Fri Apr 24 2026

Logo

"કિસકી જેબ મેં હૈ બતા દો..." એક કરોડનું બોનસ મળ્યું હોવાની અફવા પર રાકેશ બેદીએ પોતાની શૈલીમાં લીધી ફિરકી, વાઈરલ થયો વીડિયો

2026-04-24 15:35:00
Author: Darshana Visaria
Article Image

બોલીવૂડ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા રાકેશ બેદી હાલમાં તેમની ફિલ્મ ધુરંધર ટુને કારણે સખત ચર્ચામાં અને લાઈમલાઈટમાં છે. દર્શકોને તેમણે નિભાવેલો જમીલ જમાલીનો રોલ ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ બધા વચ્ચે ફિલ્મના મેકર્સે રાકેશ બેદીને તેમની 50 લાખ રૂપિયાની ફી ઉપરાંત વધારાનું એક કરોડ રૂપિયાનું બોનસ આપ્યું હોવાના અહેવાલો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. જોકે, હવે રાકેશ બેદી અને તેમની ટીમે આ દાવાઓને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આવો જોઈએ શું છે આ ખુલાસો... 

બે-ત્રણ દિવસથી સોશિયલ મીડિયા પર એવા રિપોર્ટ્સ વાઈરલ થઈ રહ્યા છે કે તેમને તેમની નવી ફિલ્મ 'ધુરંધર' માટે એક કરોડ રૂપિયાનું માતબર બોનસ આપવામાં આવ્યું છે. જોકે, અભિનેતાએ હવે આ મામલે મૌન તોડ્યું છે અને પોતાની આગવી શૈલીમાં આ અફવાનું ખંડન કર્યું છે. હવે રાકેશ બેદીએ આ એક કરોડ રૂપિયાના બોનસવાળા અહેવાલો પર પોતાની આગવી શૈલીમાં કટાક્ષ કર્યો છે. 

રાકેશ બેદીએ ઈન્ટરવ્યુમાં જણાવ્યું છે કે મને પણ સોશિયલ મીડિયાના રિપોર્ટ્સ પરથી જ ખબર પડી છે કે મેકર્સે મને એક કરોડનું બોનસ આપ્યું છે. જો ખરેખર આવું હોય, તો એ પૈસા અત્યારે કોના ખિસ્સામાં છે તે મને જણાવી દો જેથી હું જઈને લઈ આવું! તેમણે વધુમાં એવું પણ જણાવ્યું હતું કે આ પૈસા કોના ઘરે પડ્યા છે, કોણે છુપાવ્યા છે મને પ્લીઝ જણાવો હું જઈને લઈ આવું કારણ કે હજી સુધી મારા એકાઉન્ટમાં તો મને કોઈ પૈસા આવ્યા હોય એવું દેખાઈ નથી રહ્યું. હાલમાં સોશિયલ મીડિયા પર રાકેશ બેદીનો આ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rakesh Bedi (@therakeshbedi)

રાકેશ બેદીએ ફિલ્મમાં કામ કરવા અંગેનો પોતાનો અનુભવ પણ આ સમયે શેર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ફિલ્મ 'ધુરંધર' ફિલ્મના શૂટિંગ દરમિયાન વાતાવરણ ખૂબ સરસ હતું, પરંતુ આ પ્રકારના બોનસના સમાચાર તદ્દન ખોટા અને પાયાવિહોણા છે. અભિનેતાનો આ વીડિયો ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે, જેમાં તેઓ ન્યૂઝ પોર્ટલ્સ દ્વારા ફેલાવવામાં આવતી આવી અફવાઓ પર કટાક્ષ કરી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ફિલ્મ ધુરંધર માટે રાકેશ બેદીને મેકર્સ દ્વારા રૂપિયા 50 લાખની ફી ચૂકવવામાં આવી હતી. આ સિવાય રાકેશ બેદીએ આ ફિલ્મ માટે તેમની દીકરીના કહેવા પર હા કહી હતી. ફેન્સને રાકેશ બેદીનો અનુભવ આ ફિલ્મમાં ખૂબ જ પસંદ આવ્યો હતો અને જાણીતી મોટી મોટી બ્રાન્ડ્સે પણ તેમનો ડાયલોગ મેરા બચ્ચા હૈ તુનો ઉપયોગ કરીને પોતાની બ્રાન્ડનું પ્રમોશન કર્યું હતું.