Tue Sep 15 2026

Logo

ડોનાલ્ડ ટ્રમ્પનો નવો દાવો, કહ્યું ઈરાન વિરુદ્ધ  યુદ્ધ સમાપ્ત કરી દીધું

Washington DC   2026-06-12 19:04:27
Author: Chandrakant Kanoja
ડોનાલ્ડ ટ્રમ્પનો નવો દાવો, કહ્યું ઈરાન વિરુદ્ધ  યુદ્ધ સમાપ્ત કરી દીધું

વોશિંગ્ટન: મિડલ ઈસ્ટના ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધમાં સતત નવા ઘટનાક્રમ ઉમેરાઇ રહ્યા છે. જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર નિવેદન બદલી રહ્યા છે. જેમાં ગુરુવારે ઈરાન પર મોટા હુમલાની ચેતવણી આપી રહ્યા હતા ત્યારે આજે હવે નવું નિવેદન આપ્યું છે. જેમાંકહ્યું  છે કે અમેરિકાએ ઈરાન વિરુદ્ધનું યુદ્ધ સમાપ્ત કરી દીધું છે. 

ઈરાને આ દાવાની પુષ્ટિ નથી કરી.

જ્યારે બીજી તરફ  ઈરાને આ દાવાની પુષ્ટિ નથી કરી. તેમજ કહ્યું છે કે  હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. ડોનાલ્ડ ટ્રમ્પે જ્યોર્જિયામાં એક ચૂંટણી રેલીને વર્ચ્યુઅલી સંબોધિત કરતી વખતે કહ્યું કે અમેરિકાએ ઈરાન સાથે યુદ્ધ સમાપ્ત કરી દીધું છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે ઈરાન પરમાણુ શસ્ત્રો નહિવિકસાવવા માટે સંમત થયું છે. 

ઈરાન સામે હુમલો અને બોમ્બમારો અભિયાન રદ

સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે જણાવ્યું હતું કે ઈરાન સાથેની વાટાઘાટો ઈરાની નેતૃત્વના ઉચ્ચતમ સ્તર સુધી પહોંચી ગઈ છે અને તેને મંજૂરી મળી ગઈ છે. તેમણે ઉમેર્યું હતું કે રાષ્ટ્રપતિ તરીકે તેમણે ઈરાન સામે હુમલો અને બોમ્બમારો અભિયાન રદ કરી દીધું છે. 

ટૂંક સમયમાં હસ્તાક્ષર માટેનું  સ્થળ અને સમય જાહેર કરવામાં આવશે

આ અંગે રાષ્ટ્રપતિ ટ્રમ્પે જણાવ્યું હતું કે, વાટાઘાટોના મુખ્ય મુદ્દાઓને  અમેરિકા, ઇઝરાયેલ, સાઉદી અરેબિયા, યુએઇ, કતાર, તુર્કી, પાકિસ્તાન, બહેરીન, કુવૈત, જોર્ડન, ઇજિપ્ત અને અન્ય સંબંધિત પક્ષોએ મંજૂરી આપી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે જ્યાં સુધી સમજૂતીને સંપૂર્ણ રીતે અંતિમ સ્વરૂપ આપવામાં ન આવે ત્યાં સુધી નૌકાદળની નાકાબંધી ચાલુ રહેશે અને ટૂંક સમયમાં હસ્તાક્ષર માટેનું સ્થળ અને સમય જાહેર કરવામાં આવશે.