Sun Oct 04 2026

Logo

`હિટમૅન' રોહિત પાછો મેદાન પર આવી રહ્યો છે, હમણાં તો કિંગ કોહલી સાથે શૂટિંગમાં બિઝી છે!

2026-09-24 19:57:13
Author: Ajay Motiwala
`હિટમૅન' રોહિત પાછો મેદાન પર આવી રહ્યો છે, હમણાં તો કિંગ કોહલી સાથે શૂટિંગમાં બિઝી છે!

તિરુવનન્તપુરમઃ રોહિત શર્મા ટેલિવિઝન પરના તેના સૌપ્રથમ શૉમાંથી બે્રક લઈને અને વિરાટ કોહલી પત્ની અનુષ્કા તેમ જ બન્ને સંતાનો સાથે વેકેશન માણ્યા પછી ફરી રમવા આવી રહ્યા છે અને તેમના બૅટથી ધમાકા પાછા જોવા મળશે એ દિવસ બહુ દૂર નથી. રવિવાર, 27મી સપ્ટેમ્બરે (બપોરે 2.00 વાગ્યાથી) ઘરઆંગણે વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ વન-ડે સિરીઝની પ્રથમ મૅચ રમાશે અને એ માટે રોહિત તિરુવનન્તપુરમ આવી પહોંચ્યો અને સલામતી રક્ષકો વચ્ચે ઍરપોર્ટની બહાર આવી રહ્યો હતો જેનો વીડિયો ગુરુવારે વાઇરલ થયો હતો.

`એક્સ' પર એક તસવીરને પણ અસંખ્ય ક્રિકેટરોના લાઇક મળ્યા હતા. એ તસવીરમાં `હિટમૅન' રોહિત (Rohit) અને કિંગ કોહલી (Kohli) ઇન્ડિયન જર્સીમાં વન-ડે સિરીઝ માટે પોતે પાક્કી તૈયારી કરીને આવ્યા એવો જોશ બતાવી રહ્યા છે. બન્ને બૅટિંગ-લેજન્ડ ભારત વતી હવે માત્ર વન-ડેમાં જ રમે છે અને 2027ના વન-ડે વર્લ્ડ કપ સુધી તેઓ દેશ વતી રમતા જોવા મળશે એવી પાક્કી સંભાવના છે.

બીજી વન-ડે 30મી સપ્ટેમ્બરે ગુવાહાટીમાં અને છેલ્લી વન-ડે ત્રીજી ઑક્ટોબરે ન્યૂ ચંડીગઢમાં રમાશે. ત્યાર બાદ રોહિત-કોહલીના વેકેશન ફરી શરૂ થઈ જશે.

બન્ને દેશની ટીમ

ભારતઃ શુભમન ગિલ (કૅપ્ટન), કે. એલ. રાહુલ (વાઇસ-કૅપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, ઋતુરાજ ગાયકવાડ, યશસ્વી જયસ્વાલ, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), નમન ધીર, રવીન્દ્ર જાડેજા, નીતીશ કુમાર રેડ્ડી, આકિબ નબી, ગુરનૂર બ્રાર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના.

વેસ્ટ ઇન્ડિઝઃ શાઇ હોપ (કૅપ્ટન), જૉન કૅમ્પબેલ, જ્વેલ ઍન્ડ્રયુ, કેસી કાર્ટી, રૉસ્ટન ચેઝ, મૅથ્યૂ ફોર્ડ, જસ્ટિન ગ્રીવ્ઝ, આમિર જૅન્ગુ, અલ્ઝારી જોસેફ, શમાર જોસેફ, વિટેલ લૉવીસ, ગુડકેશ મૉટી, કીમૉ પૉલ, શેરફેન રુધરફર્ડ અને જેડન સીલ્ઝ.