Sun Jul 26 2026

Logo

ભારત અને જાપાન વચ્ચે 1400 વર્ષ જૂનો ધાર્મિક અને સાંસ્કૃતિક નાતો, જાણો વિગતે

2026-07-02 17:30:00
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી : જાપાનના વડાપ્રધાન સાનાઇ  તાકાઇચી ત્રણ દિવસના ભારત પ્રવાસે છે. આ ભારતના પીએમ નરેન્દ્ર મોદીએ જાપાન સાથેના પારંપરિક ધાર્મિક અને સાંસ્કૃતિક  સબંધોનો ઉલ્લેખ કર્યો હતો. તેમજ જાપાનમાં ભગવાનગણેશ, લક્ષ્મી અને સરસ્વતી જેવા દેવતાઓની પૂજા કરવામાં આવે છે. ત્યારે આવી જાણીએ ભારત અને જાપાનના 1400 વર્ષના પારંપરિક ધાર્મિક અને સાંસ્કૃતિક સબંધો વચ્ચે કેવો સબંધ છે. 

બૌદ્ધ ધર્મ ચીન અને કોરિયા થઈને જાપાન પહોંચ્યો 

ભારત અને જાપાનના 1400 વર્ષના  પારંપરિક ધાર્મિક અને સાંસ્કૃતિક સબંધો અંગે માનવામાં આવે છે કે, કોરિયાના રાજાએ જાપાની સમ્રાટને બૌદ્ધ મૂર્તિઓ અને પવિત્ર ગ્રંથો ભેટ તરીકે મોકલ્યા હતા.ત્યારે  ભારતમાં ઉદ્ભવેલો બૌદ્ધ ધર્મ ચીન અને કોરિયા થઈને જાપાન પહોંચ્યો હતો. જ્યારે  752 ADમાં ભારતના એક મહાન તમિલ બૌદ્ધ સાધુ, બોધિસત્વ ભારદ્વાજ, જેને બોધિસેન તરીકે પણ ઓળખવામાં આવે છે તે જાપાન પહોંચ્યા હતા. તેમણે મુખ્ય પૂજારી તરીકે નારા શહેરના પ્રખ્યાત તોડાઈ-જી મંદિરમાં ભગવાન બુદ્ધની વિશાળ કાંસાની પ્રતિમાના આંખો ખોલવાની વિધિ કરી હતી. 

ભારતની ધ્યાન પરંપરા ચીનમાં ચાન અને જાપાનમાં ઝેન બૌદ્ધ ધર્મ બની

તેમજ ભારતની ધ્યાન પરંપરા ચીનમાં ચાન અને જાપાનમાં ઝેન બૌદ્ધ ધર્મ બની છે. જે આજે જાપાની જીવનશૈલીનો મૂળ પાયો છે. જાપાનના 8મી સદીના ગ્રંથ શોકુ નિહોંગીમાં ભારતીય સાધુ બોધિસેનની જાપાન મુલાકાતનો ઉલ્લેખ છે.

દેવી સરસ્વતી જાપાનમાં બેન્ઝાઈટેન તરીકે પૂજાય છે 

આ ઉપરાંત બૌદ્ધ ધર્મની સાથે  જાપાનમાં શિન્ટો અને બૌદ્ધ પરંપરાઓમાં હિન્દુ દેવતાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. જાપાનમાં આ દેવતાઓની વ્યાપક પૂજા કરવામાં આવે છે. જેમાં વિદ્યા અને સંગીતની દેવી સરસ્વતીને જાપાનમાં બેન્ઝાઈટેન તરીકે પૂજવામાં આવે છે.

સંકટ મોચક ગણેશ જાપાનમાં કાંગીટેન અથવા શોટેન તરીકે પૂજાય છે 

જ્યારે સંકટ મોચક ગણેશને જાપાનમાં કાંગીટેન અથવા શોટેન કહેવામાં આવે છે. તેમને વ્યવસાયમાં સૌભાગ્ય, સમૃદ્ધિ અને સારા નસીબના દેવ માનવામાં આવે છે.  દેવી લક્ષ્મીને જાપાનમાં કિચિજોટેન તરીકે પૂજવામાં આવે છે.

સંપત્તિના દેવતા કુબેરને જાપાનમાં ડાઇકોકુટેન તરીકે ઓળખાય છે 

જ્યારે  સંપત્તિના દેવતા કુબેરને જાપાનમાં ડાઇકોકુટેન તરીકે ઓળખવામાં આવે છે. 
તેજ  રીતે તે  જાપાનના સાત ભાગ્યશાળી દેવતાઓમાં સૌથી અગ્રણી છે. શિન્ટો અને બૌદ્ધ મંદિરોના રેકોર્ડ, અને જાપાની શહેરો ક્યોટો, નારા અને કામાકુરાના પ્રાચીન મંદિરો, આના આબેહૂબ ઉદાહરણો છે.

ધર્મમાં જ નહીં પણ સંસ્કૃતિમાં પણ સામ્યતા

ભારત અને જાપાન ફક્ત ધર્મમાં જ નહીં પણ સંસ્કૃતિમાં પણ સામ્યતા ઘરાવે છે. જેમાં  જાપાની બૌદ્ધ સાધુઓ બૌદ્ધ ધર્મ અને સંસ્કૃતનો અભ્યાસ કરવા માટે ભારત અને ચીન આવ્યા હતા.ત્યારે તેમણે સંસ્કૃત મંત્રો લખવા માટે સિદ્ધમ લિપિ અપનાવી હતી. જાપાનીઝમાં તેને શિટ્ટન કહેવામાં આવે છે. 

મંદિરોના પ્રવેશદ્વાર અને પવિત્ર ખડકો પર સંસ્કૃત મંત્રો

જાપાનમાં આજે પણ સેંકડો પ્રાચીન બૌદ્ધ મઠો અને મંદિરોના પ્રવેશદ્વાર અને પવિત્ર ખડકો પર સંસ્કૃત મંત્રો અને બીજ અક્ષરો કોતરેલા જોવા મળે છે. જાપાની મૂળાક્ષરો, કાનના અક્ષરોના ઉચ્ચારણ, સ્વર અને  સંસ્કૃત વ્યાકરણનો પ્રભાવ દર્શાવે છે.