Wed Jul 29 2026

Logo

આચમનઃ સત્સંગનો સંગ પારસમણિનું કામ કરે...

2026-07-13 09:54:00
Author: Anwar Valiani
Article Image

અનવર વલિયાણી

સત્સંગ એટલે જીવન જીવવા માટેના નીતિ-નિયમો, સત્યો, ઈશ્વરની ઈચ્છાઓ તથા લક્ષ્મણ રેખાઓ જાણતા હોવાનો દાવો કરનારાઓ સાથેનો સંગ!

* સત્સંગથી ‘અંતરાત્માનો અવાજ’ સાંભળવાની, સમજવાની અને એ પ્રમાણે વર્તવાની દૃઢતા કેળવાય.
* ઈશ્વરના નિયમો અને કુદરતના કાનૂનો સમજાય.
* સત્સંગથી સદ્બુદ્ધિ, વિવેકબુદ્ધિ અને પ્રેમબુદ્ધિ વધે.
* સત્સંગના પવિત્ર તાપથી મન-હૃદય, બુદ્ધિનો કચરો બાળવામાં મદદ થાય.
* સત્સંગથી પ્રસન્નતા અને સંતોષ મળે.
* પ્રશ્નોના ઉકેલ અંતર મનમાં જ પ્રગટે, આપણી ભૂલો, દોષો પણ દેખાય.

- સત્સંગ

* ગુરુઓ
* અંતરાત્મા
* ઈશ્વર અને
* ગ્રંથ સાથે પણ થઈ શકે

- સત્ય તથા
- ઈશ્વરીય નિયમો જાણનાર તથા
* ધીરજ
* મીઠાશ અને રૂપકો સાથે સમજાવી શકનારના એકાદ-બે વાક્યો પણ જીવન બદલી શકે.

- વાલિયામાંથી વાલ્મીકિ પણ બનાવી શકે.
* ઉદારતા
* પ્રેમ
* નમ્રતા
* દયા
* કરુણા
* સંવેદનશીલતા વધે.

* પોતાના માટે પોતાના સમાજ તથા જગત માટે પોતે વધુ ઉપયોગી સેવા આપી શકે તે માટેની લાયકાતો (કેલીબર સ્કીલ) વધારવા પર ધ્યાન જાય છે, માંગણવૃત્તિ ઘટવા પામે છે.

- સત્સંગથી
* નિર્ણયો લેવામાં.
* ચુકાદાઓ આપવા માટે બુદ્ધિ અને હૃદયનું ત્રાજવું તથા દૃષ્ટિ વધુ ચોક્કસ થતાં જાય.
- સત્સંગથી
* ધ્યેય, મિશન સ્પષ્ટ થાય તથા દિશા અને દૃષ્ટિ મળે.
- સત્સંગ એટલેડ્ઢ
* ઊર્ધ્વગતિ તરફ લઈ જાય, પ્રેરે તેવાઓ સાથેનો સંગ.

- સત્સંગ માટે ‘સાંભળવાની કળા’ લાયકાત કેળવવી જરૂરી. અમેરિકાના વિવિધ રાજ્યોમાં વસતા ગુજરાતી ભાષી યુવક-યુવતીઓના આવા કાર્યક્રમોમાં થતી હાજરીથી સ્પષ્ટ થવા પામે છે. સત્સંગનો મહિમા અપાર છે.

- સત્સંગ કરવાથી
* રિક્તતા
* ગ્લાનિ
* લોભ, કંજૂસાઈ
* આળસ, દ્વૈષ, રાગ, મોહ ઘટે છે અને ઘટે તો જ પાસ લાગ્યો કહેવાય, કચરો બળ્યો કહેવાય.

- સત્સંગ
* મેગ્નિફાઇંગ કાચ
* દૂરબીન
* માઈક્રોસ્કોપ અને
* ઍક્સ-રે તથા
* દર્પણનું કામ કરે છે
* સૂક્ષ્મ ભૂલો
* અવગુણોનો કચરો પણ બતાવે તથા ફિલ્ટરનું કાર્ય પણ કરે.

- એવું નથી કે સત્સંગ સમૂહમાં, સાધુ, સંત કે શાહ-મહાત્માઓના યોજાતા કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને જ માણી શકાય! રોજ એકાદ કલાકનો સત્સંગ વાંચન, પ્રવચન, ચિંતન દ્વારા મેળવી શકીએ તો ઉત્તમ પછી ભલે તે મોબાઈલ, ટેલિવિઝન કેસેટ કે કોઈપણ માધ્યમ દ્વારા હોઈ શકે.

બોધ:
- આર્થિક
- રાજકીય
- કાયદાકીય
- શારીરિક વગેરે માટે કે
- લૌકિક પ્રશ્ર્નો માટેની મીટિંગોને સત્સંગ ન કહેવાય, પણ એ બધા પ્રશ્ર્નોમાં રહેલી.

* ઈશ્વરની સલાહો
* ઈચ્છાઓ
* લક્ષ્મણરેખાઓ બાબતની જાણકારી અને જાગૃતતા સાથે વિવેકયુક્ત નિર્ણય અને વર્તન માટેની ચર્ચા-મીટિંગ તે સત્સંગ.
- સત્સંગ ખરેખર પારસમણિનું કાર્ય કરી શકે છે.