Sat Aug 29 2026

Logo

સાબરમતી સ્ટેશન પર મળશે એરપોર્ટને ટક્કર મારે એવી સુવિધાઓ, ટ્રાંસપોર્ટ હબમાં જ રેસ્ટરૂમથી લઈને રીફ્રેશમેન્ટ સુધીની વ્યવસ્થાઓ

2026-06-13 08:42:00
Author: Mumbai Samachar Team
સાબરમતી સ્ટેશન પર મળશે એરપોર્ટને ટક્કર મારે એવી સુવિધાઓ, ટ્રાંસપોર્ટ હબમાં જ રેસ્ટરૂમથી લઈને રીફ્રેશમેન્ટ સુધીની વ્યવસ્થાઓ

અમદાવાદઃ અમદાવાદ શહેરનું સાબરમતી રેલવે સ્ટેશન ટ્રાંસપોર્ટ હબ બનવા જઈ રહ્યું છે. અતિ આધુનિક સુવિધાથી સજ્જ રેલવે સ્ટેશન તૈયાર  થઈ રહ્યું છે, આ સ્ટેશન સાથે મેટ્રો સ્ટેશનની શહેરની ક્નેક્ટિવિટી આપવામાં આવી રહી છે.સ્માર્ટ ટ્રાંઝિટ સેન્ટર તૈયાર કરવામાં આવશે જેનું કામ આ વર્ષે જ પૂર્ણ થઈ જશે. આ યોજનામાં રેલવે, બુલેટ ટ્રેન, મેટ્રો તથા સિટી બસ સર્વિસને એક જ લાઈનનો સમાવેશ કરવામાં આવ્યો છે. અહીંયા 1200 પ્રવાસીઓ માટે ખાસ વેઇટિંગ એરિયા છે, મહિલાઓ તથા વીઆઈપીઓ માટે ખાસ રૂમ છે. અહીંયા આવ્યા બાદ પ્રવાસીઓને એરપોર્ટ જેવી ફીલ આવશે. 

શું મળશે આ યોજના અંતર્ગત
હાલ રેલવે અને મેટ્રો વચ્ચે ક્નેક્ટિવિટી આપવામાં આવી છે. ખાસ વર્કસ્પેસને અહીંયા ડેલવપ કરવામાં આવી રહી છે. હાલમાં સાબરમતી રેલવે સ્ટેશનના બીજા તબક્કાનું કામ ચાલી રહ્યું છે. જ્યાં પાર્કિંગ સુવિધાથી લઈને ફૂટકોર્ટ સુધીની સુવિધા આપવામાં આવશે. રેલવે સ્ટેશન પરિસરમાં પાર્કિંગ અને રેલવે વિભાગ જરૂરી એવી કચેરી જેવી કે, બુકિંગ, સ્ટેશન માસ્ટર ઓફિસ, વેઈટિંગ રૂમ જેવી સુવિધા માટે ડોમ તૈયાર કરવામાં આવી રહ્યા છે. નવા સાબરમતી સેન્ટ્રલ રેલવે સ્ટેશનમાં શૉપ માટેનું પણ આયોજન થઈ રહ્યું છે. આ વિસ્તારમાં જ પ્રવાસી પોતાની ક્નેકિટંગ ટ્રેન માટે રાહ જોઈ શકે છે. બેથી ત્રણ કલાકના સમય ગેપમાં સ્ટેશન પર રહીને જરૂરી કામ પૂરા કરી શકાશે. ખાસ કોઈ હોટેલની જરૂર નહીં પડે. ભોજન માટેના ખાસ ફૂડકોર્ટ, રીફ્રેશમેન્ટ, શૌચાલય, રેસ્ટરૂમ અને ટ્રેક ચેન્જ માટે પણ સ્પેસ ફાળવી દેવામાં આવી છે. 

બેસ્ટ ક્નેક્ટિવિટી
નવા તૈયાર થનારા સાબરમતી સેન્ટ્રલ રેલવે સ્ટેશન એક ટ્રાંઝિટ અને ટ્રાંસપોર્ટ હબ તરીકે તૈયાર થયા બાદ મુસાફરોને અનેક પ્રકારની સુવિધાઓ મળી રહેવાની છે. જેમાં સામાન રાખવા માટે સુરક્ષિત લોકર સિસ્ટમ, દસ્તાવેજના જરૂરી કામ માટે પ્રિન્ટિંગ સિસ્ટમ, આરામ કરવા માટે ખાસ સુવિધા, ભોજન કરવા માટે ફૂટકોર્ટ, રીફ્રેશમેન્ટ અને શૌચાલય, બુલેટ ટ્રેન, મેટ્રો, સિટી બસ માટેની સરળ ક્નેક્ટિવિટી, ફ્રી વાઈફાઈ ઝોન, દિવ્યાંગો માટે ખાસ સુવિધા, વરિષ્ઠ નાગરિકો માટે સરળ અવરજવર પોર્શન, વ્હિલ ચેર માટે ખાસ પેસેજ, પાર્કિંગથી લઈને પીવાના પાણી સુધીની સુવિધાઓ મળી રહેવાની છે. ક્નેક્ટિંગ ટ્રેન માટે આ સેન્ટ્રલ ખરા અર્થમાં બેસ્ટ વિકલ્પ બની રહેશે, ખાસ કરીને અમદાવાદ શહેરથી ગાંધીનગર જવા માટે અને સાબરમતી સ્ટેશન પર ઊતરીને શહેરના બીજા કોઈ વિસ્તારમાં જવા માટે ખાસ ક્નેક્ટિવિટી મળતા હવે મોટી સરળતા ઊભી થશે.