રો સાથેની મુલાકાત મનને તાજગી આપશે. શારીરિક થાક અને સ્નાયુઓમાં દુખાવો થવાની શક્યતા છે, યોગાભ્યાસ કરવો હિતાવહ છે. લાંબા સમય બાદ આજે કોઈ જૂના મિત્ર સાથે તમારી મુલાકાત થઈ શકે છે અને તમે એની સાથે મોજમજામાં સમય પસાર કરશો. કોર્ટ-કચેરીના મામલામાં આજે નિર્ણય તમારી તરફેણમાં આવી શકે છે. 

કર્ક: 
કર્ક રાશિના જાતકો આજના દિવસે નવી ઉર્જા અને ઉત્સાહનો અનુભવ કરશો. કલા અને સાહિત્યના ક્ષેત્રે જોડાયેલા લોકોને નવી ઓળખ અને સન્માન મળશે. વ્યાપારીઓને નવા ઓર્ડર મળવાથી આવકમાં વૃદ્ધિ થશે. ઘરમાં કોઈ માંગલિક પ્રસંગનું આયોજન થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે દિવસ સફળતા આપનારો રહેશે. અપરિણીત લોકો માટે લગ્નના સારા પ્રસ્તાવ આવી શકે છે. હનુમાનજીની ભક્તિ કરવાથી માનસિક શાંતિ જળવાઈ રહેશે. જીવનસાથી સાથે તમે કોઈ જગ્યાએ ફરવા જઈ શકો છો. આજે તમારે તમારી આવક અને જાવક બંનેનું ખાસ ધ્યાન રાખવું પડશે. 

સિંહ: 
આજનો દિવસ સિંહ રાશિના જાતકો માટે જીવનમાં સકારાત્મક પરિવર્તન લઈને આવી રહ્યો છે. આજે તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે, જેનાથી તમે મુશ્કેલ કાર્યો પણ સરળતાથી પૂર્ણ કરી શકશો. પૈતૃક સંપત્તિને લગતા વિવાદોમાં તમારી જીત થઈ શકે છે. આજે પરિવાર સાથે કોઈ જગ્યાએ હરવા ફરવા જઈ શકો છો. નોકરીમાં પ્રમોશનના યોગ છે, પરંતુ વિરોધીઓથી સાવધ રહેવું. રાજનીતિમાં સક્રિય લોકો માટે કોઈ મોટું પદ મળવાની શક્યતા છે. પેટ સંબંધિત બિમારીઓ પરેશાન કરી શકે છે, તેથી ખાનપાનમાં સાવચેતી રાખવી. જીવનસાથી સાથે વૈચારિક મતભેદ ટાળવા.

કન્યા: 
કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ અપરંપાર લાભની તક લઈને આવી રહ્યો છે. સંતાનને કોઈ જવાબદારી સોંપી હશે તો આજે તે જવાબદારી પૂર્ણ કરશે. દૂર રહેતાં કોઈ સંબંધી પાસેથી આજે નકારાત્મક માહિતી જાણવા મળશે. આજે તમારે કામના સ્થળે વધારે મહેનત કરવી પડશે, જેનું ફળ ભવિષ્યમાં મળશે. આર્થિક રીતે ખર્ચમાં વધારો થઈ શકે છે, તેથી બજેટ બનાવીને ચાલવું. કોઈ પ્રભાવશાળી વ્યક્તિની મદદથી તમારા અટકેલા કામો પૂરા થશે. વિદ્યાર્થીઓએ એકાગ્રતા વધારવી પડશે. પરિવારમાં કોઈ સભ્યનું સ્વાસ્થ્ય બગડી શકે છે. અજાણ્યા લોકો પર વધુ વિશ્વાસ ન કરવો, છેતરામણી થઈ શકે છે. આધ્યાત્મિકતા તરફ ઝુકાવ વધશે.

તુલા: 
તુલ રાશિના સમાજસેવા સાથે સંકળાયેલા લોકોના માન-સન્માનમાં આજે વૃદ્ધિ થઈ રહી છે. રાજકારણમાં આગળ વધી રહેલાં લોકોએ આજે પોતાના આસપાસના લોકોથી સાવધ રહેવું પડશે. ભાગીદારીના વ્યવસાયમાં આજે મોટો નફો થવાની શક્યતા છે. સામાજિક વર્તુળમાં તમારો પ્રભાવ વધશે અને લોકો તમારી સલાહ લેશે. પ્રેમ જીવનમાં ઉત્સાહ જળવાઈ રહેશે. ઘરના નવીનીકરણ પાછળ ખર્ચ થઈ શકે છે. કોઈ નવું વાહન ખરીદવાના યોગ છે. લાંબા સમયથી ચાલી રહેલી સ્વાસ્થ્ય સમસ્યામાં સુધારો જોવા મળશે. આજે ભાગ્યનો ૮૦ ટકા સાથ મળશે, જેનાથી મન પ્રસન્ન રહેશે.

