Sun Oct 04 2026

Logo

રાહુલ ગાંધી કોઇ VVIP નહીં', સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી તો CJI સૂર્યકાંત બોલ્યા- અમારા માટે બધા બરોબર

2026-09-09 14:45:03
Author: Mumbai Samachar Team
રાહુલ ગાંધી કોઇ VVIP નહીં', સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી તો CJI સૂર્યકાંત બોલ્યા- અમારા માટે બધા બરોબર

 

રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિ મામલે બુધવારે સુપ્રીમ કોર્ટમાં જલદી સુનાવણીની માંગ થઇ. જેના પર સુપ્રીમ કોર્ટમાં CJI સૂર્યકાંતે કહ્યું કે અમારી સમક્ષ બધા સમાન છે. તેમણે રાહુલ ગાંધી વિરુદ્ધ ચાલી રહેલા ગુનાહિત માનહાની મામલે ફરિયાદીને કહ્યું કે જો તેઓ કેસની જલદી સુનાવણી ઇચ્છે છે તો તેના માટે યોગ્ય અરજી દાખલ કરવી જોઇએ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તેમના માટે બધા પક્ષ સમાન છે. 

સુપ્રીમ કોર્ટમાં CJI સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્ય બાગચી અને વી. મોહનાની બેન્ચે આ વાત પર ભાર મૂક્યો કે આપણા માટે બધા સમાન છે અને ફરિયાદીને પ્રક્રિયાનું પાલન કરવાનું કહ્યું. ફરિયાદી બોર્ડર રોડ્સ ઓર્ગેનાઈઝેશન (BRO) ના પૂર્વ ડિરેક્ટર છે. સુપ્રીમ કોર્ટમાં ફરિયાદી તરફથી હાજર રહેલા સિનિયર એડવોકેટ ગૌરવ ભાટિયાએ જણાવ્યું કે રાહુલ ગાંધી કોઈ VVIP નથી અને મેજિસ્ટ્રેટ દ્વારા નોટિસ લેવા સામે રાહુલ ગાંધી દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અપીલ છેલ્લા પાંચ મહિનાથી સુનાવણી માટે લિસ્ટ કરવામાં આવી નથી.

‘તે કોઈ VVIP નથી’

ગૌરવ ભાટિયાએ કહ્યું, ‘તે કોઈ VVIP નથી. આ કેસ પાંચ મહિના પહેલાં પણ લિસ્ટ કરવામાં આવ્યો હતો અને તેની પર સુનાવણી થઈ નહોતી. આ સંસ્થા માટે પણ સારી વાત નથી.’ આના પર CJIએ કહ્યું, ‘અમને પ્રક્રિયાનું પાલન કરવા દો. વહેલી સુનાવણી માટે અરજી દાખલ કરો. આપણા માટે બધા સમાન છે. કૃપા કરીને વહેલી સુનાવણી માટે અરજી દાખલ કરો. અમે તેની પર સુનાવણી કરીશું.’

શું હતો રાહુલ ગાંધી સાથે જોડાયેલો આ મામલો

રાહુલ ગાંધી વિરુદ્ધ ગુનાહિત  માનહાનિનો મામલો તેમના એ નિવેદન સાથે જોડાયેલો છે જેમાં તેમણે કહ્યું હતું કે ‘અરુણાચલ પ્રદેશમાં ચીની સૈનિક ભારતીય સેનાના જવાનો માર મારે છે.’ આ નિવેદન રાહુલ ગાંધી તરફથી લાઇન ઓફ એક્ય્યુઅલ કંટ્રોલ (LAC) પર ચીનની હરકતોને લઇને સરકારની આલોચના તરીકે આપવામાં આવ્યું હતું.