Mon Oct 05 2026

Logo

રોહિત શર્મા માંડ-માંડ પડતાં બચ્યો! ટીમ બસ બહાર હિટમેન લપસ્યો તો વિરાટ કોહલીએ આપ્યું આવું રિએક્શન, વીડિયો થયો વાઈરલ

2026-09-28 20:55:11
Author: Darshana Visaria
રોહિત શર્મા માંડ-માંડ પડતાં બચ્યો! ટીમ બસ બહાર હિટમેન લપસ્યો તો વિરાટ કોહલીએ આપ્યું આવું રિએક્શન, વીડિયો થયો વાઈરલ

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી મેદાન પર હોય કે મેદાનની બહાર, ફેન્સની નજર હંમેશાં તેમના પર ટકેલી હોય છે. હાલ સોશિયલ મીડિયા પર ટીમ ઇન્ડિયાની બસ બહારનો એક રસપ્રદ અને હળવો વીડિયો ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. જેમાં રોહિત બસમાંથી ઉતરતી વખતે પડી જાય છે અને પછી વિરાટ કોહલીએ આપેલું રિએક્શન સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યું છે. 

ટીમ બસમાંથી નીચે ઉતરતી વખતે અચાનક રોહિત શર્માનો પગ લપસી ગયો હતો અને તે ગબડી પડ્યો હતો. જોકે, રોહિતે સમયસૂચકતા વાપરીને પોતાનું સંતુલન સંભાળી લીધું હતું. પરંતુ આ સમગ્ર ઘટના દરમિયાન રોહિતની બરાબર પાછળ ઉતરી રહેલા વિરાટ કોહલીના ચહેરાના હાવભાવ અને આપેલું રિએક્શન કેમેરામાં કેદ થઈ ગયું હતું, જે હવે ઇન્ટરનેટ પર ભારે ધૂમ મચાવી રહ્યું છે.

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં જોવા મળે છે કે હોટલ કે સ્ટેડિયમ પહોંચ્યા બાદ રોહિત શર્મા બસમાંથી બહાર નીકળી રહ્યો હતો. પગથિયા ઉતરતી વખતે અચાનક તેનો પગ લપસ્યો હતો અને તે થોડો આગળ નમી ગયો હતો. સદનસીબે રોહિતે તાત્કાલિક પોતાનું સંતુલન જાળવી લીધું અને કોઈ ગંભીર પડવા કે ઇજા થવામાંથી બચી ગયો હતો. તેણે હસતા મોઢે આગળ ચાલવાનું શરૂ રાખ્યું હતું.

રોહિતની બરાબર પાછળ બસના દરવાજા પર ઊભેલા વિરાટ કોહલીએ જેવો રોહિતનો પગ લપસતો જોયો કે તરત જ તેના ચહેરા પર પહેલાં આંચકો અને ચિંતા જોવા મળી હતી. રોહિત સંભાળી ગયો છે તે જોઈને વિરાટના ચહેરા પર એક મજેદાર સ્મિત આવી ગયું હતું. બંને દિગ્ગજો વચ્ચેનો આ સહજ અને મૈત્રીપૂર્ણ તાલમેલ જોઈને ફેન્સ સોશિયલ મીડિયા પર જાતજાતની કમેન્ટ્સ કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર રોહિતનો બસમાંથી ઉતરતી વખતે પડી જવાનો આ વીડિયોને નેટીઝન્સ આ ક્ષણને રોહિત-વિરાટ (Ro-Ko)ના બોન્ડિંગ સાથે જોડીને શેર કરી રહ્યા છે. ક્રિકેટ ચાહકોએ રાહતનો શ્વાસ લીધો કે હિટમેનને કોઈ ઈજા પહોંચી નથી અને ટીમ સુરક્ષિત રીતે આગળ વધી ગઈ છે.