જામનગર: ભારતીય ક્રિકેટના દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકરના દીકરા અર્જુનના લગ્ન સાનિયા ચંદોક સાથે થવા જઈ રહ્યા છે, બંને લગ્ન 5 માર્ચના રોહ લગ્નબંધને જોડાશે, એ પહેલા જાનગરમાં પ્રી-વેડિંગ સેરેમની યોજાઈ રહી છે. પ્રી-વેડિંગ સેરેમનીનાં કેટલાક ફોટો અને વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ફોટોમાં જોવા મળે છે કે તેંડુલકર અને ચંડોક પરિવારો મહેંદી સેરેમનીમાં જઈ રહ્યા છે. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર ગ્રીન કલરના કુર્તામાં ડેશિંગ લુકમાં જોવા મળી રહ્યો છે, અર્જુન ક્રીમ કલરના ડ્રેસમાં જોવા મળે છે. ફોટોમાં સચિનની દીકરી સારા તેંડુલકર ગુલાબી લહેંગામાં જોવા મળી રહી છે. સાનિયા ચાંદોક પેસ્ટલ લહેંગામાં જોવા મળી રહી છે.
Arjun Tendulkar with Sachin Tendulkar and family at his Mehndi ceremony.💛
— Rohan💫 (@rohann__45) March 3, 2026
Just a few hours earlier, he was practicing with Lucknow Super Giants.😭😂
Unreal dedication.🫡 pic.twitter.com/aItNMjaWeD
ઝહીર ખાન, યુવરાજ સિંહ, હરભજન સિંહ જેવા ક્રિકેટરો પ્રી-વેડિંગ સેરેમનીમાં હાજરી આપી રહ્યા છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરે તેમના પરિવાર સાથે પ્રી-વેડિંગ સેરેમનીમાં જોડાયા છે.
મુંબઈ સ્થિત તેંદુલકર પરિવારના નિવાસસ્થાનને શણગારવામાં આવ્યું છે. સચિનના સાથી ખેલાડીઓ અર્જુનના લગ્નમાં સામેલ થવા મુંબઈ આવી રહ્યા છે. સચિને વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને હાજરી આપી હતી. બોલીવૂડના સેલિબ્રિટીઝને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.