થાણે: થાણેમાં રહેતા યુવકે આકર્ષક વળતરની લાલચમાં ઑનલાઈન ગૅમિંગ અને ઈન્વેસ્ટમેન્ટ રૅકેટમાં 1.36 કરોડ રૂપિયા ગુમાવ્યા હતા.26 વર્ષના યુવકે નોંધાવેલી ફરિયાદને આધારે સાયબર પોલીસે ફ્રોડમાં સંડોવાયેલી ત્રણ વેબસાઈટ અને વિવિધ બૅન્ક હોલ્ડર્સ સહિત સાત વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. આ ફ્રોડ ઑક્ટોબર, 2024થી આ વર્ષની 30 જૂન દરમિયાન થયો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.
અજાણ્યા આરોપીએ ડિજિટલ મીડિયા પ્લૅટફોર્મ્સ પર ફરિયાદીનો સંપર્ક સાધ્યો હતો અને ઊંચા નફાની લાલચે ઑનલાઈન ગૅમ્સ રમવા ઉશ્કેર્યો હતો. ફરિયાદીએ કેટલીક વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને છેલ્લાં બે વર્ષમાં તેણે આરોપીએ આપેલાં વિવિધ બૅન્ક ખાતાંમાં 1.36 કરોડ રૂપિયા ઑનલાઈનથી ટ્રાન્ઝેક્શનથી ચૂકવ્યા હતા.જોકે બાદમાં ફરિયાદીએ રૂપિયા કઢાવવાનો પ્રયાસ કરતાં વેબસાઈટ્સના ઑપરેટરોએ ઉડાઉ જવાબ આપ્યા હતા અને પછી ફરિયાદી સાથેનો સંપર્ક તોડી નાખ્યો હતો. પોતે છેતરાયો હોવાની જાણ થતાં યુવકે પોલીસનો સંપર્ક સાધ્યો હતો. પોલીસ વેબસાઈટ્સ અને નાણાં જે ખાતાંમાં ટ્રાન્સફર કરાયાં હતાં તેની વિગતોને આધારે તપાસ કરી રહી છે. (પીટીઆઈ)