Sat Sep 05 2026

Logo

48 કલાક બાદ ત્રણ ગ્રહો ભેગા મળીને બનાવશે શક્તિશાળી રાજયોગ, આ ચાર રાશિના જાતકો પર થશે ધનવર્ષા અને પ્રગતિ...

2026-06-13 17:09:59
Author: Darshana Visaria
48 કલાક બાદ ત્રણ ગ્રહો ભેગા મળીને બનાવશે શક્તિશાળી રાજયોગ, આ ચાર રાશિના જાતકો પર થશે ધનવર્ષા અને પ્રગતિ...

Chat GPT Generated Image


વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર, જ્યારે પણ ગ્રહો ગોચર કરીને એક જ રાશિમાં યુતિ બનાવે છે, ત્યારે તેની સીધી અસર માનવ જીવન અને દેશ-દુનિયા પર જોવા મળે છે. આ ક્રમમાં ટૂંક જ સમયમાં મિથુન રાશિમાં એક અત્યંત દુર્લભ ગોચર થવા જઈ રહ્યું છે. બુદ્ધિ અને વાણીના દાતા બુધ અને ગ્રહોના રાજા સૂર્યની હાજરી વચ્ચે હવે મનની નાડી ગણાતા ચંદ્ર પણ મિથુન રાશિમાં પ્રવેશ કરશે. જેને કારણે કેટલીક રાશિના જાતકોને લાભ થઈ રહ્યો છે. 

મુંબઈના જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર મિથુન રાશિમાં ગ્રહોના રાજા સૂર્ય, ગ્રહોના રાજકુમાર બુધ અને ચંદ્રના આ ત્રિવેણી સંગમથી 'ત્રિગ્રહી રાજયોગ' નું નિર્માણ થઈ રહ્યું છે. જ્યોતિષીઓના મતે, આ રાજયોગ આગામી 48 કલાકમાં ચાર ખાસ રાશિના જાતકો માટે અઢળક ખુશીઓ, ધનલાભ અને કરિયરમાં મોટી સફળતા લઈને આવી રહ્યો છે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ... 

મેષઃ

મેષ રાશિના જાતકો માટે આ ત્રિગ્રહી રાજયોગ અત્યંત લાભદાયી નીવડશે. તમારા સાહસ અને પરાક્રમમાં વધારો થશે. કાર્યક્ષેત્રે વરિષ્ઠ અધિકારીઓ તમારા કામની પ્રશંસા કરશે. જો કોઈ લાંબા સમયથી અટકેલું નાણાકીય કામ હોય, તો તે આગામી ૪૮ કલાકમાં પૂરું થવાના પ્રબળ યોગ છે. ભાઈ-બહેનોનો સહકાર મળશે.

મિથુનઃ

આ દુર્લભ સંયોગ તમારી જ રાશિમાં બની રહ્યો હોવાથી સૌથી મોટો અને સીધો ફાયદો તમને જ મળશે. તમારી નિર્ણય લેવાની ક્ષમતા અને આત્મવિશ્વાસ સાતમા આસમાને રહેશે. માન-સન્માન અને સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે. વેપાર સાથે જોડાયેલા લોકોને મોટી ડીલ મળી શકે છે, જેનાથી આર્થિક સ્થિતિ મજબૂત બનશે.

સિંહઃ

સિંહ રાશિના જાતકો માટે આ રાજયોગ આવકના નવા સ્ત્રોત ખોલશે. સૂર્ય તમારા રાશિ સ્વામી હોવાથી આ યુતિ તમારા નસીબના દ્વાર ખોલી શકે છે. આર્થિક મોરચે તમને મોટી રાહત મળશે અને જૂના દેવામાંથી મુક્તિ મળી શકે છે. પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે અને પ્રેમ સંબંધો વધુ મજબૂત બનશે.

ધનઃ

ધન રાશિના જાતકોને આ સમયગાળા દરમિયાન ભાગીદારીના કામોમાં મોટો નફો થઈ શકે છે. જો તમે નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો, તો આગામી 48 કલાક ઉત્તમ છે. વિવાહિત જીવનમાં ચાલી રહેલા મતભેદો દૂર થશે અને જીવનસાથી સાથે સારો સમય વિતાવી શકશો. કોર્ટ-કચેરીના મામલામાં સફળતા મળવાના સંકેત છે.

વધુ જુઓ...