Thu Aug 27 2026

Logo

બનાસકાંઠાના ડીસામાં શંકાસ્પદ કોંગો ફિવરનો એક કેસ, આરોગ્ય તંત્ર દોડતું થયું

2026-08-25 19:20:00
Author: Chandrakant Kanoja
બનાસકાંઠાના ડીસામાં શંકાસ્પદ કોંગો ફિવરનો એક કેસ, આરોગ્ય તંત્ર દોડતું થયું

પાલનપુર: બનાસકાંઠા જિલ્લામાં એક યુવકમાં કોંગો ફિવરના લક્ષણો જોવા મળતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. મળતી વિગતો મુજબ ડીસા તાલુકાના નાની આખોલ ગામમાં એક યુવકમાં ક્રિમિયન-કોંગો હેમરેજિક ફિવર (કોંગો ફિવર)ના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા હતા. 

યુવકના સેમ્પલ મેળવીને લેબોરેટરી તપાસ માટે મોકલાયા 

જેના પગલે યુવકને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. અને યુવકના સેમ્પલ મેળવીને લેબોરેટરી તપાસ માટે એનઆઈવી પુણે મોકલવામાં આવ્યા છે. આ રિપોર્ટ આવ્યા બાદ જ ખરેખર યુવકને કોંગો ફિવર છે તે અંગે જાણી શકાશે. 

ડોર-ટુ-ડોર સર્વેલન્સ કામગીરી શરૂ

જો કે યુવકમાં કોંગો ફિવરના લક્ષણો જોવા મળતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. આરોગ્ય વિભાગની ટીમોએ આવો કોઈ બીજા દર્દી તો નથીને તે જાણવા માટે નાની આખોલ ગામમાં ડોર-ટુ-ડોર સર્વેલન્સ કામગીરી શરૂ કરી છે.