Thu May 07 2026

Logo

વડોદરામાં બે ટીનેજર્સ વચ્ચે સંબંધ બંધાયા, છોકરી પ્રેગનન્ટ થતાં ભાંડો ફૂટ્યો, પોલીસે શું કર્યું ?

2026-05-07 10:28:00
Author: Mayur Patel
Article Image

વડોદરાઃ સંસ્કારી નગરી તરીકે ઓળખાતા વડોદરામાં ચોંકાવનારી ઘટના સામે આવી હતી. બે ટીનેજર્સ વચ્ચે સંબંધ બંધાયા હતા. જે બાદ છોકરી પ્રેગ્નન્ટ થતાં ભાંડો ફૂટ્યો હતો.

શું છે મામલો

વડોદરામાં રહેતી એક સગીરા કિશોર સાથે પ્રેમમાં પડી હતી. કિશોર તેના ઘરના બધા સભ્યો બહાર જાય ત્યારે સગીરાને બોલાવતો હતો અને શરીરસંબંધ બાંદતો હતો. જેનાથી સગીરાને ગર્ભ રહી ગયો હતો. સગીરાને પેટમાં દુખાવો થતાં હોસ્પિટલમાં તપાસ માટે લઈ જવાઈ હતી. જ્યાં તેને સાડા ત્રણ માસનો ગર્ભ હોવાનું નિદાન થતાં પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. પૂછપરછ કરતાં તેણે સમગ્ર ઘટનાથી પરિવારને વાકેફ કર્યો હતો.

સગીરાને ગર્ભપાત માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્પિટલે પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસ ટીમ હોસ્પિટલ પહોંચી હતી. જ્યાં સગીરા અને તેની માતાનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. જે બાદ સગીરાએ સમગ્ર વાત કરતાં પોલીસે ગણતરીના કલાકોમાં કિશોરને ઝડપી પાડ્યો હતો.

પોલીસે સગીરા અને કિશોરના મેડિકલ ટેસ્ટ કરાવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત પોલીસ તપાસમાં સામે આવેલી વિગત પ્રમાણે, કિશોર તેના મામાના ઘરે આવતો જતો હતો ત્યારે પડોશમાં રહેતી સગીરા સાથે પ્રેમ થયો હતો અને સોશિયલ મીડિયાથી સતત સંપર્કમાં રહેતા હતા. દોઢ વર્ષના સમય દરમિયાન કિશોરે સગીરા સાથે અનેક વખત શરીરસંબંધ બાંધ્યો હતો. ઘટના ટૉક ઓફ ધ ટાઉન બની હતી.