અયોધ્યા : અયોધ્યામાં રામ મંદિર દાન ચોરી કેસની તપાસ તેજ કરવામાં આવી છે. આ દરમિયાન મંદિરમાંથી આભૂષણ ચોરીના પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. જેનો શ્રી રામ મંદિર ટ્રસ્ટે જવાબ આપ્યો છે. આ અંગે શ્રી રામ મંદિર ટ્રસ્ટના ખજાનચી ગોવિંદ દેવ ગિરીએ દાનમાં મળેલા દાગીના અને કિંમતી ધાતુઓની ચોરી અંગેના આરોપોને નકારી કાઢ્યા હતા.
2,800 વસ્તુઓનો રેકોર્ડ સુરક્ષિત
આ અંગે ટ્રસ્ટના ખજાનચી સ્વામી ગોવિંદ દેવ ગિરિ જી મહારાજે જણાવ્યું હતું કે 2,800 વસ્તુઓનો રેકોર્ડ સુરક્ષિત છે અને આ બધી વસ્તુઓ ટ્રસ્ટ પાસે છે. ટ્રસ્ટે દાન કરાયેલી વસ્તુઓ પ્રદર્શિત કરી છે. જે ચોરીના આરોપો પછી ચર્ચાનો વિષય બની હતી. જેમાં સોનાથી શણગારેલી રામચરિતમાનસ, કાકભુશુંડી, દેવતાનો હાર, અને ચરણ-પાદુકા છે. તેમણે ઉમેર્યું હતું કે કોઈપણ દાતા તેમની દાન કરેલી વસ્તુ જોવા માંગતા હોય તો તેઓ દાનનો પુરાવો આપીને મુલાકાત લઈ શકે છે.
ટ્રસ્ટની બેઠક 22મી તારીખે ફરી મળશે
આ ઉપરાંત અમે ચોક્કસ અધિકારીઓની નિમણૂક કરવા માટે એક નાની સમિતિની રચના કરી છે. તેમજ ટ્રસ્ટની બેઠક 22 મી તારીખે ફરી મળશે. અમને ત્યાં સુધીમાં એસઆઇટીનો અંતિમ અહેવાલ આપવાની શકયતા છે.