Wed Sep 30 2026

Logo

સુપ્રીમ કોર્ટમાં ચાલુ કાર્યવાહીમાં અરજદારે ગેરવર્તન કર્યું,  કાગળ ફેંક્યા

2026-07-10 17:45:25
Author: Chandrakant Kanoja
સુપ્રીમ કોર્ટમાં ચાલુ કાર્યવાહીમાં અરજદારે ગેરવર્તન કર્યું,  કાગળ ફેંક્યા

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટમાં ચાલુ કાર્યવાહી દરમિયાન અરજદારે ગેરવર્તન કર્યું હતું. જેમાં પોતાનો કેસ લડી રહેલા અરજદારે ન્યાયાધીશને અપશબ્દ કહ્યા હતા અને કોર્ટરૂમમાં તેમની સામે કાગળ ફેંક્યા હતા. 

સુરક્ષાકર્મીઓ વ્યક્તિને પકડીને બહાર લઇ ગઇ 

જોકે, સુપ્રીમ કોર્ટની કાર્યવાહીના ખલેલ પહોંચાડવા બદલ સુરક્ષાકર્મીઓ વ્યક્તિને પકડીને બહાર લઇ ગઇ હતી. આ સમગ્ર ઘટના સવારે 11 વાગે કે.વી. વિશ્વનાથન અને જસ્ટિસ આલોક અરાધેની બેંચ સમક્ષ ઘટી હતી. 

આ કેસમાં અરજદાર પોતે જ પોતાનો કેસની દલીલ કરી રહ્યો હતો. ત્યારે તેણે ન્યાયાધીશને અપશબ્દો કહ્યા અને કાગળ ફેંક્યા હતા. તેની બાદ તેને કોર્ટે રૂમમાંથી બહાર લઇ ગઇ હતી. 

આ અંગે મળતી માહિતી મુજબ કોર્ટના જેવી જ  સુનાવણી શરૂ થઇ ત્યાંરે અરજદારે કહ્યું,  જ્યુડિશિયલ સર્વેન્ટ  હું તમને લખનઉના એસીપી વિરુદ્ધ એફઆઈઆર નોંધવાનો આદેશ આપવાનો આદેશ આપું છું. આ વર્તનથી કોર્ટ ચોંકી ગઈ હતી. 

ત્યારે  ન્યાયાધીશ વિશ્વનાથને  પૂછ્યું, કે તમે અમને આદેશ આપી રહ્યા છે. જેના જવાબમાં, અરજદારે કહ્યું, મારા તરફથી આટલું જ, બધું રેકોર્ડ પર છે. ત્યારબાદ તેણે કેસની ફાઇલ બેન્ચ તરફ ફેંકી હતી. તેમજ  કોર્ટમાં સીજેઆઈ પર અપશબ્દો બોલવાનું શરૂ કર્યું અને કહ્યું કે આ કાગળો  સીજેઆઈને સોંપજો. જોકે, આ હંગામા બાદ  સુરક્ષા સ્ટાફ તરત જ હરકતમાં આવ્યો અને વ્યક્તિને કોર્ટ રૂમમાંથી બહાર લઇ ગયા હતા.