Sat Sep 26 2026

Logo

સનરાઇઝર્સે પાકિસ્તાની ખેલાડીને ખરીદતા વિવાદ! BCCIએ કરવી પડી સ્પષ્ટતા...

2026-03-13 15:37:23
Author: Savan Zalariya
સનરાઇઝર્સે પાકિસ્તાની ખેલાડીને ખરીદતા વિવાદ! BCCIએ કરવી પડી સ્પષ્ટતા...

Sunrisers Hyderabad 2026


ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 19 સિઝન શરુ થાયે એ પહેલા સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)  ફ્રેન્ચાઇઝી વિવાદમાં ઘેરાઈ છે. SRH સાથે જોડાયેલી ફ્રેન્ચાઇઝી સનરાઇઝર્સ લીડ્સે ઇંગ્લેન્ડની ધ હંડ્રેડ લીગ માટે પાકિસ્તાન સ્પિન બોલર અબરાર અહેમદને સાઇન કરતા ભારતીય ક્રિકેટ ચાહકો નારાજ થયા છે. ચાહકો IPL 2026માં SRHનો બહિષ્કાર કરવાની હાકલ કરી રહ્યા છે. એવામાં BCCI એ આ મુદ્દા પર સ્પષ્ટતા કરી છે.  

BCCIના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ એક નિવેદનમાં જણાવ્યું કે સનરાઇઝર્સે IPLમાટે નહીં પરંતુ એક વિદેશી લીગમાં માટે પાકિસ્તાની ખેલાડીને ખરીદ્યો છે, તેથી BCCI આ મુદ્દે કંઈ ન કરી શકે. રાજીવ શુક્લાએ કહ્યું, "આ અમારા અધિકાર ક્ષેત્ર હેઠળ નથી આવતું, સનરાઇઝર્સે કોઈ વિદેશી લીગ માટે ખેલાડીને ખરીદ્યો છે. ફ્રેન્ચાઇઝીએ નિર્ણય લેવાનો છે; અમે કંઈ શકીએ એમ નથી." 

અહેવાલ મુજબ, ઇંગ્લેન્ડની 'ધ હંડ્રેડ' લીગ માટેની હરાજીમાં સનરાઇઝર્સ લીડ્સે પાકિસ્તાની સ્પિનરને ₹2.34 કરોડમાં ખરીદ્યો. નોંધનીય છે કે IPLમાં પાકિસ્તાની ખેલાડીઓ પર પ્રતિબંધ છે, સોશિયલ મીડિયા પર સનરાઈઝર્સની ટીકા થઈ રહી છે.

Sunrisers Hyderabad 2026 

'ધ હન્ડ્રેડ' ટુર્નામેન્ટમાં લીડ્સ ફ્રેન્ચાઇઝી અગાઉ નોર્ધન સુપરચાર્જર્સ તરીકે ઓળખાતી, ગત વર્ષે ભારતીય મીડિયા કંપની સન ટીવીએ આ ફ્રેન્ચાઇઝીની માલિકી હસ્તગત કરી હતી. સન ટીવીએ ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) પાસેથી 49 ટકા અને યોર્કશાયર પાસેથી બાકીનો 51 ટકા હિસ્સો ખરીદ્યો હતો.