Fri Aug 28 2026

Logo

થાણેમાં સ્લેબ તૂટી પડતા વૃદ્ધનું મૃત્યુ

2026-04-18 21:05:55
Author: Sapna Desai
થાણેમાં સ્લેબ તૂટી પડતા વૃદ્ધનું મૃત્યુ

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે:
થાણે જિલ્લાના મુંબ્રામાં ગ્રાઉન્ડ પ્લસ ચાર માળની બિલ્ડિંગમાં બીજા માળના ફ્લેટનો સ્લેબ તૂટી પડતાં ૭૦ વર્ષના સિનિયિર સિટિઝનનું મૃત્યુ થયું હતું. થાણે ડિઝાસ્ટર કંટ્રોલના જણાવ્યા મુજબ મુંબ્રામાં શિમલા પાર્કમાં ઝુબેદા પાર્ક સોસાયટીની સી-વન બિલ્ડિંગમાં શનિવારે સવારના ૧૧ વાગે આ દુર્ઘટના બની હતી, જેમાં બીજા માળ પર આવેલા ફ્લેટ નંબર ૨૦૨નો સ્લેબ તૂટી પડયો હતો.  

આ દુર્ઘટનામાં અબ્દુલ રેહમાન હસન પટેલ ગંભીર રીતે જખમી થતા તેમને ખાનગી હૉસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

આ ઈમારત લગભગ ૨૨ વર્ષ જૂની છે. આ ઘટના બાદ પાલિકાએ બિલ્ડિંગના સ્ટ્રક્ચરલ ઓડિટ રિપોર્ટ બનાવવાની સૂચના બિલ્ડિંગને આપી હતી.