નવી દિલ્હીઃ છેલ્લા 13 વર્ષથી કોમામાં રહેલા ગાઝિયાબાદના રહેવાસી હરીશ રાણાને ઈચ્છા મૃત્યુ આપવાની માંગ પર સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો. કોર્ટે તેને ઈચ્છા મૃત્યુની મંજૂરી આપી હતી. કોર્ટે કહ્યું, તેને એઈમ્સના પેલિએટિવ કેરમાં દાખલ કરવામાં આવશે, તેની મેડિકલ ટ્રીટમેન્ટ પરત લેવાશે.
કોર્ટે કહ્યું, ડિગ્નિટી સાથે આ પ્રક્રિયા પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવું જોઈએ. ગત સુનાવણી દરમિયાન કોર્ટે તેના પરિવારજનો સાથે પણ વાત કરી હતી. 100 ટકા દિવ્યાંગતાનો શિકાર બની ચુકેલા પુત્રની ઠીક થવાની આશા છોડી ચુકેલા હરીશના માતા-પિતાએ તેને ઈચ્છા મૃત્યુ આપવાની માંગ કરી હતી. એઈમ્સના રિપોર્ટ પ્રમાણે, હરીશના ઠીક થવાની આશા નથી.
ન્યાયાધીશ પારડીવાલાએ કહ્યું, આ ખૂબ દુખદ રિપોર્ટ છે. અમારા માટે આ મુશ્કેલ નિર્ણય છે. અમે આ છોકરાને અપાર દુખમાં નથી જોઈ શકતા. અમે જે સ્ટેજમાં છીએ ત્યાં અમારે અંતિમ નિર્ણય લેવો જ પડશે.
Supreme Court allows withdrawal of medical treatment to 32-year-old Harish Rana, who has been in a vegetative state for the last 13 years with negligible hope of recovery.
— ANI (@ANI) March 11, 2026
SC directs AIIMS Delhi to admit Rana and provide all facilities in carrying out the exercise of withdrawing…
શું છે મામલો
ચંદીગઢમાં રહીને અભ્યાસ કરતો હરીશ 2013માં હોસ્ટેલના ચોથા માળેથી પડી ગયો હતો. તેના માથામાં ગંભીર ઈજા થઈ હતી. જે બાદ કોમામાં સરી પડ્યો હતો. સતત પથારીમાં રહેવાના કારણે તેના શરીર પર પણ અનેક જગ્યાએ ઘા પડી ગયા હતા.
ઈચ્છા મૃત્યુ બે પ્રકારના હોય છે. પ્રથમ – સક્રિય ઈચ્છા મૃત્યુ અને બીજું નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુ. ભારતમાં નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુની મંજૂરી છે. નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુ એ તબીબી સારવારને રોકવા અથવા પાછી ખેંચવાની ક્રિયા છે, જેમ કે વ્યક્તિને મૃત્યુની મંજૂરી આપવાના હેતુસર જીવન સહાયતા સાધનોને રોકવા અથવા પાછા ખેંચવા. દેશમાં સક્રિય ઈચ્છા મૃત્યુ પર હજુ પણ પ્રતિબંધ છે. સક્રિય ઈચ્છા મૃત્યુનો અર્થ એ છે કે દર્દી અસાધ્ય રોગથી પીડિત છે અને તેને ઝેરના સીધા ઈન્જેક્શનથી મારી નાખવો.
કયા દેશોમાં ઈચ્છા મૃત્યુને મંજૂરી છે ?
નેધરલેન્ડ, લક્ઝમબર્ગ અને બેલ્જિયમમાં ઈચ્છા મૃત્યુની મંજૂરી છે. સ્વિટ્ઝર્લેન્ડમાં ઈચ્છા મૃત્યુની પણ મંજૂરી છે પરંતુ તે માત્ર ડૉક્ટરની હાજરીમાં જ થઈ શકે છે. યુનાઇટેડ કિંગડમ એટલે કે બ્રિટન તેને ગેરકાયદે માને છે. અમેરિકામાં, વિવિધ રાજ્યોમાં આને લગતા જુદા જુદા કાયદા છે. વોશિંગ્ટન, ઓરેગોન અને મોન્ટાના જેવા રાજ્યોમાં ઈચ્છામૃત્યુની મંજૂરી છે, જ્યારે અન્ય ઘણા રાજ્યોમાં નથી.