Fri Sep 11 2026

Logo

સૌરાષ્ટ્રમાં સીઝનનો 28 ટકા વરસાદ, એક જિલ્લામાં દેમાર 44 ટકા તો એક જિલ્લામાં 1 ટકા પણ વરસાદ નહીં !

2026-07-10 11:56:00
Author: Mayur Patel
સૌરાષ્ટ્રમાં સીઝનનો 28 ટકા વરસાદ, એક જિલ્લામાં દેમાર 44 ટકા તો એક જિલ્લામાં 1 ટકા પણ વરસાદ નહીં !

અમદાવાદઃ સુરત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદે વિનાશ વેર્યા બાદ બે દિવસથી વિરામ લીધો છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે રાજ્યમાં સીઝનનો સરેરાશ 24.63 ટકા વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રમાં સીઝનનો 28 ટકા વરસાદ પડી ગયો છે. જોકે તેમ છતાં એક જિલ્લામાં દેમાર 44 ટકા તો એક જિલ્લામાં 1 ટકા પણ વરસાદ પણ નથી પડ્યો. દક્ષિણ ગુજરાતમાં સીઝનનો સરેરાશ 34.69 ટકા, સૌરાષ્ટ્રમાં 34.61 ટકા, પૂર્વ મધ્યમાં 17.31 ટકા, ઉત્તર ગુજરાતમાં 14.09 ટકા તથા કચ્છમાં 1.92 ટકા વરસાદ પડ્યો છે.

સૌરાષ્ટ્રના કયા જિલ્લામાં કેટલો વરસાદ

સુરેન્દ્રનગરમાં 19.92 ટકા, રાજકોટમાં 18.68 ટકા, મોરબીમાં 9.57 ટકા, જમનગરમાં 9 ટકા, દેવભૂમિ દ્વારકામાં 0.92 ટકા, પોરબંદરમાં 11.56 ટકા, જૂનાગઢમાં 43.04 ટકા, ગીર સોમનાથમાં 39.85 ટકા,અમરેલીમાં 43.76 ટકા, ભાવનગરમાં 33.22 ટકા, બોટાદમાં 23.64 ટકા વરસાદ પડ્યો છે.

કયા જિલ્લામાં 1 ટકા પણ વરસાદ નહીં 

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 1 ટકા પણ વરસાદ નથી પડ્યો. ભાણવમાં 1.14 ટકા, ખંભાળીયામાં 2.31 ટકા વરસાદ પડ્યો છે. દ્વારકા અને કલ્યાણપુરમાં વરસાદ પડ્યો નથી.  દેવભૂમિ દ્વારકામાં સરેરાશ 0.94 ટકા વરસાદ પડ્યો છે.

ક્યા જિલ્લામાં દેમાર 44 ટકા વરસાદ 

અમરેલી જિલ્લામાં સરેરાશ 43.76 ટકા વરાસદ ખાબક્યો છે. અમરેલીમાં 36.68 ટકા, બાબરામાં 23.61 ટકા, બગસરામાં 32.70 ટકા, ધારીમાં 47.23 ટકા, જાફરાબાદમાં 42.98 ટકા, ખાંભામાં 62.82 ટકા, લાઠીમાં 30.05 ટકા, લીલીયામાં 43.68 ટકા, રાજુલામાં 77.57 ટકા, સાવરકુંડલામાં 59.30 ટકા, કુંકાવાવ વડીયામાં 23.29 ટકા વરસાદ વરસ્યો છે.

સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદના કારણે અમરેલીના રાજુલાનો ધાતરવાડી અને સાવરકુંડલાનો સુરજવાડી, ભાવનગરના મહુવાનો રોજકી, માલણ, શેત્રુંજી ડેમ 100 ટકા ભરાયા છે. જ્યારે ભાવનગરના ઉમરાળાનો રંઘોળા ડેમ 99.65 ટકા, અમરેલીના ધારીનો ખોડીયાર ડેમ 96.83 ટકા, અમરેલીના ખાંભાનો રાયડી ડેમ 95.24 ટકા, અમરેલીના રાજુલાનો ધાતરવાડી-2 ડેમ 93.72 ટકા ભરાયા છે.