Sun Sep 06 2026

Logo

રાજકોટમાં સ્પાઈ કેમેરાથી વિડીયો રેકોર્ડ કરીને રૂપિયા 25 લાખની ખંડણી કેસમાં ડોકટરની ધરપકડ, 11 આરોપી ફરાર...

2026-03-23 22:35:58
Author: Chandrakant Kanoja
રાજકોટમાં સ્પાઈ કેમેરાથી વિડીયો રેકોર્ડ કરીને રૂપિયા 25 લાખની ખંડણી કેસમાં ડોકટરની ધરપકડ, 11 આરોપી ફરાર...

રાજકોટ : રાજકોટમાં ડોક્ટરના ક્લિનિકમાં સ્પાઈ કેમેરાથી ખાનગી વિડીયો રેકોર્ડ કરીને  રૂપિયા 25 લાખની ખંડણી માંગવાના કેસમાં પોલીસે એક ડોકટરની ધરપકડ કરી છે. પોલીસે ધરપકડ કરેલા ડૉ. કમલ નાંઢાની પાસેથી 3000 થી વધુ વિડીયો કબજે કર્યા છે. તેમજ ડોક્ટર બોગસ પત્રકારો સાથે મળીને પીડિતોને  બ્લેકમેલ કર્યા હતા. જેના પગલે રાજકોટ સાયબર ક્રાઈમે 12 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. જેમાંથી 11 આરોપીઓ હજુ પણ ફરાર છે પોલીસે તેમને શોધવા માટે પ્ર્યાસો શરુ કર્યા છે. 

 આરોપી ડૉ. કમલ નાંઢાની પોલીસે ધરપકડ કરી

આ કેસની વિગત મુજબ  રાજકોટ શહેરના સાધુવાસવાણી રોડ પર આવેલા એક ક્લિનિકમાં સ્પાય કેમેરો ગોઠવી 49 વર્ષીય બીએએમએસ તબીબ અને તેના સ્ત્રી મહિલા તબીબના અંગત પળોના વીડિયો રેકોર્ડ કરી રૂ.25 લાખની માંગણીના મામલામાં મુખ્ય આરોપી ડૉ. કમલ નાંઢાની પોલીસે ધરપકડ કરી હતી.

બીએનએસ અને આઈટી એક્ટ હેઠળ  કેસ નોંધાયો 

રાજકોટ સાયબર ક્રાઈમના એસીપી ચિંતન પટેલે જણાવ્યું હતું કે 20 માર્ચે રાજકોટ શહેર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારબાદ બીએનએસની કલમ 308(5), 308(4), 35(2), 356(3), 54 અને 61 તેમજ આઈટી એક્ટની કલમ 66(E),67અને 67(A) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

અંગત પળોના વીડિયો રેકોર્ડ કર્યા હતા

રાજકોટના એક નામાંકિત ડોક્ટરના ક્લિનક પર લેબર રૂમની અંદર હોલ્ડરમાં બીએચએમએસ ડોક્ટર કમલ નાંઢાએ સ્પાઈ કેમેરો લગાવી 49 વર્ષીય બીએએમએસ તબીબ અને તેના સ્ત્રી મહિલા તબીબના અંગત પળોના વીડિયો રેકોર્ડ કર્યા હતા. આ તમામ આપત્તિજનક વીડિયો તોડબાજ પત્રકારોને આપીને બીએએમએસ તબીબ પાસે 25 લાખ રૂપિયાની ખંડણીની માંગણી કરી હતી. ત્યારબાદ 50000 રૂપિયા આરોપીઓએ તબીબ પાસેથી સ્વીકારવામાં આવ્યા હોવાનો ઉલ્લેખ પોલીસ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.  

11 આરોપી પોલીસ પકડથી દૂર 

મહિલા તબીબ સાથે એક તરફી પ્રેમમાં પાગલ ડોક્ટરે સ્પાય કેમેરાથી 3000થી વધુ વીડિયો રેકોર્ડ કરવામાં આવ્યા અને બોગસ પત્રકારો મારફતે નાણાની માંગણી કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જોકે હાલ 11 તોડબાજ પત્રકારો પોલીસ પકડથી દૂર છે. જેઓને પુરાવાઓના આધારે ઝડપી લેવા માટે કાર્યવાહી હાથ ધરી છે.  રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક તબીબ સહિત કુલ 12 લોકો સામે ખંડણી તેમજ ધમકી આપી રૂપિયા પડાવવા અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી છે