Sun Sep 06 2026

Logo

સવારે ઇન્ડિયા-એ વિ. અફઘાનિસ્તાન-એ, બપોરે ભારત વિ. અફઘાનિસ્તાન અને સાંજે મહિલાઓમાં ભારત વિ.

Dambulla   2026-06-16 22:39:16
Author: Ajay Motiwala
સવારે ઇન્ડિયા-એ વિ. અફઘાનિસ્તાન-એ, બપોરે ભારત વિ. અફઘાનિસ્તાન અને સાંજે મહિલાઓમાં ભારત વિ.

BCCI Womens


દમ્બુલા/લખનઊઃ એક તરફ અમેરિકા, કૅનેડા અને મેક્સિકોમાં સંયુક્ત રીતે ફૂટબૉલ વર્લ્ડ કપ ચાલી રહ્યો છે ત્યાં બીજી બાજુ ક્રિકેટ મૅચો પણ અઢળક રમાઈ રહી છે.બુધવારે ભારતીય ક્રિકેટરોની કુલ ત્રણ મૅચ છે જેમાંની એક મૅચ ભારતની મહિલા ટીમની છે. આ ત્રણમાંથી બે વન-ડે અને એક ટી-20 મૅચ છે.

ભારતીય સમય મુજબ સવારે 10.00 વાગ્યે શ્રીલંકાના દમ્બુલા શહેરમાં ઇન્ડિયા-એ અને અફઘાનિસ્તાન-એ વચ્ચે મુકબલો છે.

આ ટ્રાયેન્ગ્યુલર છે અને એમાં શ્રીલંકા-એ ટીમ ત્રણમાંથી બે મૅચ જીતીને ચાર પૉઇન્ટ સાથે અગ્રેસર છે. તિલક વર્માના સુકાનમાં ઇન્ડિયા-એ ટીમ ત્રણમાંથી બે મૅચ હારી ચૂકી હોવાથી બુધવારની અફઘાનિસ્તાન-એ સામેની મૅચ ભારતીય ખેલાડીઓએ જીતવી જ પડશે. ભારતીય ટીમ બીજા નંબરે અને અફઘાનની ટીમ ત્રીજા સ્થાને છે.

વૈભવ સૂર્યવંશી સોમવારના શ્રીલંકન ખેલાડી સાથેના ધક્કામુક્કીવાળા વિવાદના આઘાતમાંથી બહાર આવીને સારું રમશે એવી આશા રાખીએ. જોકે 15 વર્ષના નવયુવાન વૈભવનું લોહી હજી પણ તપી રહ્યું હશે તો તે અફઘાનિસ્તાન-એ સામે મોટી ઇનિંગ્સ રમશે તો નવાઈ નહીં લાગે.

બુધવારે શુભમન ગિલના સુકાનમાં ભારતની વન-ડે ટીમ લખનઊમાં અફઘાનિસ્તાન સામે સિરીઝની બીજી મૅચ રમશે. ત્રણ મૅચની શ્રેણીમાં ભારત 1-0થી આગળ છે અને બુધવારે પણ જીતીને ટ્રોફી પર કબજો કરી શકશે.

બુધવારની ત્રીજી ક્રિકેટ મૅચ હરમનપ્રીત કૌરના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમની છે જેમાં ઇંગ્લૅન્ડના લીડ્સમાં ટી-20 વર્લ્ડ કપમાં એનો મુકાબલો નેધરલૅન્ડ્સ સામે થશે. ભારતે રવિવારે પાકિસ્તાનની ટીમને દીપ્તિ શર્માની પાંચ વિકેટના જોરે 64 રનના માર્જિનથી કચડી નાખી હતી.