Mon Oct 05 2026

Logo

રામ ચરણની ફિલ્મ ‘પેડ્ડી’ 190 કરોડને પાર, ત્રીજા દિવસે ગતિ થોડી ધીમી પડી

2026-06-07 10:42:00
Author: Vimal Prajapati
રામ ચરણની ફિલ્મ ‘પેડ્ડી’ 190 કરોડને પાર, ત્રીજા દિવસે ગતિ થોડી ધીમી પડી

મુંબઈ: ગ્લોબલ સ્ટાર રામ ચરણની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'પેડ્ડી' (Peddi) એ થિયેટરોમાં શાનદાર ઓપનિંગ સાથે ધમાકેદાર શરૂઆત કરી હતી. ફિલ્મે ભારતમાં પહેલા જ દિવસે 51 રૂપિયા કરોડથી વધુની બમ્પર કમાણી કરી હતી અને શરૂઆતના બે દિવસમાં જ વર્લ્ડવાઈડ 150 રૂપિયા કરોડનો આંકડો પાર કરી દીધો હતો. જો કે, હવે ત્રીજા દિવસે ફિલ્મની કમાણીની ગતિ થોડી ધીમી પડતી દેખાઈ રહી છે, તેમ છતાં કમાણીનો આંકડો 190 કરોડ રૂપિયાને પાર પહોંચી ગયો છે. 

વર્લ્ડવાઈડ કમાણી 191 રૂપિયા કરોડ પાર

કમાણીનાં આંકડા પ્રમાણે 'પેડ્ડી' ફિલ્મે તેના રિલીઝના ત્રીજા દિવસે (રવિવારે) ભારતમાં રૂપિયા 28.85 કરોડ નું નેટ કલેક્શન કર્યું છે. આ સાથે જ ફિલ્મનું ભારતમાં કુલ નેટ કલેક્શન રૂપિયા 125.25 કરોડ પર પહોંચી ગયું છે. ભલે કમાણીની સ્પીડ થોડી ઓછી થઈ હોય, પરંતુ જો વૈશ્વિક સ્તરે વાત કરીએ તો આ ફિલ્મે માત્ર ત્રણ દિવસમાં જ રૂપિયા 191.07 કરોડ નો આંકડો પાર કરી લીધો છે.

રામ ચરણ માટે 'પેડ્ડી' કેમ મહત્વની છે?

ઐતિહાસિક બ્લોકબસ્ટર ફિલ્મ 'RRR' પછી રામ ચરણની આ ત્રીજી રિલીઝ છે. RRR ની વૈશ્વિક સફળતા બાદ તેમની આગામી બે ફિલ્મો 'આચાર્ય' અને 'ગેમ ચેન્જર' બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી. જેમાં 'ગેમ ચેન્જર' નું બજેટ રૂપિયા 450 કરોડથી વધુ હોવાનું કહેવાય છે. આ નવી ફિલ્મ 'પેડ્ડી' આશરે રૂપિયા 350 કરોડના બજેટમાં તૈયાર કરવામાં આવી છે. ફિલ્મમાં રામ ચરણ અને જાનવી કપૂર ઉપરાંત રવિ કિશન, શિવા રાજકુમાર અને જગપતિ બાબુ જેવા દિગ્ગજ કલાકારો મહત્વની ભૂમિકામાં છે.

ભાષા પ્રમાણે કમાણીની વાત કરવામાં આવે તો, આ ફિલ્મે હિંદી ભાષામાં 7.31 કરોડ રૂપિયા. કન્નડમાં 57 લાખ, મલયાલમ ભાષામાં 13 લાખ રૂપિયા અને તમિલ ભાષામાં 93 લાખ રૂપિયાની કમાણી કરી છે. મહત્વની વાત એ છે કે, આ ફિલ્મે તેલુગુ ભાષામાં 107 કરોડ રૂપિયાનો વેપાર કર્યો છે.  જો આગામી અઠવાડિયાના વર્કિંગ ડેઝમાં ફિલ્મની કમાણી સ્થિર રહેશે, તો આ ફિલ્મ પોતાનું બજેટ સરળતાથી રિકવર કરી લેશે. પરંતુ લાંબા ગાળે આ ફિલ્મ હિટ જશે કે બ્લોકબસ્ટર, તેનો આધાર આગામી સેકન્ડ વીકએન્ડ પર રહેશે.