Thu Jun 25 2026

Logo

વ્યાજદરમાં વધારાની ભીતિ હેઠળ વૈશ્વિક સોનાએ 4000 ડૉલરની સપાટી ગુમાવી

2026-06-25 20:00:43
Author: Ramesh Gohil
Article Image

ChatGTP Ai Generated Image


સ્થાનિક સોનામાં રૂ. 2305ની અને ચાંદીમાં રૂ. 5494ની પીછેહઠ 

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
તાજેતરમાં ક્રૂડતેલના ભાવમાં જોવા મળેલા વધારાને કારણે વધતા ફુગાવાને અંકુશમાં રાખવા માટે અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી સપ્ટેમ્બર મહિનામાં જ વ્યાજદરમાં વધારો કરે તેવી ભીતિ સપાટી પર આવતા ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહ્યું હોવાથી આજે લંડન ખાતે હાજરમાં સોનાના ભાવે 0.5 ટકાના ઘટાડા સાથે આૈંસદીઠ 4000 ડૉલરની સપાટી ગુમાવી હતી અને ભાવ સાત મહિનાની નીચી સપાટીની નજીક પહોંચ્યા હતા. તેમ જ ચાંદીના ભાવમાં પણ 0.3 ટકાનો ઘટાડો આવ્યો હતો. આમ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 2296થી 2305ની અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 5494ની પીછેહઠ જોવા મળી હતી. 

બજારનાં સાધનોનાં જણાવ્યાનુસાર આજે વિશ્વ બજાર પાછળ 999 ટચ ચાંદીમાં ભાવઘટાડાના માહોલમાં રોકાણકારો અને સ્ટોકિસ્ટોનો નવી લેવાલીનો અભાવ હતો. તેમ જ જ્વેલરી ઉત્પાદકો અને ઔદ્યોગિક વપરાશકારોની માગ પણ ખપપૂરતી રહેતાં વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 5494 ઘટીને રૂ. 2,16,541ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ વધુ ભાવઘટાડાના આશાવાદે રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ શુષ્ક રહેતાં વેરારહિત ધોરણે 10 ગ્રામદીઠ 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 2296 ઘટીને રૂ. 1,39,313 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 1,39,873ના મથાળે રહ્યા હતા. 

આજે લંડન ખાતે સત્રના આરંભે ડૉલર ઈન્ડેક્સની મજબૂતી સાથે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 0.5 ટકા ઘટીને આૈંસદીઠ 3982.49 ડૉલર અને ઑગસ્ટ ડિલિવરી વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 0.3 ટકા ઘટીને 3997.60 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે 0.3 ટકા ઘટીને આૈંસદીઠ 57.26 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. 

અમેરિકી ફેડરલ રિઝર્વે ગત 16-17 જૂનની નીતિવિષયક બેઠકના અંતે તંગ નાણાનીતિ અપનાવવાનો નિર્દેશ આપ્યો હોવાથી ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ જોવા મળી રહ્યું છે અને આજે સીએમઈ ફેડ વૉચ ટૂલ પર બજાર વર્તુળો આગામી સપ્ટેમ્બર મહિનામાં વ્યાજદરમાં વધારો કરે તેવી 66 ટકા શક્યતા વ્યક્ત થઈ રહી હતી. તેમ જ ડૉલર ઈન્ડેક્સ વધીને 13 મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો હોવાથી સોનાના ભાવ દબાણ હેઠળ આવ્યા હોવાનું જેફરીઝની માલિકીની ટ્રેડુ ડૉટ કૉમના વિષ્લેષક નિકોસ ત્ઝુબોરસે જણાવ્યું હતું. 

વધુમાં સોનાના એક્સચેન્જ ટ્રેડેડ ફંડોમાં બાહ્યપ્રવાહ અને ઈક્વિટીમાં રોકાણકારોના આંતરપ્રવાહની પણ સોના અને ચાંદી સહિતની કિંમતી ધાતુ પર અસર જોવા મળી રહી હોવાનું તેમણે ઉમેર્યું હતું. અત્રે નોંધનીય બાબત એ છે કે ગત સપ્તાહની ફેડરલ રિઝર્વની બેઠક પશ્ચાત્‌‍ સોનાના વૈશ્વિક ભાવમાં છ ટકા જેટલો ઘટાડો નોંધાઈ ગયો છે અને ગઈકાલે નવેમ્બર, 2025 પછી પહેલી વખત સોનાના ભાવ આૈંસદીઠ 4000 ડૉલરની અંદર ઊતરી ગયા હતા. તેમ જ ગત 29મી જાન્યુઆરીના રોજની સોનાની