અયોધ્યાઃ રામ મંદિર દાન ચોરી કેસમાં એક નવો ખુલાસો થયો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ કેસમાં રોજ કોઈ નવો ખુલાસો થઈ રહ્યો છે. પોલીસ પણ આ દાન ચોરી કેસમાં સામે આરોપીઓના રિમાન્ડ ળઈને પૂછપરછ કરી રહી છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે શનિવારે પોલીસે ટિન્નુ યાદવ અને તેના ભત્રીજા મનીષ સાથે 39 કલાક સુધી પૂછપરછ કરી હતી. આ દરમિયાન બંનેએ એક મોટો અને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ચાલો વિગતે ચર્ચા કરીએ.....
બાથરૂમમાં છુપાવવામાં આવતા હતા ચોરીના રૂપિયા
પોલીસ તપાસ પ્રમાણે જાણવા મળ્યું છે, દાનની ગણતરી દે રૂમમાં કરવામાં આવતી હતી, તેની પાસે આવેલા બાથરૂમમાં રૂપિયા છુપાવવામાં આવતા હતા. જાણવા એવું પણ મળ્યું છે ક, ટિન્નુ યાદવ પાસે ચેકિંગ ટીમ મંદિરીમાં કામ કરતા દરેક વ્યક્તિની જાણકારી રહેતી હતી. જેથી કાઉન્ટિંગ રૂમ તરફ કોઈ પણ આવે તો ટિન્નુ તેના ભત્રીજાને જાણ કરી દેતો હતો. જેથી મનીષ તે રૂપિયાના બાજુમાં આવેલા બાથરૂમમાં છુપાવી દેતો હતો.
દાન ચારીમાં દરેકની કામગીરી પહેલેથી નક્કી હોતી
બાથરૂમમાં રૂપિયાને સરખી રીતે છુપાવ્યાં બાદ મનીષ પાછો દાનના રૂપિયા ગણવા માટે પહોંચી જતો હતો. જ્યારે ચેકિંગ ટીમ આવે ત્યારે કોઈ હેરાફેરી ના કરવામાં આવે, પરંતુ જેવી ચેકિંગ ટીમ નીકળી જાય એટલે આરોપી બાથરૂમમાં છુપાવેલા રૂપિયા નીકાળી લેતા હતાં. મહત્વની વાત એ છે, આ દાન ચારીમાં કોને શું કામ કરવાનું તે પહેલેથી જ નક્કી કરેલું હતું. આ આરોપીઓેએ સીસીટીવી કેમેરાથી બચવા માટે પણ પ્લાન બનાવી રાખ્યો હતો. મંદિરમાં આવતા દાનની ચોરી થઈ હોવાથી હિંદુઓની આસ્થાને ખરેખર ઠેસ પહોંચી છે.
નિર્મોહી અખાડાએ રામ મંદિર ટ્રસ્ટમાં ફેરફારની માંગણી કરી
આ દરમિયાને એક વિવાદ બીજો પણ પ્રકાશમાં આવ્યો છે. શ્રી રામ મંદિર ટ્રસ્ટ ટૂંક સમયમાં સીઈઓની નિમણૂક કરવા માટે તૈયાર છે; આ પદ માટે અત્યાર સુધીમાં 2,300 અરજીઓ મળી છે. તે જ સમયે, નિર્મોહી અખાડાએ રામ મંદિર ટ્રસ્ટમાં ફેરફારની માંગણી સાથે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. અખાડાએ મંદિરની છબી ખરડાઈ રહી છે અને ટ્રસ્ટના બિનવ્યાવસાયિક સંચાલન અંગે ચિંતા વ્યક્ત કરીને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. આ અરજીમાં શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટમાં ફેરફાર કરવાની માંગ કરવામાં આવી છે.