Mon Oct 05 2026

Logo

સુરતના યુવકે CJPના અભિજીત દીપકેના પિતાની સંપત્તિની તપાસની કરી માંગ, ગરીબ પિતાએ કઈ રીતે મોકલ્યો વિદેશ ?

2026-08-03 11:36:00
Author: Vimal Prajapati
સુરતના યુવકે CJPના અભિજીત દીપકેના પિતાની સંપત્તિની તપાસની કરી માંગ, ગરીબ પિતાએ કઈ રીતે મોકલ્યો વિદેશ ?

સુરત / નવી દિલ્હીઃ વિદ્યાર્થી આંદોલન પછી સીજેપીના સ્થાપક અભિજીત દીપકે ખૂબ જ ચર્ચામાં છે. અભિજીત દીપકેને અનેક પ્રકારના સવાલો પણ થઈ રહ્યાં છે. તેવામાં સુરતના એક યુવકે અભિજીત દીપકેની ચિંતા વધારી દીધી છે. તમને જણાવી દઈએ કે, અભિજીત દીપકેએ વિદેશમાં અભ્યાસ કર્યો છે. તો આ વિદેશ અભ્યાસ માટે તેના પિતા પાસે રૂપિયા ક્યાંથી આવ્યાં તેને લઈને તપાસ કરવાની માંગણી કરવાાં આવી છે. ચાલો વિગતે જોઈએ શું છે સમગ્ર મામલો...

મહારાષ્ટ્ર સરકારના એક નિવૃત્ત કર્મચારી છે અભિજીતના પિતા

સુરતના એક આરટીઆઈ એક્ટિવિસ્ટ અમિત તિવારીએ આ માંગણી કરી છે. મહારાષ્ટ્ર સરકારના એક નિવૃત્ત કર્મચારી ભગવાનરાવ દીપકે પાસે પોાતના દીકરાને વિદેશમાં અભ્યાસ અર્થે મુકલા માટે રૂપિયા ક્યાંથી આવ્યાં તેની પાસ કરવા માટે આ આરટીઆઈ એક્ટિવિસ્ટે માંગણી કરી છે. આ સાથે ભગવાનરાવ દીપકે પાસે કેટલી સંપત્તિ છે તેની પણ વિગતો માંગવામાં આવી છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે અમિત તિવારીએ ચૂંટણી પંચ અને ટેક્સ અધિકારીઓને પત્ર લખીને આ મામલે કરવામાં આવે તેવી માંગણી કરી છે. 

અમેરિકન યુનિવર્સિટી અભ્યાસ અર્થે જવા રૂપિયા ક્યાંથી આવ્યાં?

અભિજીતના પિતા ભગવાનરાવ દીપકેની વાત કરવામાં આવે તો, મહારાષ્ટ્ર સરકારના એક નિવૃત્ત કર્મચારી છે. જ્યારે અભિજીત પણ મહારાષ્ટ્રનો રહેવાસી છે. સંભાજી નગરમાં રહેતા અભિજીતે આમ આદમી પાર્ટી સાથે પણ કામ કરેલું છે. પુણેથી અભિજીતે પત્રકારત્વનો અભ્યાસ કર્યો છે. અત્યારે તે અમેરિકાની બોસ્ટન યુનિવર્સિટીમાં પબ્લિક રિલેશન્શમાં માસ્ટર્સ કરી રહ્યો છે. વિદ્યાર્થીઓના આંદોલન માટે તે અમેરિકાથી ભારત આવ્યો હતો. અત્યારે તે પોતાના અભ્યાસ ખર્ચને લઈને ચર્ચાાં આવ્યો છે. 

સીજેપી અને તેના કાર્યકર્તાઓ પણ વિવાદમાં આવ્યાં

આરટીઆઈ એક્ટિવિસ્ટ અમિત તિવારીનું કહેવું છે કે, સીજેપી કોઈ રજિસ્ટર્ડ સંસ્થા નથી, તેમ છતાં પણ રાજકીય પક્ષની જેમ કામ કરી રહી છે! આ સાથે કપિલ સિબ્બલ આ પાર્ટીને કાનૂની બચાવ માટે એક કરોડ રૂપિયા આપવાની પણ જાહેરાત કરી છે. જો આ કોઈ રજિસ્ટર્ડ સંસ્થા નથી તો તેની સામે પગલા લેવાની જરૂર છે. કારણ કે, કોઈ પણ પ્રકારની નોંધણી વિના રાજકીય પાર્ટી જેમ કાણ કરવું અને કરોડોનું ભંડોળ ભેગું કરવું એ ખરેખર તપાસનો વિષય છે.