મેલબોર્નઃ ફિલ્મનિર્માતા ઋષભ શેટ્ટીને મેલબોર્નના ભારતીય ફિલ્મ મહોત્સવમાં સન્માનિત કરવામાં આવશે. ઋષભને આ વાવડ મળતા તે ખુશ છે અને તેણે આ બાબતે પોતાના વિચારો શેર કર્યા છે.'કંતારા' ફેમ એક્ટર-ફિલ્મનિર્માતા ઋષભ શેટ્ટી માટે આ વર્ષ લાભદાયી સાબિત થઈ રહ્યું છે. ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબોર્ન 2026માં લીડરશીપ ઈન સિનેમા એવોર્ડથી સન્માનિક કરવામાં આવશે. આ સિદ્ઘિથી એની ફિલ્મી કેરિયરમાં વધુ એક સફળતાનું મોરપંખ ઉમેરાયું છે. ભારતીય સિનેમાને લઈ એક વૈશ્વિક સ્તરની વાત કરતા ફિલ્મમેકરને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. એમના યોગદાનને માન્યતા આપતા ગ્લોબલ લેવલની મેકરે વાત મોટી અને મહત્ત્વની કરી છે.
કેવી વાર્તાને સ્કોપ
મેકરે કહ્યું કે, એવી વાર્તાઓને સ્કોપ મળવો જોઈએ, વૈશ્વિક ફલક પર સ્થાન મળવું જોઈએ જેના મૂળ એના ઓરિજિનલ રૂટ સાથે ક્નેક્ટ હોય. આ સન્માન વિશે બોલતા, ઋષભ શેટ્ટીએ કહ્યું, ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબોર્ન તરફથી 'લીડરશીપ ઇન સિનેમા એવોર્ડ' પ્રાપ્ત કરીને હું ખૂબ જ ખુશ છું, ગર્વ અનુભવું છું. વાર્તા કહેવાનો મારો હંમેશાથી આપણી સંસ્કૃતિ અને પરંપરાઓની ઉજવણી કરવાનો રસ્તો રહ્યો છે. આપણા વારસામાં મૂળ ધરાવતી વાર્તાઓની વિશ્વભરમાં પ્રશંસા થતી જોવાનો અર્થ ઘણો મોટો છે. હું મેલબોર્નની મુલાકાત લેવા અને ભારતીય સિનેમાની શક્તિની ઉજવણી કરવા આતુર છું. ફેસ્ટિવલના ડિરેક્ટર મીટુ ભૌમિક લેંગે જણાવ્યું હતું કે,ઋષભ શેટ્ટી ભારતીય ફિલ્મ નિર્માતાઓની તે નવી પેઢીનું પ્રતિનિધિત્વ કરે છે, જેમનું કાર્ય તેમના મૂળમાં ઊંડાણપૂર્વક રૂટ હોય છે. ફિલ્મો વૈશ્વિક સ્તરે પણ સ્વીકૃતિ પામી રહી છે. તેમની અનોખી વાર્તા કહેવાની શૈલી દ્વારા, તેમણે દર્શાવ્યું છે કે સ્થાનિક વાર્તાઓ સીમાઓ પાર કરી શકે છે અને દરેક જગ્યાએ પ્રેક્ષકો સાથે કેવી રીતે જોડાઈ શકે છે.

આ નવી ફિલ્મમાં દેખાશે
ઋષભ હાલમાં સંદીપ સિંહ સાથે મળીને નવી તૈયાર થયેલી ધ પ્રાઈડ ઓફ ભારતઃ છત્રપતિ શિવાજી મહારાજમાં જોવા મળશે. હાલમાં આ પ્રોજેક્ટ અંગે કામ ચાલી રહ્યું છે. આ ફિલ્માં ભૂમિ પેડનેકર એક અલગ અંદાજમાં જોવા મળશે. 'કંતારા' ફિલ્મથી ઋષભને એક મોટી સફળતા મળી હતી. ફિલ્મના બન્ને ભાગ જોરદાર રહ્યા હતા. ફેન્સને પણ આ ફિલ્મ ઘણી ખરી રીતે પસંદ પડી રહી હતી. ભારતીય ફિલ્મો વિદેશમાં સારી રીતે જોવાય છે અને વખણાય પણ છે એવો આ કોઈ પહેલો કિસ્સો નથી. આ પહેલા પણ સાઉથની જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ફિલ્મ બાહુબલી માટે પણ વિશ્વમાંથી પ્રશંસા સાંપડી હતી. આ પછી આવી જ મોટી સફળતા ધુરંધર ફિલ્મને પણ મળી હતી. આ ફિલ્મને બન્ને ભાગ વર્લ્ડલેવલ પર રિલીઝ કરી દેવામાં આવ્યા હતા.