Mon Apr 20 2026

Logo

દક્ષિણ મુંબઈમાં બુધ -ગુરુ ૧૮ કલાક પાણીપુરવઠો બંધ

2026-04-20 21:59:00
Author: સપના દેસાઈ
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: શિવડીમાં મહત્ત્વની પાઈપલાઈનનું કામ હાથમાં લેવામાં આવવાનું હોવાથી દક્ષિણ મુંબઈના મોટાભાગના વિસ્તારમાં બુધવાર થી ગુરુવાર ૧૮ કલાક માટે પાણીપુરવઠો બંધ રહેશે.પાલિકાના પાણીપુરવઠા વિભાગના જણાવ્યા મુજબ બુધવાર, ૨૨ એપ્રિલ, ના સવારના ૧૦ થી ગુરુવાર, ૨૩ એપ્રિલના સવારના ચાર વાગ્યા સુધી દક્ષિણ મુંબઈના એ,બી, સી, ઈ અને એફ-દક્ષિણ વોર્ડમાં પાણીપુરવઠો બંધ રહેશે. તો અમુક વિસ્તારમાં લો પ્રેશર સાથે પાણીપુરવઠો થશે.

અધિકારીના જણાવ્યા મુજબ શિવડીમાં હાજી બંદર રોડ પર ટનલ ભંડારવાડા હિલ રિર્ઝવિયર નજીક ટનલ પાઈપલાઈનમાં બે ૧,૫૦૦ મિલીમીટર વ્યાસના બટરફ્લાય વાલ્વ બેસાડવાના છે. તેથી આ શટડાઉન લેવામાં આવ્યું છે. આ કામ ભંડારવાડા હિલ રિર્ઝવિયર, ફૉસબેરી હિલ રિર્ઝવિયર અને ગોલંજી હિલ રિર્ઝવિયરના પાણીપુરવઠાને વ્યવસ્થિત કરવામાં માટે કરવામાં આવવાનું છે.

આ વિસ્તારોમાં પાણીપુરવઠો બંધ રહેશે
એ-વોર્ડ : પી. ડિમેલો રોડ, રામનગર, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ વિસ્તાર, સેન્ટજ્યોર્જ હૉસ્પિટલ, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા વિસ્તાર, નેવી ડોકયાર્ડ વિસ્તાર.
બી-વોર્ડ : ઉમરખાડી, નૂરબાગ, ચિંચબંદર, વાલપાખાડી, જેલ રોડ, રામચંદ્ર ભટ્ટ રોડ, આનંદરાવ સુર્વે રોડ, સમંતભાઈ નાંજી રોડ, ડૉ. મહેશ્ર્વરી રોડ, કેશવજીનાઈક રોડ, શાયદા રોડ, ફ્લૅંક રોડ, નવરોજી હિલ, ટંડેલ, નિશાણપાડા સ્ટ્રીટ, નંદલાલ જાની રોડ, લીલાધર સાહ રોડ, દાણાબંદર, સંત તુકારામ રોડ, વાડી બંદર, બોમ્બે પોર્ટ ટ્રસ્ટ વિસ્તારમાં ગુરુવારે પાણીપુરવઠો બંધ રહેશે. તો તંતનપુરા, સૅમ્યુએલ મોહમ્મદ ઉમર કોકીલ રોડ, આઈ.એમ.એમ. વાય.એમ. રોડ, ડોંટાડ રોડ, ખડક, ઈસ્તાયલ મોહલ્લા, શેરિફ દેવજી, દારિયા સ્થાન, કાજી સૈયદ, જુનાબ બંગાલીપુરા, અભયચંદ ગાંધી રોડ, લોકમાન્ય ટિળક રોડ, નિશાણપાડા, મસ્જિદ બંદર, ઈમામવાડા, આઈ.આર. રોડ, મોહમ્મદઅલી, મેમણવાડા, પિરુગલી, કંબેકર,અબ્દુલ રહેમાન સ્ટ્રીટમાં શુક્રવારે પાણીપુરવઠોબંધ રહેશે.

સી-વોર્ડ: બૅનિયન સ્ટ્રીટ, ઈસ્માઈલ કર્ટે રોડ, બોરાબજાર રોડ, સરદાર વલ્લભભાઈ રોડ, કાજી રોડ, અલી ઉમર રોડ, બાપૂ કોટે રોડ, ઝામ રોડ, મસ્જિદ રોડ, ચિમના બુચર રોડ, મટન રોડ, ધાબૂ રોડ, પાકમોડિયા સ્ટ્રીટમાં પાણીપુરવઠો બંધ રહેશે.
ઈ-વોર્ડ: નેસબિટ રોડ, એન.એમ. જોશી રોડ, મદનપુરા, બદલૂપુરા, નાગપાડા, શેખ હાઇફઝુદ્દીનરોડ, મેરાજ શેટ્ટી રોડ, ગણેશ હરી પારુંડેકર રોડ, પાઈસ રોડ, મુસા કિલ્લેદાર રોડ,  સોફિયા ઝુબેર રોડ, ડિમટિમકાર રોડ, એમ.એ. રોડ, ટેન્કપાખાડી રોડ, ક્લિઅર રોડ, બી.જે.રોડ, કે.કે. રોડ,  શેખ કમરુદ્દીન રોડ, મસ્તાન ટૅન્ક રોડ, કાઝીપુરા, ડંકનરોડ, જે.જે. રોડ, સેન્ટ મેરી રોડ, નેસબિટ રોડ, તાડવાડી, મ્હાતારપાખાડી રોડ, રેલવે કૉમ્પ્લેક્સ, શિવદાસ તાપસી રોડ, એમ.એસ. અલી રોડ, બેલાસિસ રોડ, કામાઠીપુરા, એસ.પી.રોડ, મનાજી રાજૂજી રોડ, આગ્રીપાડા, દત્તારામ લાડ રોડ, બી.એ. રોડ, ભાઈબાલ મુુકુંદ રોડ, કાળાચોકી, ચિંચપોકળી, ટી.બી. કદમ રોડ વિસ્તારમાં શુક્રવારે ઓછા દબાણ સાથે પાણીપુરવઠો થશે. તો માઝગાંવ કોળીવાડા, નરસૂ નાખવા વિઠોબા રોડ, બ્રહ્મદેવખોદ રોડ, દરગાહ ગલી, બૅરિસ્ટર નાથ પૈ રોડ, દિલીમા સ્ટ્રીટ, ચર્ચલેન, બેકર્સ લેન, નવાબ ટૅન્ક પૂલ, ગન પાવડર રોડ, નવા નગર, ડૉકયાર્ડ રોડ, હાથીબાગ વિસ્તાર, શેઠ મોતિશાહ ગલી, બીપીટીમાં ગુરુવારે  પાણીપુરવઠો બંધ રહેશે.

એફ-દક્ષિણ: અભ્યુદય નગર, શિવડી, વડાલામાં શુક્રવારે પાણીપુરવઠો બંધ રહેેશે. તો લાલાબાગ, ડૉ.બાબાસાહેબ આંબેડકર રોડ, ચિવડા ગલી, દત્તારામ લાડ રોડ, જિજીભોય ગલી, મહાદેવ પાલવે રોડ, સાને ગુરુજી રોડ, દાદર, ભોઈવાડા, હાફકીન ઈન્સ્ટિટયૂટ વિસ્તાર, પરેલ વિલેજ, શિવડીમાં પાણીપુરવઠો બંધ રહેશે.