નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ઈન્ડસ્ટ્રીયલ તથા કર્મશિયલ LPGને લઈને એક મોટી રાહત આપી દીધી છે, જેનો સીધો ફાયદો ગ્રાહકોને થવાનો છે. સરકારે નોન ડોમેસ્ટિક પેક્ડ LPGની સપ્લાય પર તમામ સેક્ટર વાઈઝ જે પ્રતિબંધ મૂક્યા હતા, તે હટાવી લીધા છે. આના કારણે હવે ગેસ વિતરકો અને ગ્રાહકો એમ બન્ને પક્ષે મોટી રાહત થશે. મિડલ ઈસ્ટમાં તણાવગ્રસ્ત સ્થિતિને કારણે કેટલાક પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યા હતા. હવે સ્થિતિ થોડી થાળે પડી જતા સપ્લાય સરળ થઈ રહી છે. આ કારણે કેટલીક પ્રતિબંધો હટાવી લેવામાં આવ્યા છે. પશ્ચિમ એશિયાના કટોકટી પહેલાના સ્તરે LPG પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે.
નિયંત્રણ દૂર કરવાનો નિર્ણય લેવાયો
શરૂઆતમાં કેન્દ્ર સરકારે કટોકટી સ્થિતિમાં લાદવામાં આવેલા જથ્થાબંધ LPG પુરવઠા પરના નિયંત્રણો હળવા કર્યા છે. કટોકટી પહેલાના યુઝેજ લેવલના 50 ટકા સુધી પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે, જેનાથી કર્મશિયલ અને ઈન્ડસ્ટ્રિયલના ગ્રાહકોને નોંધપાત્ર રાહત મળી છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયનું એવું માનવું છે કે, આંતરરાષ્ટ્રીય બજારમાં છેલ્લા કેટલાક અઠવાડિયામાં LPG પ્રાપ્યતા અંગેની જે સુધારો થયો છે એને ધ્યાને લેતા આ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે, સ્થિતિમાં સુધારો થયો છે. આયાત કાર્ગોનો પુરવઠો અપેક્ષાઓ આવી રહ્યો છે. આ સ્થિતિ અંગે પણ કેટલીક ચર્ચાઓ બાદ નિર્ણય કરવામાં આવ્યો છે. પુરવઠો સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર સરકારે અસ્થાયી રૂપે લાદવામાં આવેલા નિયંત્રણોને તબક્કાવાર રીતે દૂર કરવાનો નિર્ણય લીધો છે.જેનું આ પહેલું પગલું છે.
જેથી ઉદ્યોગો, ઉત્પાદન એકમો, હોટલ, રેસ્ટોરન્ટ્સ અને અન્ય વાણિજ્યિક ગ્રાહકો વધુ અસરકારક રીતે ફ્યૂઅલ મેળવી શકશે અને ઉત્પાદન વધારી શકશે.
ડૉમેસ્ટિક ઉત્પાદનમાં સુધારો થયો
ડૉમેસ્ટિક LPG ઉત્પાદનમાં થયેલા સુધારા અને આયાતી LPG કાર્ગોની અંદાજિત પ્રાપ્યતાને પગલે કેન્દ્ર સરકારે LPG પૂલ માટે C3/C4 સ્ટ્રીમ્સના ડાયવર્ઝનને ઓછો કરવાનો નિર્ણય લીધો છે. બિન-LPG ઉપયોગ માટે C3-C4 સ્ટ્રીમ્સની વધેલી ફાળવણી એવી રીતે લાગુ કરવામાં આવશે કે સ્થાનિક LPG ઉપલબ્ધતા પર કોઈ અસર ન પડે અને કુલ સ્થાનિક LPG ઉત્પાદન દરરોજ 40 TMT થી નીચે ન આવે.આ પુનઃસ્થાપન LPG પુરવઠાની સ્થિતિમાં તાજેતરમાં થયેલા સુધારાને પગલે થયું છે. પશ્ચિમ એશિયા કટોકટી દરમિયાન, કેન્દ્ર સરકારે સ્થાનિક LPG ઉત્પાદનને વધારવા માટે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ હેઠળ આદેશો જારી કર્યા હતા. આ આદેશોમાં C3-C4 સ્ટ્રીમ્સનો ઉપયોગ ફક્ત LPG ઉત્પાદન માટે જ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો, જેના કારણે તેમને પેટ્રોકેમિકલ અને અન્ય ડાઉનસ્ટ્રીમ એપ્લિકેશનોથી LPG ઉત્પાદન તરફ વાળવાની જરૂર હતી.