નવી દિલ્હીઃ સંસદમાં ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે ત્યારે આ સત્રમાં વિપક્ષ અનેક એવા મુદ્દાઓ પર સરકાર સામે સવાલ કરી રહ્યા છે. આ વખતે નીટ પેપરલીકનો મુદ્દો મુખ્ય રહેતા સત્રમાં ગરમાવો આવી ગયો હતો. સંસદ પરિસરમાં કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી અને TMC સાંસદ કલ્યાણ બેનર્જી વચ્ચે પશ્ચિમ બંગાળની રાજનીતિ તથા મમતા દીદીના કોંગ્રેસ પક્ષ છોડવા પર તીખી ચર્ચા થઈ હતી. બન્ને નેતાઓએ જુની રાજકીય ઘટનાઓનો ઉલ્લેખ કરીને એકબીજા સામે જુદા જુદા તર્ક રજૂ કર્યા હતા.
કેમ કૉલકાતા સુધી પડઘા પડ્યા?
મોનસુન સત્ર દરમિયાન કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી અને તૃણમૂલ કોંગ્રેસના નેતા કલ્યાણ બેનર્જી વચ્ચે બંગાળની રાજનીતિને લઈને ચર્ચા જામી હતી. બન્ને કદાવર નેતાઓએ એકબીજા સામે જે તે સમયના પોતાના કિસ્સા રજૂ કર્યા અને રાજકીય તર્ક પણ મૂક્યા. વાત એ સમયની પણ ખૂલી જ્યારે કલ્યાણ બેનર્જી તૃણમૂલ કોંગ્રેસના 20 સાંસદોને લઈને અન્ય પાર્ટીમાં જવાના મુદ્દે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા.
ફરી દિલ્હીમાં બંગાળની રાજનીતિનો મુદ્દો ચર્ચાતા કૉલકાતા સુધી પડઘમ પડ્યા હતા. પ્રિયંકા ગાંધીએ ચર્ચાની શરૂઆત કરતા કહ્યું હતું કે, તમે લોકો કોંગ્રેસના નેતાઓને લીઈને તૃણમૂલ કોંગ્રેસમાં ચાલ્યા ગયા હતા. સામે જવાબ આપતા કલ્યાણ બેનર્જીએ કહ્યું હતું કે, હું પણ ક્યારેક કોંગ્રેસમાં હતો, યુથ કોંગ્રેસનો વાઈસ પ્રેસિડન્ટ હતો. તમે લોકોએ દીદીને વર્ષ 1997માં કોંગ્રેસ છોડવા પર મજબૂર કરી દીધા હતા.
રાજીવ ગાંધીને યાદ કર્યા
આ મુદ્દાના જવાબમાં પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, રાજીવ ગાંધીજી દીદીનું ખૂબ માન રાખતા હતા. આ વાત પર સહમતી વ્યક્ત કરતા કલ્યાણ બેનર્જીએ કહ્યું કે, દીદી કોંગ્રેસમાંથી અલગ થયા બાદ પણ કોંગ્રેસ સાથે હાથ મિલાવવા બંગાળમાં તૈયાર હતા. હાથ મિલાવી પણ લીધા હતા. પણ તૃણમૂલ કોંગ્રેસની લડાઈ હંમેશાં ડાબેરીઓના વિરોધમાં રહી છે. આ ચર્ચા ચાલી રહી હતી એ સમયે પપ્પુ યાદવ પણ વાતચીતમાં સામેલ થયા. કલ્યાણ બેનર્જીને સવાલ કરતા કહ્યું હતું કે આ સંકટના સમયમાં કોંગ્રેસ શું તૃણમૂલ કોંગ્રેસ સાથે છે? આના જવાબમાં કલ્યાણે સહમતી વ્યક્ત કરતા હકારો કર્યો હતો.
અધ્યક્ષને કોણે અરજી કરી?
તૃણમૂલ કોંગ્રેસે પોતાના 20 બળવાખોર સાંસદ પાર્ટી છોડીને જતા આક્રમક વલણ અપનાવ્યું હતું. તાજેતરમાં પૂર્વ મુખ્ય સચેતક કાકોલી ઘોષ, શતાબ્દી રાય, દીપક અધિકારી અને સાયોની ઘોષ સહિત 20 સાંસદ પાર્ટી છોડીને બળવાખોર બની ગયા હતા. આ પછી તૃણમૂલ કોંગ્રેસે નિયમ અંતર્ગત સાંસદોને અયોગ્ય જાહેર કરી દીધા હતા.
હકીકતમાં મુદ્દો દીદીના વલણ અને વિચારધારાને લઈને હતો. આ કિસ્સામાં અભિષેક બેનર્જીએ લોકસભા અધ્યક્ષને આ વીસ સાંસદો સામે અયોગ્યની અરજી પર ઝડપથી નિર્ણય કરવા માગ કરી છે. આ અરજી દાખલ થયાને પાંચ મહિનાથી વધારેનો સમય થઈ ચૂક્યો છે. પણ હજુ સુધી ન તો નોટિસ જાહેર થઈ છે ન તો કોઈ પગલાં લેવામાં આવ્યા છે.