Fri May 22 2026

Logo

નિખારઃ તમારી સંવેદના તમારું ગૌરવ

2026-05-21 08:06:00
Author: Zubaida Valiyani
Article Image

ઝુબૈદા વલિયાણી

કુદરતે દરેક સૌંદર્યમાં સંવેદના ભરી છે.
- પ્રકૃતિની તમામ સંવેદના યોગ્ય સમયે જ પ્રગટ થાય છે.
- દરિયામાં મોટી ભરતી પૂનમે જ આવે છે.
- મેઘધનુષ વરસાદની ટાઢક પછી જ રચાય છે.
- ઉનાળામાં દેખાય તે ઝરણાં નથી હોતાં.
- પણ મૃગજળ જ હોય છે.
- આપણે મૃગજળને જળ માની લઈએ તો એમાં વાંક મૃગજળનો નહીં, પણ આપણો હોય છે.

- સુકાઈ જવાનું પણ એક સૌંદર્ય હોય છે, જો તે કોઈ યોગ્ય કારણ માટે સુકાતા હોય.
- પાનખરનું સૌંદર્ય એટલે જ કે ત્યાં વસંત પાછી આવવાની છે.
- પાનખર એ વસંતનો વિરહ છે.
- કંઈક ઊગવાનું હોય તો ખરવાની અને ખમવાની પણ મજા હોય છે.
- વિરહનો મતલબ તો જ છે જો કોઈ આવવાનું હોય.

- બાકી પેલી ગઝલની પંકિત જ વાજબી છે કે, જિસને પૈરો કે નિશા ભી નહીં છોડે પીછે, ઉસ મુસાફિર કા પતા ભી નહીં પૂછા કરતે...!

- તમારી ઈમોશન્સ કેટલી કન્ટ્રોલ્ડ છે.
- હા, સ્વાર્થી ન થાવ, પણ સાથોસાથ સ્વાર્થીને સમર્પિત પણ ન થઈ જાવ.
- શિકારી પણ અનાજના દાણા વેરે છે અને- ખેડૂત પણ ખેતરમાં અનાજના દાણા જ વેરતો હોય છે.
- દાનત દાનતમાં ફેર હોય છે.
- આથમતા સૂર્યનું સૌંદર્ય એટલું જ સારું લાગે છે, કારણ કે બીજા દિવસે પાછો ઊગવાનો છે.

- અંધારાનું પણ સૌંદર્ય છે, જો પ્રકાશ પાછો આવવાનો હોય.
- રાહ પણ એની જ જુઓ જેના પાછા ફરવાનો વિશ્ર્વાસ હોય.
- દરેક વ્યક્તિને જિંદગીમાં એક વખત તો એવું થયું જ હોય છે કે, હું મૂર્ખ છું.
- મારી મૂર્ખાઈ જ મારી વેદના માટે જવાબદાર છે.

- કોઈ વ્યક્તિ વિશ્વાસઘાત કરે ત્યારે આપણને આવી લાગણી થતી હોય છે. આવા સમયે વ્યક્તિ ઘણી વખત બદલાઈ જતી હોય છે.

- હવે હું પણ જોઈ લઈશ.
- એક વાત એ પણ જાણવા જેવી છે કે
- સંવેદનાનો પડઘો સંવેદનાથી ન પાડ્યો હોય.
- ત્યારે પણ તમારી સંવેદનાને બુઠ્ઠી થવા ન દો.

- સંવેદનાનું વેર દુશ્મનીથી વાળી ન શકાય.
- સારું એજ હોય છે કે તમારી સંવેદનાને બીજી તરફ વાળી દો.
- દુશ્મની કરીને પણ સરવાળે તો આપણે આપણાં 

* સમય,
* શક્તિ
- અને
* સંવેદના જ બરબાદ કરતાં હોઈએ છીએ.

- લાડકી પૂર્તિના પ્રિય વાચક મિત્રો!
* તમારી સંવેદના તમારું ગૌરવ છે.
- સંવેદના ગુમાવો નહીં.
- પ્રસ્તુત લેખના ગયા અંકમાં કહ્યા મુજબ વ્યક્તિની સંવેદના જ એનું સાચું સૌંદર્ય છે.

બોધ:
* સંવેદનામાં માત્ર એટલી જ સમજદારીની જરૂર હોય છે કે કોઈ તેને છંછેડી ન જાય, છેતરી ન જાય.
* સંવેદના છંછેડાય તેમાંય વાંધો નથી, પણ એમાંથી સંગીતનું સર્જન થવું જોઈએ.

* વસો તો વાંધો નથી, પણ કોઈ તૃપ્ત થતું હોવું જોઈએ. તથાસ્તુ (ઈશ્ર્વર, અલ્લાહ, પ્રભુ જીવ માત્રનું ભલું કરે).
* * *
હસ ગુલ્લા:
- પ્રેમિકા: ‘પ્રીતમ! તું મને લગ્ન બાદ મારી નોકરી તો ચાલુ રાખવા દેશે ને?’
- પ્રીતમ: ‘જરૂર! જરૂર! એ નોકરી ઉપર તો આપણા બેનું ગુજરાન ચાલવાનું છે...!’