Fri May 01 2026

Logo

રિતેશ દેશમુખ બનશે છત્રપતિ શિવાજી મહારાજ: 'રાજા શિવાજી' ફિલ્મનું પોસ્ટર રિલીઝ, જાણો ક્યારે રિલીઝ થશે

2026-02-19 20:42:39
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ જાણીતા મરાઠી કમ હિન્દી અભિનેતા રિતેશ દેશમુખ ટૂંક સમયમાં છત્રપતિ શિવાજી મહારાજની ભૂમિકા ભજવતો જોવા મળશે. તેમની ફિલ્મ, "રાજા શિવાજી", 1 મેના રોજ રિલીઝ થઈ રહી છે. આજે રિતેશની પત્ની, જેનેલિયા ડિસોઝાએ ઇન્સ્ટાગ્રામ પર ફર્સ્ટ લુક શેર કર્યો, જેમાં શિવાજી મહારાજની વીરતાભરી ગાથા પણ દર્શાવવામાં આવી છે. 

ફિલ્મનું પોસ્ટર રિલીઝ થતાં જ લોકોને રિતેશનો ફર્સ્ટ લુક પણ જોવા મળ્યો. રિતેશ દેશમુખે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોસ્ટર શેર કર્યું છે, જેમાં તે શક્તિશાળી દેખાઈ રહ્યો છે. તેણે મરાઠીમાં કેપ્શન લખ્યું છે, "જ્યારે અંધકાર પ્રકાશની રાહ જોતો હતો, ત્યારે એક જ્યોત પ્રગટી. જ્યારે ઇતિહાસ થંભી ગયો હોય તેવું લાગતું હતું, ત્યારે એક યુવાન યોદ્ધાએ તેને ફરીથી લખવાનું નક્કી કર્યું. જ્યારે ભૂમિ સન્માન માટે ઝંખતી હતી, ત્યારે એક પુત્રએ શપથ લીધા, અને સ્વરાજ્યનો જન્મ થયો. 

છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિની ઉજવણીના શુભ અવસર પર, જિયો સ્ટુડિયો અને મુંબઈ ફિલ્મ કંપનીએ 'રાજા શિવાજી'નું પહેલું પોસ્ટર રિલીઝ કર્યું છે. આપણો રાજા. આપણો ગૌરવ. આપણો વારસો. દિગ્દર્શક રિતેશ વિલાસરાવ દેશમુખ એક અભૂતપૂર્વ સિનેમેટિક પ્રસ્તુતિમાં આપણા રાજાની વાર્તાને જીવંત કરે છે. રાજા શિવાજી ૧ મે, ૨૦૨૬થી સિનેમાઘરોમાં. જય શિવરાય."

જ્યારે ચાહકો પહેલાથી જ ફિલ્મને લઈને ઉત્સાહિત છે, ત્યારે બોલિવૂડના ટોચના સ્ટાર્સ પણ તેનો અપવાદ નથી. ફિલ્મમાં રિતેશનો પહેલો લુક જોયા પછી અનુપમ ખેરે પણ રિતેશને શુભેચ્છા પાઠવી હતી. 

અનુપમ ખેરે આ પોસ્ટના કોમેન્ટ વિભાગમાં લખ્યું, 'આ માટે શુભકામનાઓ! મને ખબર છે કે આ ખૂબ જ શાનદાર હશે.'આ પોસ્ટના કોમેન્ટ સેક્શનમાં અન્ય ફિલ્મ સ્ટાર્સે પણ શુભેચ્છાઓ પાઠવી છે. ચાહકોએ પણ પોતાની પ્રતિક્રિયાઓ શેર કરી છે અને ફિલ્મ પ્રત્યે પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો છે.

અગાઉ બોલીવુડ અભિનેતા શરદ કેલકરે પડદા પર છત્રપતિ શિવાજી મહારાજનું પાત્ર ભજવ્યું હતું. શરદનું પાત્ર નોંધપાત્ર હતું અને તેને ઘણી પ્રશંસા મળી હતી. વર્ષ 2020 માં રિલીઝ થયેલી ફિલ્મ 'તાનાજી: ધ અનસંગ વોરિયર' બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી. આ ફિલ્મમાં અજય દેવગન પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળ્યા હતા. 

શરદ કેલકરે શિવાજી મહારાજની ભૂમિકા ભજવી હતી અને લોકોના દિલ જીતી લીધા હતા. હવે જોવાનું એ રહે છે કે શું રિતેશ દેશમુખ 1 મેના રોજ રિલીઝ થનારી આ ફિલ્મમાં પણ આવો જ જાદુ કરી શકશે કે નહીં.