Fri Jun 26 2026

Logo

સુરત: પત્નીએ ફોટા વાયરલ કરી બદનામ કરતા ભાજપના પૂર્વ નેતાના પુત્રએ ભર્યું ચોંકાવનારું પગલું

2026-06-26 14:43:59
Author: Mayur Patel
Article Image

સુરતઃ મનપાના પૂર્વ કોર્પોરેટર અને તળપદા કોળી સમાજના આગેવાનના પુત્રએ પહેલા માળથી કૂદીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. પૂર્વ કોર્પોરેટરના પુત્રની પત્ની ઝઘડો કરીને પિયર ચાલી ગઈ હતી. દરમિયાન પતિને બદનામ કરવાના ઈરાદે પત્નીએ પતિને સોશિયલ મીડિયા પર યુવતી સાથેના ફોટા વાયરલ કર્યા હતા. જેના કારણે યુવકે ગંભીર માનસિક આઘાત લાગ્યો હતો.
 
શું છે સમગ્ર મામલો

પ્રાપ્ત માહિતી અનુસાર કતારગામના નાનીવેડ વિસ્તારમાં આવેલા લક્ષ્મીનારાયણ મંદિરની બાજુમાં રહેતા અને હાલ ખેતીકામ
કરતા 62 વર્ષીય પૂર્વ કોર્પોરેટર સતીષકુમાર કાંતિલાલ પટેલના પુત્ર શશીનના લગ્ન વર્ષ 2014 માં કતારગામ પારસ પોલીસ ચોકી ન સામે કુંજ ગલીમાં રહેતા કૃષ્ણવદન હીરાલાલની પુત્રી માનસી સાથે થયા હતા. આઠ વર્ષ અગાઉ શશીન અને માનસીને ત્યાં એક પુત્રીનો જન્મ થયો હતો. 

પત્નીને પ્રેમી સાથે હોટલમાં ઝડપી હતી

દરમિયાન છેલ્લા બે વર્ષમાં શશીનને જાણ થઈ હતી કે માનસીને અન્ય પુરુષ સાથે સંબંધ છે. કથિત પ્રેમી જીગર પટેલ અને માનસીને જીગરની પત્નીએ વર્ષ 2025માં પાલ ખાતેની એક હોટલમાં પકડી પાડયા હતા. જેના કારણે માનસી અને શશીન વચ્ચે અંતર વધી ગયું હતું. આ સાથે રોજીદી માથાકૂટ પણ શરૂ થઈ ગઈ હતી. માનસી અને શશીનની વાત છુટાછેટા સુધી પહોચી ગઈ હતી અને તે પિયરમાં આવી ગઈ હતી. 

સમાજના આગેવાનોએ કરાવી હતી મધ્યસ્થી

સમાજના આગેવાનોએ બંને પરિવાર વચ્ચે મધ્યસ્થી કરવાનો પ્રયાસ કર્યો હતો. માનસીએ બાંહેધરી લખી આપતા પતિ અને સાસરીયાઓએ માનસીને સ્વીકારી લીધી હતી. માનસીના માતા-પિતાએ પણ આ વાતની જવાબદારી લીધી હતી. થોડા સમય માટે માનસી અને શશીનનું પારિવારીક જીવન સારી રીતે ચાલ્યું હતું. એક દિવસ માનસી પુત્રીને મુકીને તેના પિતાને ત્યાં રહેવા ચાલી ગઇ હતી. આ સાથે શશીન અને તેના પરિવારને બદનામ કરવાનો પ્રયાસ પણ માનસી દ્વારા કરવામાં આવ્યો હતો. 

થોડા દિવસ પૂર્વે માનસીએ સોશિયલ મીડિયા પર શશીનનો કોઈ યુવતિ સાથેનો ફોટો વાયરલ કરીને તેને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. બદનામીના ડરથી શશીને પહેલા માળથી કૂદીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.   પોલીસે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સોશિયલ મીડિયા પર વાયરલ કરાયેલા કન્ટેન્ટ, ડિજિટલ પુરાવા અને અન્ય સંબંધિત વિગતોના આધારે સમગ્ર મામલાની તપાસ આગળ વધારવામાં આવી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ તમામ તથ્યો સ્પષ્ટ થશે.