Sat May 02 2026

Logo

T20 World Cup Final 2026: ભારત vs ન્યુઝીલેન્ડ જંગ માટે અમદાવાદ તૈયાર, હોટલના ભાવ આસમાને પહોંચ્યા...

2026-03-06 18:33:26
Author: Darshana Visaria
Article Image

AI Generated Images


દુનિયાભરના ક્રિકેટ પ્રેમીઓની આતુરતાનો અંત હવે ગણતરીના કલાકોમાં જ આવવાનો છે. રવિવાર, 8 માર્ચ 2026 ના રોજ અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આઈસીસી મેન્સ ટી વર્લ્ડ કપ 2026 ના ઐતિહાસિક ફાઈનલ જંગનું સાક્ષી બનશે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેના આ મહામુકાબલા માટે અમદાવાદ અત્યારે મિની ભારત બની ગયું હોય તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ મહામુકાબલાને કારણે અમદાવાદમાં હોટેલ્સના ભાવ આસમાનને આંબી રહ્યા છે. ચાલો જોઈએ શું છે અમદાવાદમાં હોટેલ રૂમ્સના ભાવની સ્થિતિ... 

એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર ઈન્ડિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ફાઈનલ મેચને લઈને અત્યારથી જ ક્રિકેટપ્રેમીઓમાં આશરે 1.3 લાખ દર્શકોની ક્ષમતા ધરાવતા સ્ટેડિયમમાં ભીડને જોતા તંત્ર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આ વ્યવસ્થા વિશે જાણી લેવું તમારા માટે ફાયદાનો સોદો સાબિત થઈ શકે એમ છે. 

હોટલના ભાવમાં તોતિંગ વધારો
ફાઈનલ મેચના ક્રેઝને કારણે અમદાવાદની પ્રીમિયમ હોટલો જેવી કે આઈટીસી નર્મદા, તાજ સ્કાયલાઈન અને ધ ઉમેદમાં રૂમના ભાવની વાત કરીએ તો રૂપિયા 60,000થી રૂપિયા 1 લાખ સુધી પહોંચી ગયા છે. જો તમે સસ્તું રોકાણ ઈચ્છતા હોવ, તો ગાંધીનગર અથવા પ્રહલાદનગર વિસ્તારમાં ચેક કરી શકો છો, જ્યાં રૂમ રૂપિયા 15,000થી રૂપિયા 25,000માં મળી શકે છે. ગાંધીનગરથી સ્ટેડિયમ માત્ર 20 મિનિટના અંતરે છે.

AI Generated Images

ટ્રાફિકથી બચવા મેટ્રોનો ઉપયોગ કરો
મેચના દિવસે સ્ટેડિયમની આસપાસના રસ્તાઓ પર ભારે ટ્રાફિક રહેવાની શક્યતા છે. અમદાવાદ મેટ્રોની રેડ લાઇન સીધી સ્ટેડિયમ પહોંચાડે છે. મેચ પૂરી થયા બાદ દર્શકોને તકલીફ ન પડે તે માટે મેટ્રો રાત્રે 12:30 વાગ્યા સુધી ચાલશે. મેટ્રોમાં ભીડ ટાળવા માટે રૂપિયા 50ની સ્પેશિયલ પેપર ટિકિટ અગાઉથી કાલુપુર કે ઓલ્ડ હાઈકોર્ટ સ્ટેશનથી ખરીદી શકાય છે. મેટ્રો દર 15 મિનિટે ઉપલબ્ધ રહેશે.

સ્ટેડિયમમાં એન્ટ્રીના આ છે નિયમો
વાત કરી સ્ટેડિયમમાં એન્ટ્રીની નિયમો અને મેચના સમયની તો મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે, પરંતુ સ્ટેડિયમના ગેટ સાંજે 4 વાગ્યાથી જ ખોલી દેવામાં આવશે. મેચ જોવા આવનારા દર્શકોએ થ્રી લેવલની કડક સુરક્ષા તપાસમાંથી પસાર થવું પડશે. સ્ટેડિયમમાં સિક્કા, પાવર બેંક, લાઈટર કે બેગ જેવી પ્રતિબંધિત વસ્તુઓ લઈ જવી નહીં.