Sun Sep 06 2026

Logo

પુત્રને મેડિકલ કોલેજમાં ઍડમિશનને બહાને દુકાનદાર સાથે 35.42 લાખની છેતરપિંડી

2026-02-23 17:59:00
Author: Yogesh D. Patel
પુત્રને મેડિકલ કોલેજમાં ઍડમિશનને બહાને દુકાનદાર સાથે 35.42 લાખની છેતરપિંડી

થાણે: પુત્રને ‘વીઆઇપી ક્વૉટા’ હેઠળ મેડિકલ કોલેજમાં ઍડમિશન અપાવવાના બહાને દવાની દુકાનના માલિક સાથે 35.42 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હતી. આ પ્રકરણે 43 વર્ષના શખસ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

નારપોલી પોલીસ સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર સંતોષ શિંદેએ જણાવ્યું હતું કે બાળકુમ વિસ્તારના રહેવાસી પ્રશાંત મહાજન વિરુદ્ધ રવિવારે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

ફરિયાદી અને આરોપી એકબીજાને ઓળખતા હોઇ ફરિયાદીના પુત્રને મેડિકલ કોલેજમાં ઍડમિશન મેળવી આપવાનું આરોપીએ આશ્ર્વાસન આપ્યું હતું. આ કામ માટે ફરિયાદીએ મહાજનને 35.42 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. જોકે ફરિયાદીના પુત્રને આરોપીએ મેડિકલ કોલેજમાં ઍડમિશન અપાવ્યું નહોતું અને પૈસા પણ પાછા આપ્યા નહોતા. આથી ફરિયાદીએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. આ પ્રકરણે તપાસ ચાલી રહી હોઇ મહાજનની હજી સુધી ધરપકડ કરવામાં આવી નથી, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

(પીટીઆઇ)