વૃશ્ચિક: 
વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ એક એક લાભની તકો લઈને આવી રહી છે. ઘર-પરિવારમાં કોઈ સમસ્યા ચાલી રહી હશે તો આજે એનો ઉકેલ આવી રહ્યો છે. આજે શત્રુઓ પરાજિત થશે અને કોર્ટ-કચેરીના મામલામાં સફળતા મળશે. નોકરી શોધતા યુવાનોને સારી તક મળી શકે છે. લોન લેવા ઈચ્છતા લોકો માટે દિવસ સાનુકૂળ છે. ગુપ્ત શત્રુઓથી સાવધ રહેવું અને કોઈની નિંદા ન કરવી. ભાઈ-બહેનો સાથેના સંબંધોમાં સુધારો આવશે. કરિયરમાં બદલાવ લાવવા માટે આ સમય યોગ્ય છે. વાહન ચલાવતી વખતે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું, અકસ્માતનો ભય છે.

ધન: 
આજનો દિવસ ધન રાશિના જાતકોએ થોડી સાવધાની રાખવી જોઈએ. કુંવારા લોકોના જીવનમાં આજે કોઈ ખાસ વ્યક્તિની એન્ટ્રી થઈ રહી છે. સંતાન પક્ષ તરફથી સારા સમાચાર મળતા ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે. શેરબજાર અને સટ્ટાકીય પ્રવૃત્તિઓથી આર્થિક લાભ થઈ શકે છે. રચનાત્મક કાર્યોમાં રુચિ વધશે. વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં શ્રેષ્ઠ પરિણામ મળવાની શક્યતા છે. પ્રેમ સંબંધોમાં ગેરસમજ દૂર થશે. સ્વાસ્થ્ય એકદમ સારું રહેશે, પરંતુ માનસિક શાંતિ માટે ધ્યાન કરવું જરૂરી છે. સાંજે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેશો. વિદેશથી વેપાર કરી રહેલાં જાતકોને આજે કોઈ સારા સમાચાર સાંભળવા મળશે. 

મકર: 
મકર રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ પરિણામો લઈને આવી રહ્યો છે. તમારે તમારી વાણ પર નિયંત્રણ રાખવું પડશે, નહીં તો વાત વણસી શકે છે. આજે તમારે પારિવારિક સમસ્યાઓ પર ધ્યાન આપવું પડશે. જમીન કે મકાનની ખરીદીમાં વિલંબ થઈ શકે છે. માતાના સ્વાસ્થ્યની ચિંતા રહેશે. કાર્યક્ષેત્રમાં સહકર્મીઓ સાથેના સંબંધો સાચવવા. મોજશોખ પાછળ ખર્ચ વધી શકે છે. હૃદય અને બ્લડ પ્રેશરના દર્દીઓએ નિયમિત તપાસ કરાવવી. ધીરજ અને સંયમથી કામ લેવું, ઉતાવળમાં કરેલા નિર્ણયો નુકસાન કરાવી શકે છે. ભગવાન શિવની પૂજા ફળદાયી રહેશે.

કુંભ:
કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ એક પછી એક લાભની તક લઈને આવી રહ્યો છે. જીવનસાથી સાથે આજે તમે કોઈ જગ્યાએ ફરવા જવાનું પ્લાનિંગ કરશો. તમારી મહેનત અને સાહસનું યોગ્ય પરિણામ મળશે. ટૂંકી મુસાફરીથી મોટો આર્થિક લાભ થવાની શક્યતા છે. પડોશીઓ અને ભાઈઓ સાથેના સંબંધો મજબૂત બનશે. લેખન અને મીડિયા સાથે જોડાયેલા લોકો માટે દિવસ પ્રગતિકારક છે. નવી વ્યવસાયિક સમજૂતી થઈ શકે છે. સામાજિક કાર્યોમાં વ્યસ્ત રહેશો. ગળા કે છાતીને લગતી સામાન્ય સમસ્યા થઈ શકે છે. હિંમત હાર્યા વગર આગળ વધવું, સફળતા નજીક છે.

મીન: 
મીન રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેવાનો છે. આજે તમારી નિર્ણય લેવાની ક્ષમતામાં સુધારો જોવા મળશે. આજે તમારી વાણીથી તમે લોકોના દિલ જીતી લેશો. આર્થિક બચત કરવામાં સફળ રહેશો. કુટુંબમાં એકતા અને પ્રેમ જળવાઈ રહેશે. મહેમાનોના આગમનથી ખર્ચ વધી શકે છે પણ ખુશી મળશે. આંખ અને દાંતની સમસ્યા થઈ શકે છે, તેથી ડૉક્ટરની સલાહ લેવી. જૂનું દેવું ચૂકવવામાં સફળ રહેશો. સકારાત્મક વિચારો સાથે દિવસની શરૂઆત કરશો તો સફળતા ચોક્કસ મળશે. વિદ્યાર્થીઓએ સમયનું મૂલ્ય સમજવું પડશે. ઘર-પરિવારમાં હસી-ખુશીનો માહોલ જોવા મળશે.