DACની બેઠકમાં સેના, વાયુસેના અને કોસ્ટ ગાર્ડ માટે S-400 મિસાઇલ અને ધનુષ ગન સિસ્ટમ સહિતના મહત્વના પ્રસ્તાવો પાસ
નવી દિલ્હીઃ મિડલ ઈસ્ટમાં વધતો સંઘર્ષ મહાયુદ્ધમાં પરિણમી શકે છે. ઈરાન પર ઈઝરાયલ અને અમેરિકાના સંયુક્ત હુમલાઓને કારણે આ સંઘર્ષ લગભગ 27 દિવસ પૂરા થવામાં છે, જેમાં યુદ્ધવિરામની અટકળો વચ્ચે ભારત સરકારે દુશ્મનોને અંકુશમાં રાખવા માટે સતત સંરક્ષણ પ્રણાલીને અપગ્રેડ કરતું રહે છે ત્યારે એના અન્વયે આજે સંરક્ષણ પ્રધાનના નેતૃત્વમાં સંરક્ષણના મહત્ત્વના પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી હતી.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં મળેલી સંરક્ષણ અધિગ્રહણ પરિષદ (ડીએસી)ની બેઠકમાં આશરે 2.38 લાખ કરોડ રૂપિયાના સંરક્ષણ ખરીદી પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી છે. જેમાં સેના, વાયુસેના અને કોસ્ટ ગાર્ડ માટે અનેક મહત્વપૂર્ણ સિસ્ટમો અને પ્લેટફોર્મનો સમાવેશ થાય છે.
ભારતીય સેના માટે એર ડિફેન્સ ટ્રેક્ડ સિસ્ટમ, આર્મર પિયર્સિંગ ટેન્ક દારૂગોળો, હાઈ કેપિસિટી રેડિયો રિલે, ધનુષ ગન સિસ્ટમ અને રનવે ઈન્ડિપેન્ડેટ એરિયલ સર્વિલાન્સ સિસ્ટમને મંજૂરી આપવામાં આવી. આ ખરીદીમાં એર ડિફેન્સ સિસ્ટમ, ધનુષ તોપ, એસ-400 મિસાઇલ સિસ્ટમ, મધ્યમ પરિવહન વિમાન, દૂરથી નિયંત્રિત થનારા વિમાન અને સુખોઈ-30 એન્જિન પાર્ટ્સનું ઓવરહોલ સામેલ છે.
સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતીય વાયુસેના માટે મધ્યમ પરિવહન વિમાન, એસ-400 લાંબા અંતરની સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ સિસ્ટમ, રિમોટલી પાયલોટેડ સ્ટ્રાઇક એરક્રાફ્ટ અને સુખોઈ-30 એરો એન્જિન એગ્રીગેટ્સના ઓવરહોલ માટેના પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી હતી,".
તેમાં કહેવામાં આવ્યું છે કે એએન32 અને આઈએલ76ના પરિવહન કાફલાના સ્થાને મધ્યમ પરિવહન વિમાનને સામેલ કરવાથી સેનાઓની વ્યૂહાત્મક અને ઓપરેશનલ એરલિફ્ટ જરૂરિયાતોને પૂર્ણ કરશે.
એસ-400 સિસ્ટમ મહત્વપૂર્ણ વિસ્તારોને લક્ષ્ય બનાવતા દુશ્મન લાંબા અંતરના હવાઈ હુમલાઓને નિષ્ફળ કરશે જ્યારે રિમોટલી પાયલોટેડ સ્ટ્રાઇક એરક્રાફ્ટ આક્રમક પ્રતિરોધક અને સંકલિત હવાઈ અભિયાન ચલાવવામાં બનાવશે.
સાથે જ ગુપ્ત રીતે જાણકારી એકઠી કરવા દેખરેખ રાખવા અને ગતિવિધિઓમાં પણ મદદરૂપ થશે. સુખોઈ-30 એરો એન્જિન અને તેના એગ્રીગેટ્સનું ઓવરહોલ વિમાનની સેવાના વર્ષોમાં વધારો કરશે અને વાયુસેનાની ઓપરેશનલ જરૂરિયાતોને પૂર્ણ કરશે.