Mon Oct 05 2026

Logo

NEET પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ વિરુદ્ધ નોંધાયેલી FIR રદ કરવા સુપ્રીમ કોર્ટનો આદેશ

2026-09-01 17:14:00
Author: Chandrakant Kanoja
NEET પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ વિરુદ્ધ નોંધાયેલી FIR રદ કરવા સુપ્રીમ કોર્ટનો આદેશ

નવી દિલ્હી: દિલ્હી સહિત સમગ્ર દેશમાં NEET પેપર લીક  મુદ્દે વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન બાદ પોલીસે તેમની વિરુદ્ધ એફઆઈઆર નોંધી હતી. જેમાં સુપ્રીમ કોર્ટે કલમ 142નો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓ વિરુદ્ધ નોંધાયેલી એફઆઇઆર રદ કરવાનો આદેશ આપ્યો છે. 

દિલ્હી, આસામ, પશ્ચિમ બંગાળ અને બિહારમાં FIR રદ કરવાનો આદેશ 

આ આદેશમાં સુપ્રીમ કોર્ટે દિલ્હી, આસામ, પશ્ચિમ બંગાળ અને બિહારમાં વિદ્યાર્થીઓ સામે નોંધાયેલી FIR રદ કરવાનો આદેશ આપ્યો હતો. દિલ્હી પોલીસ ફક્ત 2,873 વ્યક્તિઓ સામે જ FIR નોંધાવશે જેમના પર ફોજદારી આરોપો છે. આ અંગે મુખ્ય ન્યાયાધીશે જણાવ્યું હતું કે જો કોઈપણ રાજ્યમાં એવી કોઈ FIR છે જે હજુ સુધી કોર્ટના ધ્યાન પર લાવવામાં આવી નથી તો રાજ્યો તેને રદ કરવાની વિરોધ નહિ કરે. 

સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, કલમ 142 હેઠળ આ અરજીઓ સ્વીકારતી વખતે નિર્દેશ આપ્યો છે કે  આ જ બાબતો અંગે કોઈપણ રાજ્યમાં એફઆઈઆર બાદ તપાસ બંધ કરવામાં આવે.

વિદ્યાર્થીઓ વિરુદ્ધ કોઈ નવી FIR નોંધવામાં નહિ આવે

સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું હતું કે પેપર લીકના મુદ્દા પર વિરોધ કરનારા  ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી કરનારા વિદ્યાર્થીઓ વિરુદ્ધ કોઈ નવી FIR નોંધવામાં નહિ આવે.