Sun Aug 30 2026

Logo

મહારાષ્ટ્રથી વડોદરા જતો રૂ.34.91 લાખનો દારૂનો જથ્થો સુરત પાસેથી ઝડપાયો...

2026-03-06 19:29:22
Author: Devayat Khatana
મહારાષ્ટ્રથી વડોદરા જતો રૂ.34.91 લાખનો દારૂનો જથ્થો સુરત પાસેથી ઝડપાયો...

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ
: સુરત ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પલસાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિદેશી દારૂની હેરાફેરીના મોટા નેટવર્કને પકડી પાડવામાં આવ્યું હતી. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે એના ગામની સીમમાં નવા બનેલા એક્સપ્રેસ હાઈવે પર નાકાબંધી કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન મહારાષ્ટ્રથી વડોદરા તરફ જઈ રહેલા એક બંધ બોડીના આઈસર ટેમ્પોને અટકાવીને તપાસ કરતા તેમાંથી માતબર પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે આ દરોડા દરમિયાન કુલ રૂ. 34,91,500નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જેમાં રૂ. 19,80,000ની કિંમતની વિદેશી દારૂની 13,200 બોટલો, રૂ. 15,00,000ની કિંમતનું વાહન, મોબાઈલ ફોન અને રોકડ રકમનો સમાવેશ થાય છે. સ્થળ પરથી પોલીસે રાજસ્થાનના બાડમેર જિલ્લાના વતની એવા ટેમ્પો ચાલક કોજારામ હીરારામ જાટની ધરપકડ કરી હતી. આ ગુનામાં સંકળાયેલા અન્ય આરોપીઓ જેમ કે દારૂનો જથ્થો ભરી આપનાર ગોપાલ બિશ્નોઈ અને ટેમ્પાના અન્ય ચાલકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.